SURAT: શાળાએ ફી ભરવા મુદ્દે દબાણ કરતાં ધો. 8 વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. શાળા દ્વારા ફી ભરવા મુદ્દે દબાણ કરવામાં આવતું હતુ. ફી ભરવાની બાકી હોવાથી વિદ્યાર્થીનીને બહાર ઉભી રાખતાં લાગી આવ્યુ હતુ. જેથી તેના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપાઘાત કરી લેતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બીજી બાજુ શાળા પ્રત્યે લોકોમાં રોષ ભભૂક્યો છે. હાલ પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક શાળામાં શૈક્ષણિક ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીની સાથે અનેક વખત આવો વ્યવહાર કર્યા બાદ આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા છે. જેથી આખરે કંટાળી દીકરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. દીકરીએ આપઘાત કરી લેતાં પરિવાર ઉપર દુ:ખના ડુંગર ખડકાયા છે.

હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવાર સહિત AAP પાર્ટીએ જવાબદારો સામે કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચોઃ પેપર સેટરે વિકલ્પો આપવામાં ભૂલ કરી અને ફી વિદ્યાર્થીઓને ભરાવતી સરકાર!, યુવરાજસિંહે શું કહ્યું?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 2 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 5 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 8 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 6 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?