M.S. University: વડોદરાના વિજ્ઞાનીઓએ ડાયાબિટીસ ચકાસવાની ‘અદ્યતન પદ્ધતિ’ની શોધ કરી વિશ્વમાં બજાવ્યો ડંકો!

  • Gujarat
  • December 27, 2025
  • 0 Comments

■આ સંશોધન ઈન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પ્રકાશિત થયું છે.

■MS યુનિ.ના વિજ્ઞાન વિભાગના કેમેસ્ટ્રીના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રદ્ધાંજલિ સામલે,ત્વરા કિકાણીએ આ સંશોધન કર્યું છે.

(દિલીપ પટેલ દ્વારા)

વડોદરા, 27 ડિસેમ્બર 2025
M.S. University: આજકાલ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે તેના કારણો ઓળખીને તે મુજબ દવા આપવામાં આવતી હોય છે પણ હવે ડાયાબીટીસને ઝડપથી કાબુમાં લેવા નવા સંશોધનો પણ થઈ રહયા છે.

દરમિયાન ગુજરાતમાં વડોદરાની એમ.એસ. વિશ્વ વિદ્યાલયે આ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે જેમાં તાંબાનો પાવડર દ્વારા ડાયાબિટીસ ચેક કરી શકાય તેવું અદ્યતન નવું સંશોધન કર્યું છે,જેની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ છે.

આ પદ્ધતિમાં વાયરમાંથી તાંબાના નેનો પાર્ટિકલ્સમાં ફેરવ્યું, નેનો પાર્ટિકલ્સને ચિતોસન નામના કુદરતી પોલીમરની મદદથી સ્થિરતા આપવામાં આવી હતી. મકાઈના સ્ટાર્ચમાંથી મળતા એક તત્વનો ઉપયોક કરીને નેનો પાર્ટિકલ્સને વધારે શક્તિશાળી બનાવાયા હતા.આ પાવડર કુદરતી એન્ઝાઈમ (એક પ્રકારનું પ્રોટિન) તરીકે  કામ કરે છે,તે લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણને પારખી લે છે.લોહીમાં રહેલા ગ્લુકોઝ હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉત્પન્ન કરે છે. એન્ઝાઈમનો રંગ ઘેરો વાદળી થાય છે. રંગની તીવ્રતા લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણના આધારે બદલાય છે.

ડાયાબિટીસના લેબોરેટરીમાં થતી તપાસમાં પાવડરનો ઉપયોગ કરવાની પદ્ધતિ વધારે સરળ પુરવાર થાય તેવી શક્યતા છે.

આ સંશોધન ઈન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પ્રકાશિત થયું છે.વિજ્ઞાન વિભાગના કેમેસ્ટ્રીના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રદ્ધાંજલિ સામલે, ત્વરા કિકાણીએ આ સંશોધન કર્યું છે.

લોહી અથવા પરસેવામાં ગ્લુકોઝનું સ્તર તરત જ શોધી શકે છે. પાવડર રંગ બદલે છે – વાદળી થઈ જાય છે, ઘાટા શેડ્સ સાથે જે ઉચ્ચ ગ્લુકોઝ સ્તર સૂચવે છે.પાવડર ગ્લુકોઝ હાજર હોય છે, ત્યારે તે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે નેનોઝાઇમની હાજરીમાં રંગહીન દ્રાવણને ઘેરો વાદળી કરી દે છે. રંગની તીવ્રતા સીધી ગ્લુકોઝ સાંદ્રતાને અનુરૂપ છે.

ડાયાબિટીસ અને બિન-ડાયાબિટીક વ્યક્તિઓના વાસ્તવિક રક્ત સીરમ નમૂનાઓ પર સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ જે પરિણામો પ્રમાણભૂત ગ્લુકોમીટરનો ઉપયોગ કરીને મેળવેલા પરિણામો સાથે તુલનાત્મક હોવાનું જાણવા મળ્યું હતું.ટીમ હવે સંશોધનના આગલા તબક્કા પર કામ કરી રહી છે, જેનો હેતુ માનવ પરસેવા દ્વારા પણ ગ્લુકોઝનું સ્તર શોધવાનો છે. રંગ કોડ્સને સંખ્યાત્મક મૂલ્યો સોંપવાની રીતો પણ શોધી રહ્યા છે.

સંશોધન પૂર્ણ થવામાં લગભગ એક વર્ષ લાગ્યું હતું. પાવડરને કાગળ-આધારિત સ્ટ્રીપ્સ અથવા ડીપ ટેસ્ટમાં સરળતાથી સમાવી શકાય છે.પ્રોફેસર સોનલ ઠાકોર માને છે કે, પાવડરનો ઉપયોગ કરતા પહેલા લોહીમાંથી સીરમને અલગ તારવવું પડે છે અને પછી તેના પર પાવડરનો ઉપયોગ કરીને ગ્લુકોઝ લેવલ ચેક કરી શકાય છે.

આમ તેની મર્યાદા એ છે કે, ગ્લુકોમીટરની જેમ તેનો ઘરે ઉપયોગ કરી શકાતો નથી. લેબોરેટરીમાં થતાં ડાયાબીટીક  ટેસ્ટમાં આ પાવડર ઉપયોગી પુરવાર થઈ શકે છે. કદાચ તે ડાયાબિટીસ ટેસ્ટની કિંમત પણ ઘટાડી શકે છે. આ માટે પાવડર ચોંટાડીને બનાવાયેલી સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે છે. લેબોરેટરીમાં ડાયાબીટીસના અને ડાયાબીટીસ ના હોય તેવા દર્દીઓના લોહીના નમૂના પર પાવડરનો સફળતાપૂર્વક અખતરો કર્યો છે.

પાવડરનો ઉપયોગ લોહીની સાથે સાથે પરસેવા પર કરીને ડાયાબીટીસની જાણકારી મળી શકે તે માટેના અખતરા કરી રહ્યા છે. લેબોરેટરીમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર પરસેવામાં જે તત્વો રહેલા હોય છે તેના પર પાવડરનો ઉપયોગ કર્યો હતો. તેના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. જોકે દર્દીના પરસેવાના સેમ્પલ પર પાવડરનો પ્રયોગ કરવાનો બાકી છે.

સીજીએમએસ(CGMS) ડાયાબીટીસના દર્દી માટે સુગર માપવાની એક એવી પદ્ધતિ છે કે જેમાં કંટીન્યુઅસલી ૧૦થી ૧૪ દિવસ સુધી તમારી સુગર માપી શકાતી હોય છે.CGMS એટલે કંટીન્યુઅસ ગ્લુકોઝ મોનીટરીંગ સિસ્ટમ એક 5 mm જાડાઈવાળા કોઈન સાઈઝના ડિવાઇસથી બનેલું છે. આ ડિવાઇસ દર 12થી 15 મિનિટે બ્લડ સુગર માપીને ગ્રાફ ફોર્મમાં 24 કલાકનો 15 દિવસનો સુગર રિપોર્ટ આપે છે,ખોરાકની કઈ વસ્તુથી સુગર વધી જાય છે કે નથી વધતી તે જાણવા માટે પણ આ સીજીએમએસ ખૂબ ઉપયોગી છે.

■ ટેસ્ટ કેવી રીતે કરાય છે? જાણો

ટેસ્ટ ખુબ જ સરળ છે અને દર્દી જાતે પણ કરી શકે છે. નાનકડી ડિવાઇસ ચામડી પર મૂકવામાં આવે છે આ ડિવાઇસ ચામડી પર ચોંટી જાય છે ત્યારબાદ તેમાં દર 15 મિનિટે સુગર ચેક થયા કરે છે. જેના આધારે ડોક્ટર ખોરાક અથવા દવા કે ઇન્સ્યુલિનના ડોઝમાં વધ-ઘટ કરી શકે છે.ખોરાક દવા કે ઇન્સ્યુલિનમાં ફેરફાર કર્યા પછી ફરીથી 14માં દિવસે ડિવાઇસ રેકોર્ડ લીધા પછી કાઢી લેવામાં આવે છે.

સીજીએમએસના ફાયદા

સીજીએમએસ દ્વારા સુગર ક્યારે વધે છે, શું કરવાથી વધે છે, શું ખાવાથી વધે છે, કઈ દવાથી ઓછું થાય છે, કઈ દવાની અસર થાય છે તે જાણી શકાય છે.આમ,આ નવી પદ્ધતિથી ઘણા ફાયદા થશે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ