Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

  • World
  • December 30, 2025
  • 0 Comments

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને બ્રાઝિલ પર 50 ટકા જંગી ટેરિફ લાદી દેતા હવે અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર નોંધપાત્ર અસર પડી છે. દરમિયાન, અમેરિકામાં સતત બદલાતી ટેરિફ નીતિઓને કારણે હવે ઘર આંગણે કંપનીઓને નોંધપાત્ર નુકસાન થઈ રહયાની વાત સામે આવી રહી છે અને અમેરિકામાં ઘણી કંપનીઓના નાદાર થઈ રહી છે.

રાષ્ટ્રીય હિતમાં અમલમાં મુકાયેલી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ રણનીતિ હવે ઊંઘી પડતી જણાઈ રહી છે, ઘર આંગણે કંપનીઓ દેવાળું ફૂંકી રહી છે.યુએસ અર્થતંત્ર, ફુગાવા અને દેશની અંદરના અન્ય મુદ્દાઓને સુધારવાના લક્ષ્ય સાથે, ટ્રમ્પે ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો પર ભારે ટેરિફ લાદ્યા હતા.

જોકે, આ “ટેરિફ ટ્રેપ” હવે ટ્રમ્પને જ ફસાવી રહ્યું હોય તેવું લાગે છે. એવું લાગે છે કે ટ્રમ્પે પોતાના પગમાં કુહાડી મારી દીધી છે.ટ્રમ્પ ટેરિફથી અમેરિકામાં વ્યાપક નુકશાન થઈ રહ્યું છે અને જાન્યુઆરીથી નવેમ્બર સુધી અમેરિકામાં ઘણી કંપનીઓ ઝડપથી નાદારી તરફ આગળ વધી રહી છે.આ પરિસ્થિતિ માત્ર આ કંપનીઓ માટે જ નહીં પરંતુ અમેરિકા અને ટ્રમ્પ માટે પણ તણાવનું કારણ બની રહી છે.

અમેરિકામાં કોર્પોરેટ નાદારીના અહેવાલોએ 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.વિવિધ મીડિયા અહેવાલો અનુસાર નવેમ્બર 2025 સુધીમાં લગભગ 717 કંપનીઓએ ચેપ્ટર 7 અને ચેપ્ટર 11 હેઠળ નાદારી માટે અરજી કરી છે.

■આ ચેપ્ટર 7 અને ચેપ્ટર 11 ખરેખર શું છે? જાણો

પ્રકરણ 7 માં કંપનીના બંધ થવા સાથે તેની સંપત્તિ વેચવા કાઢી હોવાનો અર્થ થાય છે.જ્યારે ચેપ્ટર 11 એટલે જેમાં કંપની નાદાર થયા બાદ કંપની કોર્ટની મદદથી સતત કામગીરી દ્વારા તેના દેવાનું પુનર્ગઠન કરે છે.આમ બે તબક્કામાં કંપનીઓ નાદારીના પરીક્ષેપમાં આવે છે.આમાં ચેપ્ટર 7 માં આવતી કંપનીઓની સંખ્યા સૌથી વધુ છે જે લગભગ બંધ થઈ ચૂકી છે.

આમ છેલ્લા 15 વર્ષમાં અમેરિકાએ જે નથી જોયું તે માત્ર 2025માં જોઈ રહ્યું છે અને ‘ટેરીફ દાવ’ અમેરિકાને નડ્યો છે જેમાં 717 કંપનીઓએ દેવાળું ફૂંકતા અમેરિકામાં હાહાકાર મચ્યો છે,આ આંકડો 2008ની વૈશ્વિક મહામંદી પછીનો સૌથી મોટો આંકડો છે અને ટ્રમ્પનો દાવ ઉંધો પડતો જણાય રહ્યો છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 2 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 2 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 7 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 11 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 12 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ