કોલકાતા રેપ-હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચૂકાદોઃ દોષિત સંજય રોયને આજીવન કેદ

  • India
  • January 20, 2025
  • 0 Comments

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત જાહેર થયેલા સંજય રોયને કોર્ટે સજા ફટકારી છે. કોલકાતાની સ્પેશિયલ કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દોષિત સંજય રોય પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે મૃતકના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો છે. કોર્ટમાં પીડિતાના માતા-પિતાએ કહ્યું કે અમને કોઈ વળતર જોઈતું નથી.

ચુકાદો આપતા પહેલા, કોર્ટે પીડિતાના માતા-પિતાને કેસ પર તેમનું અંતિમ નિવેદન આપવાની મંજૂરી આપી હતી. આ પછી ખાસ કોર્ટના ન્યાયાધીશે કેસમાં સજા સંભળાવી. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2024 માં કોલકાતાના હોસ્પિટલ પરિસરમાં તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના જજ અનિર્બાન દાસે 18 જાન્યુઆરીએ રોયને દોષિત ઠેરવ્યો હતો.

9 ઓગસ્ટના રોજ મૃતદેહ મળી આવ્યો હતો

વર્ષ 2024ની 9 ઓગસ્ટે સવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કેમ્પસના સેમિનાર હોલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની શરૂઆતમાં કોલકાતા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેણે રોયની ધરપકડ કરી હતી. જોકે, ગુનાની તારીખના પાંચ દિવસ પછી સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ શહેર પોલીસે રોયને કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને સોંપી દીધો હતો. આ કેસમાં સુનાવણી પ્રક્રિયા વર્ષ 2024માં 11 નવેમ્બરે શરૂ થઈ હતી.

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views

  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત