Gujarat Politics: વડોદરા ભાજપમાં અસંતોષ; “જ્યાં કામો નહિ ત્યાં વોટ નહિ” જનતામાં આક્રોશ; સેન્સ પ્રક્રિયા દરમિયાન જ ડખ્ખા શરૂ થઈ ગયા!

ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓને પાઠ ભણાવવા વડોદરાની કેટલીક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો!
Gujarat Politics: ગુજરાતમાં 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે ત્યારે વડોદરા શહેર ભાજપે ત્રણ વર્ષ પહેલા સસ્પેન્ડ કરેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કરતા આંતરીક મતભેદ સપાટી ઉપર આવ્યા છે અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને તેઓના સમર્થકોમાં કચવાટ ઉભો થયો છે.

મહત્વનું છે કે અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કર્યાનો આક્ષેપ લાગ્યો હતો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો વોર્ડ નંબર-17ના કાઉન્સિલર અને પૂર્વ મેયર નિલેશ રાઠોડનું કહેવું છે કે જે માણસે પક્ષના જ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકાઓ ફરતી કરીને ભાજપની પ્રતિષ્ઠાને બટ્ટો લગાડ્યો હોય, તેવાને ફરી પાર્ટીમાં લાવી શકાય નહીં. ભાજપે પાર્ટીની પ્રતિષ્ઠાને ધ્યાને લઈને લિંબાચિયાને પુનઃ ટિકિટ ન આપવી જોઈએ, નિલેશ રાઠોડે નારાજગી વ્યક્ત કરતા મીડિયાને કહ્યું હતું કે, ‘મારી સામે પત્રિકા બહાર પાડનાર અલ્પેશ લિબચીયા જો મને સોરી કહેશે તો પણ હું તેને ક્યારેય માફ નહીં કરું.’

આમ,વડોદરા ભાજપના આંતરિક રાજકારણમાં ડખ્ખા શરૂ થઈ ગયા છે, જેની અસર આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન જોવા મળી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકો માટે ભાજપમાં 1434 જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી ચુક્યા છે હાલમાં પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભાજપે ઉમેદવારો માટે અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે, જેમ કે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ નહીં, ત્રણ વાર ચૂંટણી લડી ચૂકેલાને તક નહીં, અને બેથી વધુ બાળકો ધરાવતા ઉમેદવારોની દાવેદારી રદ કરવામાં આવશે.આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર પ્રભાવ ધરાવતા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે.

વડોદરામાં આ વિસ્તારના લોકોએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે, જાણો કેમ?

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રહીશોએ સુવિધાઓના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે, નિઝામપુરા અને અસ્મિતા પાર્ક સોસાયટી: વર્ષો જૂની પાણીની સમસ્યા ઉકેલાઈ ન હોવાથી ‘પાણી નહીં તો વોટ નહીં’ ના બેનરો લગાવવામાં આવ્યા છે.

વાઘોડિયા: મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ ગટર અને ગંદા પાણીની સમસ્યાને કારણે ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશ ન આપવાની જાહેરાત કરી છે.

સ્વેજલ વ્યાસ કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયુ

સામાજિક કાર્યકર અને અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસ રાહુલ ગાંધીની તાજેતરની મુલાકાત બાદ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, જેનાથી કોંગ્રેસને ફાયદો થાય તેવી શક્યતા છે. બીજી તરફ, ભાજપમાં અલ્પેશ લિમ્બાચીયાની વાપસી થતા કેટલાક આંતરિક જૂથોમાં નારાજગી જોવા મળી રહી છે.

■ ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન જ અસંતોષનો વંટોળ ફૂંકાયો

ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કેટલાક વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરો સામે જ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે અને ‘નો રિપીટ’ થિયરી અપનાવવાની માંગ કરી છે, વડોદરામાં અત્યારે એકતરફ ભાજપ પોતાનો ગઢ સાચવવા અને ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ જનતા પાયાની જરૂરિયાતો માટે નેતાઓ સામે અવાજ ઉઠાવી રહી છે આમ,ચૂંટણી અગાઉ જ વડોદરામાં આ સ્થિતિ જોવા મળી રહી છે

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ
  • August 19, 2026

Ahmedabad Hiteshbhai Pandya accident: ગુજરાતમાં પોલીસ ફરિયાદ અને FIRની સ્થિતિમાં પારદર્શિતા લાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોંધાયા બાદ અરજદારને મોબાઇલ પર મેસેજ દ્વારા FIR નંબર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ

  • August 26, 2026
  • 2 views
School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 8 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 6 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 6 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

  • August 25, 2026
  • 7 views
Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

  • August 25, 2026
  • 7 views
Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ