Mexico: ડ્રગ માફિયા ડોન મેન્ચોના એન્કાઉન્ટર બાદ મેક્સિકો ભડકે બળ્યું! ભારતીયોને સતર્ક રહેવા એડવાઈઝરી જાહેર!

  • World
  • February 23, 2026
  • 0 Comments

Mexico: મેક્સિકન સેનાએ દેશના સૌથી મોટા ડ્રગ કાર્ટેલના લીડરને ઠાર મારતા તોફાનો ફાટી નીકળ્યા છે,નેમેસિયો રુબન ઓસેગુએરા સર્વેન્ટેસ ઉર્ફે અલ મેન્ચો જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)નો લીડર હતો અને દુનિયાના મોસ્ટ વોન્ટેડ ગુનેગારો પૈકીનો એક હતો,સંરક્ષણ મંત્રાલય અનુસાર, જલિસ્કોમાં સેનાની કાર્યવાહી દરમિયાન તે ઘાયલ થયો હતો જેથી તેને એરલિફ્ટ કરીને મેક્સિકો ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું.

મેક્સિકોના રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ મેન્ચોને પશ્ચિમી દરિયાકાંઠાના રાજ્ય જલિસ્કોના તપલપા શહેરમાંથી પકડી લેવામાં આવ્યો હતો,આ શહેર લગભગ 20,000 વસ્તી ધરાવે છે, જ્યાં તેનું કાર્ટેલ શરૂ થયું હતું અને સક્રિય હતું. સૈનિકો સાથેની અથડામણમાં અલ મેન્ચો ઘાયલ થયો અને સારવાર માટે મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં તેનું મૃત્યુ થયુ હતું.

ડ્રગ્સ ડોન મેન્ચોના મોત બાદ જલિસ્કો સહિતના રાજ્યોમાં અલ મેન્ચોના સમર્થકો દ્વારા હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. કેટલીક જગ્યાએ વાહનોમાં આગચંપી થતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા, આ કાર્ટેલને સિનાલોઆ કાર્ટેલ જેટલું જ શક્તિશાળી માનવામાં આવે છે, જે મેક્સિકોના સૌથી બદનામ ક્રિમિનલ ગ્રુપમાંથી એક છે. તેની હાજરી અમેરિકાના 50 રાજ્યોમાં છે,ઉલ્લેખનીય છે કે અમેરિકી સરકારે અલ મેન્ચો ઉપર 136 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું.

નાગરિકોની સુરક્ષા માટે ભારતીય દૂતાવાસે માર્ગદર્શિકા જાહેર કરી છે.

ભારતીય દૂતાવાસે નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહી મીડિયાના અહેવાલોનું અપડેટ મેળવતા રહેવા અપીલ કરી છે. ઉપરાંત કટોકટીના સમયે સ્થાનિક હેલ્પલાઈન નંબર 911 અથવા ભારતીય દૂતાવાસના ખાસ નંબર +52 55 4847 7539 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રવાસીઓને પોતાની સુરક્ષા અંગેની જાણકારી પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા કે ફોન દ્વારા સતત આપતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. મેક્સિકોમાં હાલ જે રીતે સુરક્ષા અભિયાનો ચાલી રહ્યા છે, તેને જોતા બિનજરૂરી અવરજવર ટાળવા સલાહ અપાઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત
  • July 15, 2026

Adani US Bribery Case: અમેરિકાની એક સંઘીય અદાલતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?

  • July 18, 2026
  • 3 views
Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?

Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

  • July 17, 2026
  • 5 views
Malan River Illegal Sand Mining: માલણ નદી બચાવો આંદોલન, ગુજરાતમાં નદીના 30 હજાર રેતી ચોર પકડાયા

India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 9 views
India Education System: પેપર લીકથી વૈશ્વિક રેન્કિંગ સુધી, શિક્ષણ ક્ષેત્રે ભારત ક્યાં પાછળ પડી રહ્યું છે?

US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

  • July 17, 2026
  • 13 views
US 100% Tariffs on India: અમેરિકાનો ભારતને મોટો ઝટકો! 100% ટેરિફ બિલ પર કેમ ચૂપ છે મોદી સરકાર?

RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

  • July 17, 2026
  • 11 views
RSS registration controversy: વિદેશમાં કાયદાનું પાલન, તો ભારતમાં કેમ નહીં? RSS ના રજિસ્ટ્રેશન પર ગરમાઈ ચર્ચા

Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?

  • July 17, 2026
  • 9 views
Indian Navy Warship Gap: શું ભારત દરિયાઈ સુરક્ષામાં પાછળ પડી રહ્યું છે?