AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

  • Gujarat
  • January 18, 2025
  • 2 Comments

અમદાવાદઃ નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા ચાલુ વર્ષ એટલે કે 2025/26 માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણીનું કુલ 1143 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરાયું છે.  ખાસ કરીને આ બજેટની વિશેષતા એ છે કે આ વખતે કેન્દ્રમાં વિદ્યાર્થી, વાલી અને શાળાને રાખવામાં આવ્યા છે.

બાળકોના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. સુજલ મહેતાએ જણાવ્યું હતું કે આ બજેટમાં નવી શિક્ષણનીતિ 2020 અનુસાર બાળકોને સ્કીલ ડેવલોપમેન્ટ, રમતગમત, કળા સંગીત, વકૃત્વ, સેલ્ફ ડિફેન્સ, મુખ્યલક્ષી શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, રાષ્ટ્રપ્રેમ સાથે વિદ્યાર્થી સ્વાવલંબી અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય તે પ્રકારની કેળવણી પર ભાર મૂકવાની બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે.

1143 કરોડનું બજેટ, ક્યાં કેટલું ખર્ચાશે?

ચેરમેનને ખર્ચ અંગે વિગત આપતા ઉમેર્યું હતું કે એસ્ટાબ્લિશમેન્ટ પગાર ખર્ચ 91.17 ટકા એટલે કે 1 હજાર કરોડ 42 લાખથી વધુ, અને વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓનો ખર્ચ 6.78% એટલે કે 77 કરોડ, 50 લાખ અને શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 2.5 ટકા એટલે કે 2344.44 કરોડ જેટલું ફાળવવામાં આવ્યું છે.

52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે, 12 નવી સ્કૂલ

અમદાવાદની સ્કૂલોમાં નવા ક્લાસરૂમ તથા રીપેરીંગ કરવામાં આવનાર ક્લાસોની માહિતી આપવા જણાવ્યું હતું કે કુલ શાળાની સંખ્યા 54 છે. જેમાં નવા ક્લાસરૂમની સંખ્યા 449 છે. તેમજ 37 જેટલી શાળાઓ રીપેરીંગ કરવામાં આવશે. અને 565 જેટલા ક્લાસરૂમને રીપેરીંગ કરવામાં આવશે. આ સાથે સૈજપુર, દાણીલીમડા, મોટેરા, બાપુનગર, લીલાનગર, નવા વાડજ, વિંઝોલ, રખિયાલ, ઓઢવની કુલ 52 સ્કૂલમાં 293 નવા ક્લાસરૂમ બનશે અને ચાંદલોડિયા, અસારવા, સરખેજ, સૈજપુર, રાજપુર, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, નવા નરોડા જેવા વિસ્તારોમાં નવી શાળા બનાવવાની કામગીરી પ્રગતિમાં છે અને કુબેરનગર, કોતરપુર, સરદારનગર, નરોડા, કાલુપુર ,વટવા, ભાઈપુરા, રાણીપ, મણીનગર, બહેરામપુરા, અસારવા સહિતના વિસ્તારોમાં આ વર્ષમાં નવી શાળાઓ બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ સમગ્ર શહેરમાં કુલ 12થી વધુ નવી કોર્પોરેશનની સરકારી સ્કૂલો બનશે.

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 14 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 32 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો