Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

  • India
  • April 7, 2026
  • 0 Comments

Tamil Nadu: ભારતમાં જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારે પ્રજા ઉપર દમન ગુજારવામાં આવતો હતો અને આઝાદીનું બ્યુગલ ફૂંકાયુ હતું ત્યારબાદ લોકશાહી અમલમાં આવી ત્યારે હવે ઘણી જગ્યાએ પોલીસ દ્વારા અત્યાચારના મામલા સામે આવી રહયા છે જેમાં કેટલીકવાર સામાન્ય બાબતમાં પણ ઢોર માર મારવામાં આવતો હોવાની જનતામાં વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે.

આવા જ એક કિસ્સામાં કોરોના સમયમાં વધુ સમય સુધી પોતાની દુકાન ખુલ્લી રાખનાર પિતા-પુત્રને પોલીસે ઢોર માર મારી હત્યા કરી નાખી હોવાના આક્ષેપ સાથેનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે નવ પોલીસવાળાને મૃત્યુદંડની સજા ફટકારી છે.

મદુરાઈ (તમિલનાડુ) ની જિલ્લા અદાલતે 6 એપ્રિલ, 2026 ના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં નવ પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ કેસ 2020 માં થુથુકુડીના સથનકુલમમાં પી. જયરાજ (58) અને તેમના પુત્ર જે. બેનિકસ (31) ના કસ્ટોડિયલ મૃત્યુ સાથે સંબંધિત છે.

જૂન 2020 માં કોવિડ લોકડાઉન દરમિયાન, પિતા અને પુત્રને નિર્ધારિત સમય પછી તેમની મોબાઇલ દુકાન ખુલ્લી રાખવા બદલ પોલીસ પહેલા પિતાને પોલીસ સ્ટેશને ઊંચકી ગઈ હતી ત્યારબાદ પિતાને છોડાવવા પુત્ર ત્યાં પહોંચ્યો તો તેને પણ બેસાડી દઈ બંનેને પોલીસ સ્ટેશનમાં રાતોરાત નગ્ન કરવામાં આવ્યા હતા અને લાકડીઓથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

ઢોર માર માર્યા બાદ બન્ને પિતા પુત્રોને પોતાના જ કપડાથી પોતાનું જ લોહી સાફ કરવા મજબૂર કરાયા હતા. પોલીસ સ્ટેશનના ડીએનએ સેમ્પલમાં આ સમગ્ર મામલાના અનેક રહસ્ય ખુલ્યા હતા, રાત્રે આઠ વાગ્યા પહેલા પોલીસે મારવાનું શરૂ કર્યું હતું જે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું જેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં બન્નેના મોત થઈ ગયા.

કેસ ચાલી જતા મદ્રાસની કોર્ટે નવ પોલીસ કર્મીઓને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે ઘટનાને રેરેસ્ટ ઓફ રેર એટલે કે અત્યંત જઘન્ય ગુનાની કેટેગરીમાં રાખી હતી ન્યાયાધીશ જી. મુથુકુમારને આ ઘટનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ગણાવી હતી. તેમણે કહ્યું કે કાયદા અમલીકરણકર્તાઓ દ્વારા સત્તાનો આ પ્રકારનો દુરુપયોગ અને અમાનવીય ક્રૂરતા સમાજના અંતરાત્માને હચમચાવી નાખે છે.

સજા પામેલા લોકોમાં સથનકુલમ પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઇન્સ્પેક્ટર રઘુ ગણેશ અને બાલકૃષ્ણન સહિત નવ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. કેસના 10મા આરોપી, સ્પેશિયલ સબ-ઇન્સ્પેક્ટર પૌલદુરાઈનું ટ્રાયલ દરમિયાન કોવિડથી મૃત્યુ થયું હતું.

કોર્ટે આરોપી પર કુલ ₹1.40 કરોડનો દંડ ફટકાર્યો છે, જે પીડિતાના પરિવારને વળતર તરીકે આપવામાં આવશે પોલીસ સ્ટેશનના ટેબલ અને લાકડીઓ પર મળેલા લોહીના ડાઘ અને મહિલા કોન્સ્ટેબલની જુબાની સીબીઆઈ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા સાબિત થયા અને ક્રૂર અને નિર્દય પોલીસવાળાઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ
  • July 22, 2026

Nationwide youth protest: તાનાશાહી વલણ અને સત્તાના મદમાં બેઠેલા શાસકો હંમેશા એવું માનતા હોય છે કે જનતા તેમના બૂટ નીચે દબાયેલી છે, પરંતુ જ્યારે જનતાનો રોષ પોતાના ચરમસીમા પર પહોંચે…

Continue reading
Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં
  • July 22, 2026

Delhi Police Action Student Protest: નવી દિલ્હીમાં ૨૦ જુલાઈના રોજ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસની ભૂમિકા અને તેમની વ્યાવસાયિકતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રાજધાનીમાં ચાલી રહેલા આંદોલન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

  • July 22, 2026
  • 2 views
Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

  • July 22, 2026
  • 2 views
Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

  • July 22, 2026
  • 6 views
Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ