Air India Pilot: એર ઇન્ડિયાનો પાયલોટ દારૂ પીને ફાઈટ ઉડાડે તે પહેલાં પકડાયો! મોટી દુર્ઘટના ટળી!

  • World
  • January 2, 2026
  • 0 Comments

Air India Pilot: ભારતીય પાયલોટ દારૂ પીને વિદેશની ધરતી ઉપરથી વિમાન ઉડાડે તે પહેલાં તેને પકડી લેવામાં આવ્યો હતો પરિણામે સંભવતઃ મોટો અકસ્માત થતાં રહી ગયો છે.

કેનેડાના વાનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટેકઓફ કરવાની તૈયારીમાં હતી અને અચાનક પાયલોટ પીધેલો હોવાનું જણાતા ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.વાનકુવરથી દિલ્હી જતી ફ્લાઇટ AI186 ના પાઇલટ પર દારૂ પીધો હોવાની માહિતી મળતા અધિકારીઓ એ ત્વરિત પગલાં ભરી ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી

વિગતો મુજબ 23 ડિસેમ્બર, 2025 ના રોજ ફ્લાઇટ બોઇંગ 777 વાનકુવરથી વાયા વિયેના દિલ્હી જવાની હતી પણ ટેકઓફ પહેલા કોકપીટમાં દારૂની તીવ્ર ગંધ પ્રસરતા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા અને આ અંગે એરપોર્ટ અધિકારીઓને જાણ કરવામાં આવતા કેનેડિયન સુરક્ષા એજન્સીના અધિકારીઓએ ઉડાન અટકાવી દીધી અને પાઇલટનો બ્રેથલાઇઝર ટેસ્ટ કરતા તેણે દારૂ પીધો હોવાનું સામે આવતા તેની અટકાયત કરી લેવામાં આવી હતી.મીડિયા અહેવાલો મુજબ ડ્યુટી-ફ્રી સ્ટોરના કર્મચારીઓએ પાયલોટને વાઇન શોપમાં જોયો ત્યારથી શંકા પ્રબળ બની હતી.

મુસાફરોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપી પાઇલોટને દૂર કરાયો હતો પરિણામે ફ્લાઇટ લગભગ બે કલાક મોડી પડી હતી.ઘટના બાદ એર ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.ઇન્ડિયન એરલાઇન્સ સ્થાનિક અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપી રહી છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાઇલટને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!
  • January 31, 2026

GOI-IES: દુનિયામાં એક એવો દેશ છે જેણે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના દેશમાં મફતમાં અભ્યાસ અને ઉપરથી લાખ્ખોના સ્ટાઈપેન્ડ માટેની ઓફર કરી છે,આ દેશની સરકાર ભારતના વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 2 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 4 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 13 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 8 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો