Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !

  • India
  • March 17, 2026
  • 0 Comments

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે. આમાંથી સોફિયા ફિરદોસ સૌથી વધુ ચર્ચામાં રહયા છે, બે દિવસ પહેલા સોફિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બીજુ જનતા દળ (BJD) ના ઉમેદવારને ટેકો આપવાના પક્ષના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા હવે તેઓએ પક્ષની મર્યાદા તોડીને ભાજપના સમર્થનમાં મતદાન કર્યું છે.

બે દિવસ પહેલા સોફિયાએ કહ્યું હતું કે, “કયા ઉમેદવારને ટેકો આપવો તે નક્કી કરતી વખતે અમારી સાથે ન તો સલાહ લેવામાં આવી હતી કે ન તો અમારી સંમતિ માંગવામાં આવી હતી. ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ટેકો જાહેર કર્યા પછી જ કોંગ્રેસે ઉમેદવારને ટેકો આપ્યો હતો.”

કોંગ્રેસના નિર્ણય પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, “આ સંયુક્ત ઉમેદવાર કેવી રીતે હોઈ શકે? તે બીજેડીનો ઉમેદવાર છે. જો કોંગ્રેસ પાર્ટી આજે આ રાજ્ય ઓડિશામાં છે, તો તે બીજેડી કારણે છે. બીજેડી હંમેશા ભાજપને ટેકો આપે છે. તે ભાજપની ‘બી-ટીમ’ રહી છે. બીજેડી વક્ફ બિલ પર ભાજપને ટેકો આપે છે.” તેમણે કોંગ્રેસ પાર્ટી પર બધાને સાથે લઈને આગળ વધવાનું કામ ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેનાથી દરેક હતાશ છે.

સોફિયા ફિરદોસ કોણ છે?

23 ઓગસ્ટ 1991ના રોજ જન્મેલી સોફિયા ફિરદોસ ઓડિશાના બારાબતી-કટક મતવિસ્તારમાંથી કોંગ્રેસની ધારાસભ્ય છે,તે ઓડિયા મુસ્લિમ સમુદાયની પ્રથમ મહિલા ધારાસભ્ય છે તે ઓડિશાની સહસ્ત્રાબ્દી ધારાસભ્ય પણ છે, 1981થી 1996 વચ્ચે જન્મેલા લોકોને “સહસ્ત્રાબ્દી” ગણવામાં આવે છે.

પિતાના મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે.

સોફિયાનો જન્મ કટકમાં થયો હતો. તે બારાબતી-કટક મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમની પુત્રી છે. મોકીમે 2019 થી 2024 સુધી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી જોકે, અનેક છેતરપિંડીના કેસોને કારણે, ઓડિશા હાઈકોર્ટે તેમનું સભ્યપદ રદ કર્યું અને તેમને 2024ની ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ તેમની પુત્રી સોફિયા ફિરદોસને 2024ની ચૂંટણી માટે ટિકિટ આપી હતી.

સોફિયાએ કટકમાં સેન્ટ જોસેફ ગર્લ્સ હાઇ સ્કૂલ અને રેવેનશો જુનિયર કોલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT) માંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી, 2022 માં તેણીએ IIM બેંગલુરુ ખાતે એક્ઝિક્યુટિવ જનરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.

રાજકારણમાં પ્રવેશતા પહેલા સોફિયા શું કરતા હતા?

રાજકારણમાં પ્રવેશતા પહેલા, સોફિયા એક જાણીતા ઉદ્યોગસાહસિક હતા. તેમણે મેટ્રો ગ્રુપમાં ડિરેક્ટર તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે રિયલ એસ્ટેટ અને એસેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, સોફિયાએ અનેક વ્યવસાય અને ઉદ્યોગ સંગઠનોમાં મુખ્ય હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. તેમણે 2023 થી 2025 સુધી CREDAI ના ભુવનેશ્વર ચેપ્ટરના પ્રમુખ તરીકે સેવા આપી હતી, અને સંસ્થાના શહેર અથવા રાજ્ય ચેપ્ટરનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા બની હતી.

તેમણે 2019 થી 2023 સુધી CREDAI ખાતે CWW પૂર્વ ઝોન સંયોજક તરીકે પણ સેવા આપી હતી. ત્યારબાદ તેમણે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CIIT) ખાતે ભુવનેશ્વર સ્થિત ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ના સહ-અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

સોફિયાએ 8,000 મતોથી ચૂંટણી જીતી હતી.

સોફિયા ફિરદોસે 2024 માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને બારાબતી-કટક મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઓડિશા વિધાનસભાની ચૂંટણી લડી. તેમણે ભાજપના પૂર્ણ ચંદ્ર મહાપાત્રાને 8,001 મતોના માર્જિનથી હરાવ્યા હતા, 2024 ની ચૂંટણી માટેના તેમના સોગંદનામામાં, સોફિયાએ ₹5.24 કરોડની સંપત્તિ જાહેર કરી. તેમણે 2015 માં ઓડિશાના ઉદ્યોગપતિ શેખ મેરાજુલ હક સાથે શાદી કરી હતી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 4 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ