Teen Driving: અમદાવાદમાં એક વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધારો; દેશમાં ગુજરાતના કિશોરો ગેરકાયદે વાહન ચલાવવામાં આગળ

  • Gujarat
  • January 27, 2026
  • 0 Comments

દિલીપ પટેલ

Teen Driving : રાજ્યમાં સગીર વયના વાહન ચાલકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે અને તેમાંય અમદાવાદ શહેરમાં એક જ વર્ષમાં સગીર વાહનચાલકોની સંખ્યા 500 ગણી વધી જતા આ આંકડો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

વાલીઓ પણ પોતાના બાળકને વાહન ચલાવતા જોઈ હરખાય છે અને દેખાદેખીમાં પોતાના સંતાનને વાહનો આપી દેતા હોય છે પરિણામે આવા સગીરો ન તો માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકે છે પરંતુ રાહદારીઓ અને અન્ય વાહનચાલકો માટે પણ ગંભીર ખતરો પેદા કરે છે.
અત્યાર સુધી ગુજરાત સગીરોના વાહન ચલાવવાના ગુનામાં સાતમા ક્રમે હતું પણ હવે 2025માં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને પહોંચી જાય તેવા આંકડા અમદાવાદમાં સામે આવ્યા છે.

જો ખરેખર સર્વે થાયતો દેશમાં સૌથી વધારે ગુજરાતમાં કિશોરો વાહન ચલાવી રહ્યાં હોવાનું પુરવાર થાય તેમ છે,અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે વર્ષ 2025માં 5835 સગીરોને કાયદાનો ભંગ કરીને વાહન ચલાવતા પકડી લીધા હતા. જેને રૂ.21.11 લાખનો દંડ કરાયો હતો. વર્ષ 2024માં 11 સગીરોને વાહન ચલાવતા ઝડપી લીધા હતા. રૂ. 33 હજારનો દંડ કર્યો હતો.

વર્ષ 2023માં સગીરો દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યા હોય તેવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2024માં સગીરો દ્વારા 25 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. 2025માં સગીરો દ્વારા અકસ્માત કરવામાં આવ્યા હોય તેવા 5 ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2023-24માં સગીર ચાલકો દ્વારા અકસ્માત કરવામાં આવ્યા હોય તેવી ઘટનામાં દેશમાં ગુજરાત સાતમા સ્થાને છે. રાજ્યમાં એક વર્ષમાં સગીર વાહન ચાલકો દ્વારા અકસ્માતની 727 ઘટનાઓ બની હતી.

●સમગ્ર દેશમાં શુ સ્થિતિ છે?

ભારતમાં ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ (iRAD) મુજબ, 2023 અને 2024માં દેશમાં સગીરો સાથે સંકળાયેલા કુલ 11,890 અકસ્માતો નોંધાયા હતા.

સૌથી મોખરે તમિલનાડુમાં 2063 અકસ્મતો થયા હતા. તમિલનાડુમાં 2023 માં 204 કેસ અને 2024 માં 269 કેસ નોંધાયા હતા. 41 ચલણ અને 2024 માં સગીર વયના વાહન ચાલકોના માતા-પિતા સામે 80 ચલણ જારી કર્યા,મધ્ય પ્રદેશ બીજા સ્થાને 1,138 કેસ અને ત્રીજા સ્થાને મહારાષ્ટ્રમાં 1,067 કેસ નોંધાયા હતા.

બિહારે સૌથી વધુ 1,316 ચલણ જારી કર્યા, જેનાથી ₹44.27 લાખની આવક થઈ,2023માં 2,537 બાળકો ડ્રાઇવિંગ કરતી વખતે (લાયસન્સ વિના) મૃત્યુ પામ્યા, એટલે કે દરરોજ આશરે 7 “સગીર વયના ડ્રાઇવર” પોતાના જીવ ગુમાવે છે. 4,242 બાળકો મુસાફરો તરીકે અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2,232 બાળકો રસ્તા પર ચાલતી વખતે કચડી નાખવામાં આવ્યા હતા.

સગીરોના અકસ્માતમાં માતા પિતાને પણ જવાબદાર માનવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ સગીરને વાહન આપવું અને કોઈ અકસ્માત સર્જાય તો તેના વાલીને રૂ. 25 હજાર સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત આર્થિક દંડ અને જેલ પણ થઈ શકે છે. 18 વર્ષના ન થયા હોય છતાં તેમને વાહન ચલાવવા માટે આપી દેતા હોય છે.

● અમદાવાદમાં સગીર વાહન ચાલકોની સંખ્યામાં મોટો વધારો

અમદાવાદમાં 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો દ્વારા રસ્તા પર બેફામ ઝડપે વાહન હંકારવાની ઘટનાઓ જીવલેણ બની છે.
શાળા અને ટ્યુશન ક્લાસ બહાર પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવી હતી.

2025માં અકસ્માતમાં 2 અકસ્માત એવા હોય છે જેમાં ભોગ બાળકોનો લેવાયો હોય છે. નાની ઉંમરે ડ્રાઇવિંગ કરનાર સગીરના મામલાઓમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં 13 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી,2024માં અમદાવાદ વાહન વ્યવહાર વિભાગે સગીર વાહન ચલાવતા હોય એવા 600 વાહન ચલાવવાના પરવાના બરતરફ કર્યા હતા.

જેમાં ફેટલના 44 કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરેલા હતા. ઓવર સ્પીડમાં ચલાવનાર 120 વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરેલા હતા. ડેન્જર ડ્રાઇવિંગના 270 કેસ, હેલ્મેટ વગરના 50 કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. 50 લોકોને નોટિસ આપવામાં આવી હતી. જવાબ ન આવે તો 3થી 6 મહિનામાં પરવાના રદ કરી દેવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં 3 ત્રણ વર્ષમાં તમામ પ્રકારના 3899 અકસ્માતમાં 1277ના મોત થયા હતા. જેમાંથી 70 ટકા અકસ્માત એટલે કે 2730 અકસ્માત ઓવરસ્પીડિંગના કારણે થયા હતા. છેલ્લા દોઢ વર્ષમાં ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડિંગના 91 હજાર કેસ કરી 18.58 કરોડ દંડ ફટકાર્યો હતો,ઉત્તર પ્રદેશમાં નાબાલીક બાળકો પકડાય તો રૂ. 25 હજારનો દંડ થાય છે.

● નવી યોજના શુ છે?

2026માં જીવલેણ વાહન અકસ્માતોને અટકાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વાહનો વાયરલેસ રીતે એકબીજા સાથે ડેટાની આપલે કરે એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી હોવાનું જાહેર કર્યું હતું. અકસ્માત થતા પહેલા ડ્રાઈવરને તેની જાણ થઈ જશે.

વાહનો એકબીજા સાથે હાઈ-સ્પીડ રેડિયો સિગ્નલ દ્વારા જોડાયેલા રહેશે. આગળ જઈ રહેલી કાર અચાનક બ્રેક મારે અથવા તેનું ટાયર ફાટે તો પાછળની કારના ડેશબોર્ડ પર મિલિસેકન્ડમાં એલર્ટ આવી જશે.

આ ટેકનોલોજી હાઈવે પર થતા ‘ચેઈન બ્લાસ્ટ’ જેવા સામૂહિક અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થશે,30 GHz રેડિયો ફ્રીકવન્સી બેન્ડ ફાળવવાની મંજૂરી આપી હતી. સિસ્ટમ મોબાઈલ ઈન્ટરનેટ વગર સીધા રેડિયો સિગ્નલ પર કામ કરે છે.

ટ્રાફિક સિગ્નલ અને કેમેરા વાહન સાથે વાત કરશે. સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટથી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે. અને બળતણની પણ બચત થશે. જૂના વાહનોમાં લગાવી શકાશે. નવા લોન્ચ થનારા વાહનોમાં ઇનબિલ્ટ હશે.

● બાળકોના થતા અકસ્માત

તમામ પ્રકારના અકસ્મતોમાં 2019માં, 13 વર્ષથી ઓછી ઉંમરના 600 બાળકો મોટર વાહન અકસ્માતમાં કરુંણ મોત થયા અને 91 હજાર ઘાયલ થયા હતા,મૃત્યુ પામેલા લોકોમાંથી 43 ટકા 8થી 12 વર્ષની વયના હતા. 41 ટકા 4થી 7 વર્ષની વયના હતા, અને 27 ટકા 4 વર્ષથી ઓછી ઉંમરના હતા.

● અકસ્માતના બનાવોમાં દારૂ પણ એક કારણ

દેશમાં 2019માં, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 23 ટકા મૃત્યુ નશામાં વાહન ચલાવનારાઓને કારણે થયા હતા. આ મૃત્યુમાંથી 64 ટકા મૃત્યુ બાળકના પોતાના વાહન ચલાવનારાઓને કારણે થયા હતા. 58 ટકા બાળકોને કોઈ નુકસાન થયું ન હતું.

આમ,સંતાનને વાહન આપતા પહેલાં દરેક વાલીઓએ આ આંકડા વાંચી લેવા જોઈએ. બાળકને વાહન આપવું સુવિધા નહીં પણ ભૂલ છે તે વાત સમજાય તોય ઘણુ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading
Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 3 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 5 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!