Epstein Files: એપ્સ્ટેઇનનું વિમાન ‘લોલિતા એક્સપ્રેસ’ ભંગારમાં સડી રહ્યું છે! વિમાનમાંથી મળી ઐયાસીની તસવીરો!

  • World
  • February 23, 2026
  • 0 Comments

Epstein Files: બાળ યૌન શોષણ અપરાધી જેફરી એપ્સ્ટેઇનનું ખાનગી જેટ, “લોલિતા એક્સપ્રેસ”, જ્યોર્જિયાના એક ભંગારખાનામાં સડી રહ્યું છે. પરંતુ આ જર્જરિત વિમાનમાં જાણે આજેપણ માનવ તસ્કરી અને સેક્સનો ભોગ બનેલી નિર્દોષ બાળકીઓની ચીસો સંભળાય છે એ બાળકીઓ પર આચરવામાં આવેલી ક્રૂરતાના પુરાવા આજેપણ જોવા મળે છે.

હકીકતમાં, ‘ધ પોસ્ટ’ દ્વારા આ વિમાનની અંદર છુપાયેલા ભયાનક રહસ્યો જાહેર કરાયા છે, જેણે ફરી એકવાર જાતીય અપરાધી એપસ્ટેઇનના વિકૃત સામ્રાજ્યની કાળી વાસ્તવિકતા છતી કરી છે.

જેફરી એપ્સ્ટિનના આ ખાનગી જેટ, ‘લોલિતા એક્સપ્રેસ’,નો ઉપયોગ એક સમયે વિશ્વભરમાંથી 17 વર્ષ કરતા નાની ઉંમરની છોકરીઓને ટાપુ પર લઈ જવા અને લાવવા માટે  થતો આ એક માનવ તસ્કરી હતી જેમાં માસૂમ બાળકીઓને કોઈને કોઈ બહાને ફસાવી તેને સેક્સ રેકેટમાં ધકેલી દેવામાં આવતી હતી,હાલ આ વિમાન કાટ ખાઈ ગયું છે જેના નવા ફોટા દર્શાવે છે કે જેટ કાટ લાગી રહ્યો છે અને બહારનો સ્લેબ તૂટી ગયો છે,N908JE નામના આ વિમાનના છેલ્લા બે અંકો અપરાધી જેફરી એપ્સ્ટિનના નામ સાથે જોડાયેલા છે.

વિમાનના બાથરૂમમાંથી લોશન અને પાવડર મળી આવ્યો

ધ પોસ્ટની મુલાકાત દરમિયાન સૌથી ચોંકાવનારી શોધ એ હતી કે જોહ્ન્સન બ્રાન્ડનું બેબી લોશન અને પાવડર વિમાનના બાથરૂમ કેબિનેટમાં છુપાયેલું મળી આવ્યું હતું. બાથરૂમની અંદર બેબી પ્રોડક્ટ્સ મળી આવી હતી.

માસૂમ બાળકીઓને હવસખોરો વિમાનમાં આજ બેડ ઉપર ચૂંથતા હતા!

થોડા પગલાં આગળ જેટનો એકમાત્ર બેડરૂમ છે, જ્યાં ત્રણ ઇમરજન્સી એર માસ્ક ઉપર લટકાવેલા છે અને એક કિંગ-સાઇઝ ગાદલું હજુ પણ નરમ સફેદ કમ્ફર્ટરથી સરસ રીતે ઢંકાયેલું છે. બેડ અને ગાદીવાળું ફ્લોર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું જેથી એપસ્ટેઇન અને તેના મિત્રો ફ્લાઇટ દરમિયાન સેક્સ કરી શકે,આ બેડ ઉપર અનેક માસૂમ બાળકીઓની બુઢ્ઢા એપસ્ટેઇન અને તેના ઘરડા મિત્રોએ નફ્ફટ બનીની ઈજ્જત લૂંટી હશે.

અન્ય રૂંવાટા ઉભા કરનારા અવશેષોમાં નાઈટસ્ટેન્ડમાં છુપાયેલો તૂટેલો સેટેલાઇટ ફોન,ગંદો થઈ ગયેલો ટુવાલ અને એપસ્ટેઇનના ખાનગી વિમાનના ટેલ નંબરવાળા પેપર નેપકિનનો સમાવેશ થાય છે,વિમાનમાં પણ સેક્સ કરવામાં આવતો હોવાના પુરાવા અહીં જોવા મળ્યા,વિમાનમાં ખાલી પાણીની બોટલો, ઇન્સ્ટન્ટ કોફી કેન અને અન્ય રોજિંદા વસ્તુઓ જેટમાં આજેપણ ધૂળ જામેલી હાલતમાં પથરાયેલી પડી છે, જ્યારે છાજલીઓ, ફાઇલિંગ કેબિનેટ અને ડ્રોઅર હજુ પણ ફ્લાઇટ મેન્યુઅલ અને અન્ય ઉડ્ડયન દસ્તાવેજો ધરાવતા પુસ્તકો અને ફાઇલોથી ભરેલા છે.

જ્યાં આ વિમાન પડ્યું છે તે સ્ક્રેપયાર્ડના માલિકે ધ પોસ્ટને કહ્યું, “આ લગભગ 60 વર્ષ જૂનું વિમાન છે જે હવે ફરી ક્યારેય ઉડાન ભરી શકશે નહીં તેનું એક કારણ એ પણ છે કે આ વિમાનના ત્રણેય એન્જિન 2016 માં કાઢી લેવામાં આવ્યા હતા. આ વિમાન અહીં 10 વર્ષથી પડેલું છે. તેનું ફરીથી સમારકામ કરવું એક મોટું અને ખર્ચાળ કાર્ય છે.

આમ,એક સમયે દુનિયાભરમાંથી માસૂમ છોકરીઓની તસ્કરી અને વિમાનમાંજ ઈજ્જત લૂંટવાથી લઈ વૈભવી ટાપુઓ ઉપર આવન જાવન કરતું આ વિમાન આજે કાટમાળમાં ફેરવાઈ રહ્યું છે જેમાં આજેપણ જાણે માસુમોની ચીસો સંભળાય છે.

■એપસ્ટેઇનના ટાપુઓ ઐયાસીઓ અડ્ડો હતા જ્યાં વિમાન માર્ગે જઈ શકાતું હતું.

એપસ્ટેઇનનો ટાપુ (લિટલ સેન્ટ જેમ્સ અને ગ્રેટ સેન્ટ જેમ્સ) યુએસ વર્જિન આઇલેન્ડ્સમાં સ્થિત જેફરી એપસ્ટેઇનની ખાનગી માલિકીના ટાપુઓ છે, આ સ્થળો પર 12 વર્ષથી 17 વર્ષ સુધીની છોકરીઓનું જાતીય શોષણ થયાનું સામે આવ્યું છે.

ટાપુઓ કેરેબિયન સમુદ્રમાં યુએસ વર્જિન આઇલેન્ડ્સમાં સેન્ટ થોમસથી લગભગ બે માઇલ દૂર આવેલા છે,જેફરી એપસ્ટેઇન મુખ્યત્વે લિટલ સેન્ટ જેમ્સ અને નજીકના ગ્રેટ સેન્ટ જેમ્સ નામના બે ટાપુઓનો માલિક હતો આ ટાપુઓને ઘણીવાર “પેડોફાઇલ આઇલેન્ડ” (Pedophile Island) તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં એપસ્ટેઇન દ્વારા સગીરોનું શોષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી.

છેલ્લે એપસ્ટેઇનના મૃત્યુ બાદ આ ટાપુઓ વેચાણ માટે મૂકવામાં આવ્યા હોવાની લેસ્ટેસ્ટ સ્થિતિ હતી,હવે આ વિમાન ક્યારેય આ ટાપુઓ સુધી જઈ શકે તેમ નથી પણ ભૂતકાળના કાળા કારનામા માટે નિમિત્ત બનેલા આ વિમાનમાં આજેપણ માસુમો ઉપર શુ વીતી હશે તેનું મુક સાક્ષી બની કાળની ગર્તામાં ધીરે ધીરે ધકેલાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
  • August 27, 2026

US visa cancellation: ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે અમેરિકાએ ઓછામાં ઓછા 2 લાખ એવા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાની…

Continue reading
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
  • August 22, 2026

US debt 40 trillion: અમેરિકાની અર્થવ્યવસ્થાએ એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક આર્થિક માઇલસ્ટોન પાર કર્યો છે. ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gopal Italia: ખંભાળિયામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, ખેડૂતોની વ્યથા વચ્ચે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર પ્રહાર, “દુષ્કાળ પાણીનો જ નહીં નેતાઓનો પણ”

  • September 1, 2026
  • 3 views
Gopal Italia: ખંભાળિયામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, ખેડૂતોની વ્યથા વચ્ચે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર પ્રહાર, “દુષ્કાળ પાણીનો જ નહીં નેતાઓનો પણ”

SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?

  • September 1, 2026
  • 4 views
SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?

SC NEET Protest FIR: NEET-UG 2026 વિવાદમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત, 20થી 25 જુલાઈના વિરોધ સાથે જોડાયેલી તમામ FIR બંધ કરવાનો આદેશ

  • September 1, 2026
  • 6 views
SC NEET Protest FIR: NEET-UG 2026 વિવાદમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત, 20થી 25 જુલાઈના વિરોધ સાથે જોડાયેલી તમામ FIR બંધ કરવાનો આદેશ

Cyber Crime: મોબાઇલ પર કબજો કરી બેન્ક ખાતું ખાલી કરી શકે એવા ખતરનાક Android એપ્સથી સાવધાન, I4Cની મોટી ચેતવણી

  • September 1, 2026
  • 5 views
Cyber Crime: મોબાઇલ પર કબજો કરી બેન્ક ખાતું ખાલી કરી શકે એવા ખતરનાક Android એપ્સથી સાવધાન, I4Cની મોટી ચેતવણી

SIR Voter List 2026: SIRના ત્રીજા તબક્કામાં 6.15 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી બહાર, દિલ્હીમાં સૌથી મોટો 32.7% ઘટાડો

  • September 1, 2026
  • 6 views
SIR Voter List 2026: SIRના ત્રીજા તબક્કામાં 6.15 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી બહાર, દિલ્હીમાં સૌથી મોટો 32.7% ઘટાડો

PM Modi Rahul Gandhi: ઇન્સ્ટાગ્રામ પર PM મોદીની ‘જૂઠની ગૂંજ’ ટિપ્પણીથી રાજકીય ગરમાવો, 7.8% GDP વૃદ્ધિ વચ્ચે રાહુલ ગાંધી પર નિશાન ?

  • September 1, 2026
  • 6 views
PM Modi Rahul Gandhi: ઇન્સ્ટાગ્રામ પર PM મોદીની ‘જૂઠની ગૂંજ’ ટિપ્પણીથી રાજકીય ગરમાવો, 7.8% GDP વૃદ્ધિ વચ્ચે રાહુલ ગાંધી પર નિશાન ?