Nepal News: નેપાળમાં ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 18ના મોત, વિદેશી પ્રવાસીઓ સહિત 24 ઘાયલ

  • World
  • February 23, 2026
  • 0 Comments

Nepal News: પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પ્રવાસી બસ નેપાળના ધાડિંગ જિલ્લામાં ત્રિશુલી નદીમાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ઘટના બાદ નેપાળ સેના, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા બચાવ કામગીરીમાં હાથ ધરાઈ છે, પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.

વિગતો મુજબ આજે સોમવારે વહેલી સવારે નેપાળના ધાડિંગ જિલ્લામાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક પ્રવાસી બસ ત્રિશુલી નદીમાં અકસ્માતે ખાબકતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના ભારતીય સમય (IST) અનુસાર મોડી રાત્રે 1 વાગ્યે ચિન્નાધરા વિસ્તાર નજીક બની હતી. બસમાં આશરે 40 થી 45 મુસાફરો સવાર હતા, જેમાં કેટલાક વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

મૃતકોમાં છ મહિલાઓ અને ૧૧ પુરુષ મુસાફરોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલાઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે,ઘાયલોમાં 8 મહિલાઓ, 18 પુરુષો અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે.

■ અકસ્માત કેવી રીતે થયો?

બસ પૃથ્વી હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બેનીઘાટ રોરાંગ ગ્રામીણ મ્યુનિસિપાલિટી-5 ના ભૈસેપતિ વિસ્તાર નજીક વળાંક ઉપર અચાનક બસ ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ હાઇવેથી લગભગ 300 મીટર નીચે ઉતરી ગઈ અને બેકાબુ બસ નદીમાં ખાબકી હતી. બસ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત મળી આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હોવાનું અથવા રસ્તાની સ્થિતિ ખરાબ હોવાનું અનુમાન છે. બસમાં ઓવરલોડ હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. વહીવટીતંત્રે મૃતકોની ઓળખ કરી તેઓના પરિવારજનોને જાણ કરી છે.

આ અકસ્માત મોડી રાત્રે થયો હોય બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ, નેપાળ પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. હાઇવે રેસ્ક્યુ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ રાજકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંધારું અને નદીના પ્રવાહને કારણે બચાવ કાર્ય માટે પડકારો ઉભા થયા હતા.
આ ઘટનાને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત
  • July 15, 2026

Adani US Bribery Case: અમેરિકાની એક સંઘીય અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?

  • July 18, 2026
  • 1 views
Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?

Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

  • July 17, 2026
  • 5 views
Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 9 views
India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

  • July 17, 2026
  • 13 views
US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

  • July 17, 2026
  • 11 views
RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 9 views
Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?