Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!

  • India
  • March 10, 2026
  • 0 Comments

Iran War: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા શરૂ કર્યા બાદ દુનિયાભરમાં ગેસ અને ક્રૂડ ઓઇલની અછત ઉભી થતા હવે તેની અસરો ભારતીય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે અને 2 દિવસ પહેલા સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે જેમાં ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા બાદ બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે.આમ,હવે તેની સીધી અસર નાગરિકો સુધી દેખાઈ રહી છે.સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ને આ માહિતી આપી છે.સરકારનું માનવું છે કે વેઇટિંગ પિરિયડને 25 દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તો બે દિવસ અગાઉ સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર 60 રૂપિયા વધારો કર્યો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામનું LPG ગેસ સિલિન્ડર હવે 913 રૂપિયામાં લેવા લોકો મજબૂર બન્યા છે, અગાઉ આ ભાવ 853 રૂપિયા હતો. બીજી તરફ, 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તે હવે 1883 રૂપિયામાં મળી રહ્યું છે.

આ પહેલા પણ સરકારે 8 એપ્રિલ 2025ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો.અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં ગેસની અછત સર્જાવાની આશંકા વ્યક્ત થઈ રહી છે જેની ઉદ્યોગો ઉપર પણ મોટી અસર પડી છે અને મોટી સંખ્યામાં રોજગારીની સમસ્યા ઉભી થઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ
    • August 24, 2026

    Atishi AAP to Rekha Gupta: દિલ્હી-NCR વિસ્તારમાં સોમવારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદની અસર ટ્રાફિક વ્યવસ્થા પર પણ પડી અને અનેક માર્ગો પર વાહનોની…

    Continue reading
    Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન
    • August 24, 2026

    Ram Mandir controversy: ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં રામ મંદિર સાથે જોડાયેલા કથિત ચઢાવા અને નાણાંના ગેરઉપયોગના આરોપોને લઈને વિવાદ ફરી ગરમાયો છે. ફૈઝાબાદ બાર એસોસિએશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ

    • August 24, 2026
    • 2 views
    Atishi AAP to Rekha Gupta: આભાર રેખા ગુપ્તાજી! દિલ્હીના બાળકો માટે ફ્રી સ્વિમિંગ પૂલની વ્યવસ્થા કરાવવા બદલ, CM રેખા ગુપ્તા પર AAPનો મોટો કટાક્ષ

    Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન

    • August 24, 2026
    • 3 views
    Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન

    Manipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’

    • August 24, 2026
    • 6 views
    Manipur NRC: મણિપુરમાં જનગણના પહેલાં NRC મુદ્દે ફરી મતભેદ, કુકી-ઝો કાઉન્સિલે માંગને ગણાવી ‘ઉતાવળી અને અયોગ્ય’

    Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ

    • August 24, 2026
    • 8 views
    Government School Reality: ગૌશાળામાં ચાલતી સરકારી શાળાથી લઈને જર્જરિત ઈમારતો સુધી, ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનથી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ

    Rajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ

    • August 24, 2026
    • 9 views
    Rajat Singh FIR UP school: સરકારી શાળાની જર્જરિત હાલતનો વીડિયો બનાવ્યો, યુવા કાર્યકર્તા રજત સિંહ સામે FIR: UPમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ

    BJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિત

    • August 24, 2026
    • 8 views
    BJP caste equation: BJPની નવી ટીમમાં 50%થી વધુ ‘સવર્ણ’ નેતાઓ, 17 મુખ્યમંત્રીઓનું પણ મોટું ગણિત