ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં રસ હોય છે પણ બધા લાંચ આપવા વાળા સરખા નથી હોતા ક્યારેક કોઈ માથાનો ભટકાય જાય ત્યારે ઈજ્જત અને નોકરી દાવ પર લાગી જાય છે.આવાજ પ્રકારના એક કિસ્સામાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની લાંચની માંગણી કરતા આ રકમ આપવા ફરિયાદી તૈયાર થઈ ગયા પણ સાથે ACBની ટીમને પણ લેતા ગયા જેમાં કેતન દવે લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા IBનો PI કક્ષાનો અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હોવાની ઘટનાએ સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.કારણ કે ગુપ્તચર વિભાગમાં આ વાત ખૂબજ ગંભીર અને મોટી ગણાય છે.

વિગતો મુજબ ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન હતું જ પણ તેઓ દ્વારા આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા માટે અરજી કરી હતી જે એક સરકારી પ્રક્રિયા હોય છે જેમાં આ અરજી પર સકારાત્મક અભિપ્રાય આપવા માટે PI કેતન દવેએ ફરિયાદી પાસે રૂ.80,000ની લાંચ માંગતા તેઓએ ACBને જાણ કરી હતી ત્યારબાદ નક્કી થયા મુજબ ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે ફરિયાદી પોતાની ગાડી લઈને આવી ગયા અને ત્યાં PI કેતન દવે પહોંચ્યા હતા અને ગાડીની અંદર બેસી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી.

પીઆઇ દવેએ 80,000 રૂપિયાનીની રકમ હાથમાં લીધી તરત જ વોચમાં રહેલી ACBની ટીમે PI દવેને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા,કેતન દવે ગાંધીનગરના સરગાસણ ટીપી 9 ખાતેની એક સોસાયટીમાં રહેતા હોય તેઓ નજીકમાં જ પૈસા લેવા પહોંચ્યા હતા પણ ઝીલાઈ ગયા હતા.

આમ,પોતે ગુપ્તચર વિભાગમાં PI જેવા હોદ્દા ઉપર હોવાછતાં તેઓને તેમનો પોતાનો ખેલ થઈ જવાનો છે તેની ભણક સુદ્ધાં આવી ન હતી.PI કેતન દવેને ડીવાયએસપીનું પ્રમોશન મળવાનું હતું. જેઓનું મેરીટમાં બીજા ક્રમાંકે નામ પણ છે ત્યારે હવે તેઓ લાંચ લેતા ઝડપાતા તેઓની કારકિર્દી જોખમમાં મુકાઈ છે.આ બનાવે સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
    • September 29, 2026

    Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

    Continue reading
    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
    • September 28, 2026

    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    • September 30, 2026
    • 9 views
    Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    • September 30, 2026
    • 6 views
    Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    • September 30, 2026
    • 7 views
    Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    • September 30, 2026
    • 8 views
    SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    • September 29, 2026
    • 6 views
    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 8 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત