
Iran War: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સવારે રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં દાવો કર્યો હતો કે અમેરિકાને ઈરાન યુદ્ધમાં જીત મેળવી લીધી છે,તેઓએ ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાનો ધડાકો કર્યો એટલુંજ નહિ નવા પ્રમુખ અમારી સાથે સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવી ઉમેર્યુ કે અમેરિકા પોતાની શરતો ઉપર સમાધાન કરશે.
જોકે,ઈરાને ટ્રમ્પના આ દાવો ફગાવી દઈ તેમને જોકર કહ્યા હતા અને ટ્રમ્પ આખી દુનિયાને પહેલી એપ્રિલે ‘એપ્રિલ ફૂલ’ બનાવી રહયા હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા અને નૌકાદળ ખતમ થઈ ગયું છે. તેમની સૈન્ય તાકાત નબળી પડી ગઈ છે, જેથી આ સૈન્ય અભિયાનનો અમારો મુખ્ય હેતુ પૂરો થવા જઈ રહ્યો છે.
ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી કે જો કરાર નહીં થાય, તો અમેરિકા ઈરાનને ‘સ્ટોન એજ’ એટલે કે ‘પાષણકાળ’માં ધકેલી દેશે. જોકે તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે અને નવું નેતૃત્વ પહેલા કરતા ઓછું કટ્ટર છે, ઈરાનમાં આઇઆરજીસીએ સત્તા હાથમાં લીધી હોવાની વાત સાથે ઇરાન ઇસ્લામિક સ્ટેટમાંથી મિલિટરી સ્ટેટ બની રહ્યુ હોવાની સંભાવના વચ્ચે ટ્રમ્પના નવી લીડરશિપના ઇશારાથી અનેક અટકળો વહેતી થઈ છે.
ટ્રમ્પ એમ કહી રહયા છે કે નવી લીડરશીપ સમાધાન માટે રેડી છે પણ હું મારી શરતો ઉપર સમાધાન કરવા માગું છું.
જોકે,ટ્રામ્પના આ દાવાને ઇરાને ફગાવી દીધો છે મુંબઈ સ્થિત રાજદૂતાવાસે ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું છે કે ટ્વીટ કરવાથી પ્રમુખો બદલાઈ જતા નથી.ઇરાને કહ્યુ કે પહેલી એપ્રિલના રોજ ટ્રમ્પે આખા વિશ્વને આ રીતે જુઠ્ઠું બોલીને ‘એપ્રિલ ફુલ’ બનાવ્યું છે ઇરાને કહ્યું કે તરંગી ટ્રમ્પની હરકતો હાસ્ય કલાકારને પણ શરમાવે તેવી છે. ટ્રમ્પના નિવેદનને ઇરાને ફગાવી દઈ ઉમેર્યુ કે ઇરાને અમેરિકા સાથે કોઈપણ યુદ્ધવિરામની માંગ કરી નથી હજીપણ યુદ્ધ ચાલુજ છે. હોર્મુઝની ખાડી હજી પણ અમારાજ અંકુશમાં છે. આઇઆરજીએસ કમાન્ડરે પણ સત્તા પરિવર્તન અંગેની ટ્રમ્પની વાતોને રદિયો આપ્યો છે. ઇરાનના લશ્કરી પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો અને ઈરાન ઉપર જીત મેળવી હોવાના દાવો કરનાર ટ્રમ્પની મજાક ઉડાવી હતી.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









