Politics News: પૂર્વ નાયબ CMનું વિવાદાસ્પદ નિવેદન:”બધાને ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને નેતા બની જવું છે અને ગોરખધંધા પણ કરવા છે!”

  • Gujarat
  • December 23, 2025
  • 0 Comments

Politics News: રાજ્યમાં ભાજપના પીઢ રાજકારણી નીતિન પટેલ છેલ્લા કેટલાક વખતથી જાહેરમાં ચાબખા મારી રહયા છે જેની બધા મજા પણ લઈ રહયા છે અગાઉ ધર્માંતરણ મુદે તેઓએ નિવેદન આપતા તે ચર્ચાસ્પદ રહ્યા બાદ હવે ફરી તેઓએ પક્ષના નેતાઓ મુદ્દે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે જેનાથી રાજકારણ ગરમાયુ છે.

ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીના જાહેર મંચ પરથી આપેલા એક નિવેદનને પગલે ભાજપની આંતરિક રાજનીતિ ફરી ચર્ચાસ્પદ બની છે.મહેસાણાના કડી સ્થિત ચંપાબા ટાઉનહોલમાં APMC દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, ઘણા એવા છે જે ગોરખધંધા પણ કરે છે અને ભાજપનો પટ્ટો લગાવીને ફરે છે. તેઓએ કહ્યું કે “ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બની જવાય”

નીતિન પટેલે કહ્યું કે, ‘ગોરખધંધા પણ કરવા છે અને ગાડી પર ભાજપનો પટ્ટો પણ લગાડવો છે પણ તે ન ચાલે.કોઈએ સંઘર્ષ જોયો નથી અને છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, બધાને સત્તા અને હોદ્દા જોઈએ છે પણ હોદ્દો મળી જવાથી આખો પક્ષ ચાલશે તેવું માનવું ન જોઈએ.
બીજું સહકાર આપવાની ભાવના હવે રહી નથી અને કઈ ન કરો તો કઈ નહિ પણ એકબીજાને નડવાનું બંધ કરો તોય ઘણું છે.

ભ્રષ્ટ મંત્રીઓ માટે ખેડૂતો માટે તેઓએ કહ્યું કે, ‘રાજ્યમાં કેટલાક જિલ્લામાંતો ખેડૂતોની જાણ બહાર તેમની જમીન પણ વેચાઈ જાય છે,બેંકમાંથી ખોટા નામે લોન લઈને મંત્રીઓ વાપરી નાંખે છે આવા ખોટું કરનારા બેથીત્રણ મંત્રીઓ જેલમાં હોવાની વાત તેઓએ કહી હતી.

આજકાલ તો ગોરખધંધા કરનારા પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને ફરે છે અને સાચુ શું છે તેની બધાને ખબર જ હોય છે. હવે લોકો છેતરાતા નથી.નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ભાજપના સમય અને કાર્યકરોના સંઘર્ષ કેવો હતો તે કોઈને પૂછજો તે વાતો યાદ કરી નવા કાર્યકરોને શીખ આપતા ઉમેર્યુ કે, ધીમે ધીમે આગળ વધાય, સહકારી ક્ષેત્ર એ તબક્કાવાર આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહત્વનું છે કે રાજ્યમાં ભાજપના નવા સંગઠનની જાહેરાત હજુ બાકી છે ત્યારે તે અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચર્ચા ઉઠી છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત
  • October 2, 2026

PM Degree RTI Case: ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને…

Continue reading
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

  • October 2, 2026
  • 3 views
R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

  • October 2, 2026
  • 5 views
Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

  • October 2, 2026
  • 6 views
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

  • October 2, 2026
  • 7 views
SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

  • October 2, 2026
  • 6 views
SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 8 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ