FBI: ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટમાં ગન લઈને ઘૂસેલા 20 વર્ષના યુવકને સુરક્ષાકર્મીઓએ ઠાર કર્યો!

  • World
  • February 22, 2026
  • 0 Comments

FBI: ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો (Mar-a-Lago) રિસોર્ટમાં ગન લઈને ઘૂસેલા શંકાસ્પદ યુવકને સુરક્ષાકર્મીઓએ ગોળી મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.જોકે આ ઘટના સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્યાં હાજર ન હતા પણ રાજધાની વોશિંગ્ટનમાં હતા.ટ્રમ્પની સિક્રેટ સર્વિસે જણાવ્યું કે એક 20 વર્ષનો જણાતો યુવક શોટગન જેવું હથિયાર અને ફ્યુઅલ કેન લઈને પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

રિસોર્ટના નોર્થ ગેટ પરથી એક કાર બહાર નીકળી રહી હતી, તે જ સમયે યુવકે કારની આડમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે સીક્રેટ સર્વિસના બે એજન્ટોએ તેને રોક્યો અને તેને હથિયાર તથા કેન નીચે મૂકી દેવા કહ્યું. યુવકે કેન તો નીચે મૂકી દીધું, પરંતુ શૉટગનને ગોળી ચલાવવાની પોઝીશનમાં ઊંચી કરી લીધી.

ત્યારબાદ સુરક્ષા કર્મીઓએ કરેલા ફાયરીંગમાં તેનું મોત થઈ ગયું.આ યુવકની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેના પરિવારે થોડા દિવસો પહેલા જ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તે નોર્થ કેરોલિનાથી દક્ષિણ તરફ આવ્યો હતો અને રસ્તામાં જ તેણે શૉટગન ખરીદી હતી. તેની કારમાંથી ગનનું બોક્સ પણ મળી આવ્યું હતું.

જોકે,આ ઘટના બની તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં હાજર હતા. સામાન્ય રીતે તેઓ પરિવાર સાથે વીકેન્ડ પર માર-એ-લાગોમાં સમય વીતાવે છે પણ આ રવિવારે તેઓ ત્યાં હાજર ન હતા.મૃતકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ મામલે તપાસ ચાલુ છે.

યુએસ સિક્રેટ સર્વિસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સવારે સ્થાનિક સમય મુજબ લગભગ 1:30 વાગ્યે બની હતી. શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક શોટગન અને ફ્યુઅલનો ડબ્બો મળી આવ્યો છે. મૃતકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.માર-એ-લાગો ટ્રમ્પના “વિન્ટર વ્હાઇટ હાઉસ” તરીકે ઓળખાય છે અને ત્યાં સુરક્ષા અત્યંત કડક છે. આ ઘટનાને સુરક્ષા ભંગ માનવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ, FBI અને સ્થાનિક પોલીસે વિસ્તારને ઘેરી લઈ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત
  • July 15, 2026

Adani US Bribery Case: અમેરિકાની એક સંઘીય અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

  • July 17, 2026
  • 3 views
Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 6 views
India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

  • July 17, 2026
  • 11 views
US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

  • July 17, 2026
  • 11 views
RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 9 views
Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?

Punjab Economic Reform: પંજાબનું ₹4 લાખ કરોડ દેવું! આર્થિક સુધારા વગર સંકટ કેવી રીતે દૂર થશે?

  • July 17, 2026
  • 5 views
Punjab Economic Reform: પંજાબનું ₹4 લાખ કરોડ દેવું! આર્થિક સુધારા વગર સંકટ કેવી રીતે દૂર થશે?