College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!

College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં શુ કરે છે? કે તેઓ પાસે બેસીને તેઓને વાત કરવાનો કોઈ પાસે સમય નથી આવા સમયે બાળકો ખોટું પગલું ભરી બેસે ત્યારે હાહાકાર મચી જાય છે અને ક્યારેક વહાલસોયાને કાયમ માટે ખોવાનો વારો આવે છે.

આવીજ એક ઘટના સુરતમાં બની છે જે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે,સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓ જ્યોત્સના ચૌધરી અને રોશની શિરસાઠેના મૃતદેહ મળી આવ્યા.

આ બન્ને વિદ્યાર્થીનીઓ કોલેજમાં સ્ટડી કરતી હતી તો અહીં કેવી રીતે આવી? શુ તેઓએ સ્વેચ્છાએ અંતિમ પગલું ભર્યું કે કોઈ દબાણ હતું કે પછી હત્યાનો બનાવ છે કે પછી તેઓના મોતનું કારણ શું હતું? તે એક કોયડો બની ગયો છે કારણ કે પોલીસને એવી કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી ત્યારે આ કેસ જટિલ બની ગયો છે.

પોલીસને જે પણ મળ્યું તેમાં મૃતક રોશની શિરસાઠેના મોબાઈલમાં ChatGPT પર સર્ચ કરેલું ‘How to commit Suicide!’ મળ્યું છે સાથે સાથે કથિત આત્મહત્યાના પુરાવામાં અને ઇન્જેક્શન તથા ઝેરની બોટલ મળી છે પણ ઘણા સવાલો હજુ ઉભા છે.

ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી 7 માર્ચના રોજ સવારે 7 વાગ્યે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ઉપરા ઉપરી ફોન અને મેસેજ કરવા છતાં તેઓએ ફોન નહિ ઉપાડતા
ચિંતામાં આવી ગયા હતા રોજ 12:30 કલાકે ઘરે આવી જતી દીકરીઓ 1:30 સુધી નહીં આવતા ખૂબજ લાંબા સમય સુધી શોધખોળના અંતે ડીંડોલી પોલીસને જાણ કરાય છે અને મોબાઈલ ટ્રેસ કરતા લોકેશન સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરનું આવતા પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા જ્યાં મંદિરના પરિસરમાંથી તેમનું સ્કૂટી મળે છે પણ યુવતીઓનો આખા મંદિરમાં ક્યાંય પત્તો મળતો નથી પણ એક બાથરૂમની લાઈટ ચાલુ જણાતા તે બાથરૂમનો દરવાજો પોલીસની હાજરીમાં તોડી તપાસ કરતા બંને બેભાન જેવું લાગતા તેમને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરે બન્નેને મૃત જાહેર કરતા પરિવારજનો પડી ભાંગે છે, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બન્નેના મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે પણ આ ઘટનાને લઈ ભારે સનસનાટી મચી ગઇ છે બન્નેના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને આમ અચાનક બની ગયેલા આ બનાવને લઈ આઘાતમાં સરી પડયા છે.

જ્યોત્સના ચૌધરી અને રોશની શિરસાઠે આ બન્ને યુવતીઓ નાનપણની મિત્ર હતી અને પહેલા ધોરણથી લઈ 12 ધોરણ સુધી સાથેજ ભણી છે જેથી ખુબજ ક્લોઝ ફ્રેન્ડ હતી તેઓ કોલેજમાં આવ્યા બાદ જુદા પડ્યા હતા આ માહિતી મૃતકના પરીવારજનોએ આપી હતી.
પોલીસે મંદિરના CCTV ચેક કરતા બન્ને બહેનપણી મંદિરના બાથરૂમ તરફ જતી દેખાય છે અને બાથરૂમમાંથી ઇન્જેક્શન તેમજ દવાની બોટલ મળી આવતા પોલીસે બન્ને યુવતીઓના મોબાઈલ સહિત બાથરૂમમાંથી મળેલા ઈન્જેક્શન તેમજ બોટલો કબ્જે લઈ FSLની મદદ લઇ તપાસ હાથ ધરી છે,આ ઘટનાને લઈ અનેક રહસ્યના તાણાવાણા સર્જાયા છે ત્યારે પોલીસ તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે પણ આ કિસ્સો સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?