Bangladesh: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉઠલાવવામાં અમેરિકાનો રોલ હતો? US રાજદ્વારીનું રેકોર્ડિંગ લીક થતાં દુનિયાભરમાં હોબાળો!

  • World
  • January 26, 2026
  • 0 Comments

● અમેરિકી રાજદ્વારીની લીક થયેલી રેકોર્ડિંગમાં બાંગ્લાદેશમાં ‘હસીના સરકાર ઉઠલાવવા અને તે પછી શુ કરવું’ તે પ્રિ પ્લાનિંગ વાતો જાહેર થતાં મચ્યો ખળભળ


Bangladesh:
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતનના મહિનાઓ બાદ એક લીક થયેલી રાજદ્વારી રેકોર્ડિંગે દક્ષિણ એશિયાના રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે,આ ઓડિયો લીકથી દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીનાની સરકારને ઉથલાવી નાખવા પાછળ અમેરિકાનો હાથ હતો.

સ્ટ્રેટન્યૂઝ ગ્લોબલ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઓડિયો ક્લિપથી.વોશિંગ્ટન ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અને આવામી લીગને પોતાનો મજબૂત પક્ષ રાખવાનો મોકો મળ્યો છે.

લીક થયેલા રેકોર્ડિંગમાં એક વરિષ્ઠ યુએસ રાજદ્વારી બાંગ્લાદેશના ઇસ્લામી રાજકીય દળો સાથે જોડાણ કરવાની અને શેખ હસીના પછી દેશની દિશાનું મૂલ્યાંકન કરવાની ચર્ચા કરતા દર્શાવવામાં આવ્યા છે. જેમાં શેખ હસીના સરકારને ઉઠલાવી દેવાનું પ્લાનિંગ અને શેખ હસીનાની સરકારના પતન બાદ શુ કરવું વગરે વાતચીત રેકર્ડ થયેલી છે જે લીક થઈ જતા હસીના શેખ સરકારને જાણી જોઈને એક કાવતરું રચીને પ્રી પ્લાનિંગથી ઉઠલાવી દેવામાં આવી હોવાનો આરોપ લાગતા અમેરિકાની નીતિ સામે પણ સવાલો ઉઠ્યા છે.
આ ઓડિયો અવામી લીગના નેતાઓ માટે એક મુખ્ય રાજકીય હથિયાર તરીકે ઉભરી આવ્યો છે.

ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન મોહિબુલ હસન ચૌધરીએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે અને તેને “મોટું કાવતરું” ગણાવ્યું હતું ચૌધરીએ કહ્યું કે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ સાથે ચેડા થયા છે,અને તે આ વાતની પુષ્ટિ કરે છે કે ઓગસ્ટ 2024 નો બળવો “સ્વૈચ્છિક” આંદોલન નહોતું પરંતુ વિદેશી શક્તિઓ દ્વારા પૂર્વ આયોજિત ‘કાવતરું’ હતું.

અવામી લીગનું કહેવું છે કે આ રેકોર્ડિંગ એ સાબિત કરવા માટે પૂરતું છે કે બાંગ્લાદેશની સાર્વભૌમત્વ સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને ચૂંટણી પછીના સંચાલનના નામે એક ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા પ્રિ પ્લાન કાવતરું રચવામાં આવ્યું હતું જેનું આખરે સત્ય સામે આવી ગયું છે, આ સાથે જ અવામી લીગે મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારની કાયદેસરતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

મહત્વનું છે કે મોહિબુલ હસન ચૌધરીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં ચેતવણી આપી હતી કે અવામી લીગ જેવી મોટી રાજકીય શક્તિને ચૂંટણીમાંથી બાકાત રાખવી એ દેશના મતદારોના એક મોટા ભાગને મતાધિકારથી વંચિત રાખવા સમાન હશે. તેમના મતે, આવી પરિસ્થિતિઓમાં રચાયેલી કોઈપણ સરકારને વાસ્તવિક જાહેર જનાદેશ વિના “ગેરકાયદેસર” ગણવામાં આવશે.

● બાંગ્લાદેશમાં ISI ની હાજરી

આવામી લીગના ભૂતપૂર્વ સાંસદ બહાઉદ્દીન નસીમે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI ની બાંગ્લાદેશમાં હાજરી અને વચગાળાના વહીવટ પર દેશમાં વિદેશી પ્રભાવને વધવા દેવાનો આરોપ લગાવ્યો છે તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની લશ્કરી ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. “બીજા ક્રમના ISI અધિકારીએ ઢાકાની મુલાકાત લીધી હતી. પાકિસ્તાની લશ્કરના જનરલો વારંવાર ઢાકાની મુલાકાત લઈ રહયા છે.”

આમ, બાંગ્લાદેશમાં હસીના સરકારને ઉથલાવી પાડવામાં અમેરિકાની કથિત ભૂમિકા સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે.

● કોણ છે શેખ હસીના

શેખ હસીના વાઝેદ એક બાંગ્લાદેશી રાજકારણી છે જેઓ ૧૯૯૬ થી ૨૦૦૧ અને ફરી ૨૦૦૯ થી ૨૦૨૪ સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન રહયા હતા.

તેઓ બાંગ્લાદેશના સ્થાપક રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનની પુત્રી છે અને ૧૯૮૧ થી આવામી લીગના પ્રમુખ છે,બાંગ્લાદેશમાં તેઓ વિરુદ્ધ બળવો થતાં હાલ તેઓ ભારતમાં (દિલ્હી) આશ્રય લઈ રહયા છે તેઓની આવામી લીગ પાર્ટી બાંગ્લાદેશની મુખ્ય મોટી પાર્ટીઓ પૈકીની એક મનાય છે અને મોટી વોટબેંક ધરાવે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો
  • October 13, 2026

Shehzad Akbar-Asim Munir: પાકિસ્તાનના સૈન્ય વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને તેમના નેતૃત્વ હેઠળની રાજકીય વ્યવસ્થા દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો હોવાનો આરોપ ઇમરાન ખાનની સરકારમાં ભૂતપૂર્વ જવાબદારી…

Continue reading
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?
  • October 11, 2026

Houthi Attacks Saudi Arabia: યમનમાં ફરી તીવ્ર બનેલા સંઘર્ષની અસર હવે પડોશી સાઉદી અરેબિયા સુધી પહોંચી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે દિવસમાં રિયાધ અને આભા આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર મિસાઇલો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

  • October 13, 2026
  • 2 views
Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

  • October 13, 2026
  • 4 views
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

  • October 13, 2026
  • 6 views
Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

Kuno Cheetah Death 2026: કુનોમાં વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત, 2026માં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

  • October 13, 2026
  • 7 views
Kuno Cheetah Death 2026: કુનોમાં વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત, 2026માં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

Viksit Bharat 2047 Vision: ‘વિકસિત ભારત 2047’ પર સવાલ, શું મોદીના સૂત્રથી યુવાનોનો મોહભંગ થઈ રહ્યો છે?

  • October 13, 2026
  • 8 views
Viksit Bharat 2047 Vision: ‘વિકસિત ભારત 2047’ પર સવાલ, શું મોદીના સૂત્રથી યુવાનોનો મોહભંગ થઈ રહ્યો છે?

Kerala Congress Internal Conflict: સતીશનની જીત વચ્ચે કોંગ્રેસમાં અસંતોષ, અદૂર પ્રકાશના નિવેદનથી આંતરિક વિખવાદ ચર્ચામાં

  • October 13, 2026
  • 8 views
Kerala Congress Internal Conflict: સતીશનની જીત વચ્ચે કોંગ્રેસમાં અસંતોષ, અદૂર પ્રકાશના નિવેદનથી આંતરિક વિખવાદ ચર્ચામાં