America: ડોનાલ્ટ ટ્રમ્પે સાથી દેશોને કહી દીધું “હવે હું કોઈ મદદ નહિ કરું!” પોતાનું રક્ષણ જાતે જ કરો!

  • World
  • January 25, 2026
  • 0 Comments

અમેરિકા હવે વિશ્વના ઘણાં સંગઠનોમાંથી દૂર થઈ ગયું છે,છેલ્લે WHO માંથી પણ નીકળી ગયું અને હવે સાથી દેશોને પણ કોઈ મદદ નહિ કરવા સ્પષ્ટ કરી દીધું છે ત્યારે હવે લાગે છે કે “જગત જમાદાર”હવે “કંજૂસ’ બન્યા છે કાંતો “સ્વાર્થી” બની ગયા છે!

America: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિરોધાભાસી વર્તન સતત ચાલુ રહ્યું છે અને હવે તેઓએ સાથી દેશોને કોઈ મદદ નહિ કરવા જણાવી દઈ પોતાનું રક્ષણ પોતેજ કરવા જણાવી દઈ હાથ ખંખેરી લીધા છે,નાટો સાથી દેશો સહિત સમગ્ર એટલાન્ટિક મહાસાગરનું રક્ષણ કરવાનો દાવો કરનારા અને હજુ બે દિવસ પહેલા ગ્રીનલેન્ડને જોડવા માટે ઉત્સુક ટ્રમ્પે હવે દરેકને પોતાની સુરક્ષાની જવાબદારી પોતેજ કરવા જણાવી દીધું છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે એશિયા અને યુરોપમાં તેના સંરક્ષણ સાથીઓને સ્પષ્ટ કહી દીધું છે કે તેમણે પોતાની સુરક્ષાની જવાબદારી જાતે જ લેવી પડશે અમેરિકા કરાર કરશે નહીં અમેરિકા દરેક જગ્યાએ હવે સુરક્ષાનો ખર્ચ અને બોજ ઉઠાવશે નહીં મહત્વનું છે કે શુક્રવારે, પેન્ટાગોને 34 પાનાની “નવી રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના” બહાર પાડી છે જે ટ્રમ્પની “અમેરિકા પ્રથમ” નીતિને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે.

નવી સંરક્ષણ નીતિ દ્વારા ટ્રમ્પ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમેરિકા હવે વિશ્વનો “ચોકીદાર” બનશે નહીં સાથી દેશોને હવે કોઈ મદદ નહિ કરે, સંરક્ષણ વ્યૂહરચના યુરોપ અને એશિયાના ઘણા દેશો લાંબા સમયથી અમેરિકા પર નિર્ભર છે.

હવે તેઓએ રશિયા અને ઉત્તર કોરિયા જેવા જોખમોનો સામનો જાતે જ કરવો પડશે.
ઘણા લાંબા સમયથી યુએસ સરકારે સાથી દેશોની રક્ષા કરવામાં ખુદ પોતાના દેશના નાગરિકો અને તેમના હિતોને પ્રાથમિકતા આપી નથી.

●2022 માં અમેરિકાનું વલણ

આ વર્ષમાં અમેરિકાએ કહ્યું કે તે શાંતિ અને સ્થિરતા જાળવવા માટે લેટિન અમેરિકા અને પડોશી દેશો સાથે કામ કરશે અને અરસપરસ સહયોગ અને ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

● હવે 2026 માં શું બદલાયું ?

હવે નવી નીતિમાં યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રથમ પ્રાથમિકતા માત્ર પશ્ચિમી ગોળાર્ધ એટલે કે આસપાસના વિસ્તારો હશે. ગ્રીનલેન્ડ અને પનામા કેનાલનો તેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વ્યૂહરચના મુજબ અમેરિકા આ ​​વિસ્તારોમાં તેના લશ્કરી અને વ્યાપારી હિતોનું કોઈપણ કિંમતે રક્ષણ કરશે,જો જરૂર જણાય તો, તે ઝડપી અને નિર્ણાયક પગલાં લેવામાં અચકાશે નહીં.

ચીન પ્રત્યે અમેરિકાનો બદલાયેલો દ્રષ્ટિકોણ

● ૨૦૨૨: ચીનને અમેરિકાનો સૌથી મોટો પડકાર ગણાવવામાં આવ્યો હતો

અમેરિકાએ ખુલ્લેઆમ તાઇવાનની સુરક્ષા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને ચીનના ઉશ્કેરણીજનક નિવેદનો અને દબાણ પ્રવૃત્તિઓને ચીનના અસ્થિરતાના પેટર્નના ભાગ રૂપે વર્ણવવામાં આવી હતી, જે પૂર્વ ચીન સમુદ્ર, દક્ષિણ ચીન સમુદ્ર અને ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા સુધી વિસ્તરે છે.

● ૨૦૨૬: હવે નવી વ્યૂહરચના મુજબ અમેરિકા ચીન મામલે ચૂપ છે.

અમેરિકાની બદલાયેલી રણનીતીમાં હવે અમેરિકા ચીનને અપમાનિત કરવા અથવા નબળું પાડવાનો પ્રયાસ કરતું નથી.

અમેરિકા હવે ફક્ત એ ઈચ્છે છે કે ચીન અથવા અન્ય કોઈ દેશ અમેરિકા ઉપર હાવી થવાની કોશિશ ન કરે, રસપ્રદ વાત એ છે કે આ વખતે તાઇવાનનો અમેરિકાએ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ પણ કર્યો નથી.

● એશિયામાં જવાબદારીની વહેંચણી

●૨૦૨૨: અમેરિકાએ કહ્યું હતું કે તે ઉત્તર કોરિયાનો સામનો કરવા દ.કોરિયા માટે મુખ્ય ભૂમિકા ભજવશે.

● ૨૦૨૬: હવે નવી નીતિમાં અમેરિકાએ ચોખ્ખું જણાવી દીધું છે કે હવે દક્ષિણ કોરિયાએ જાતેજ ઉત્તર કોરિયાનો સામનો કરવો પડશે અને અમેરિકા ફક્ત મર્યાદિત સહાય પૂરી પાડશે.

● યુરોપ અને નાટો

●૨૦૨૨: અમેરિકાએ નાટોને સુરક્ષાનો આધાર ગણાવ્યો હતો અને રશિયાને એક મુખ્ય ખતરા તરીકે ઓળખાવ્યું હતું.

● ૨૦૨૬: હવે અમેરિકા માને છે કે રશિયા નાટો માટે ખતરો રહેશે પરંતુ તે સાથે સાથે એમ પણ જણાવે છે કે યુરોપિયન દેશો પોતાની સુરક્ષા માટે બધી રીતે સક્ષમ છે.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે યુરોપમાં પોતાની લશ્કરી હાજરી ઘટાડશે અને તેના ભાગરૂપે યુક્રેનિયન સરહદ નજીક તૈનાત યુએસ સૈનિકોની સંખ્યા પહેલાથી જ ઘટાડવામાં આવી રહી છે.

●મધ્ય પૂર્વ: સાથીઓ આગળ, અમેરિકા પાછળ

●૨૦૨૨: ઈરાનનો સામનો કરવા માટે અમેરિકાએ પ્રાદેશિક ભાગીદારી અને સહિયારી સુરક્ષા પર ભાર મૂક્યો હતો.

● ૨૦૨૬: નવી નીતિમાં અમેરિકાએ જણાવ્યુ છે કે પ્રાદેશિક દેશો હવે ઈરાન અને તેના સમર્થક સંગઠનનો સામનો કરવા માટેની જવાબદારી ક્ષેત્રીય દેશોની રહશે,ઇઝરાયલને ખુલ્લું સમર્થન આપી આરબ દેશો સાથે લશ્કરી સહયોગ વધારવાની વાત કરવામાં આવી છે.

આમ,અમેરિકાનું વલણ બદલાઈ ગયું છે અને સાથી દેશોને જાતેજ પોતાનું રક્ષણ કરવા જણાવી દીધું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’