BJP: કચ્છના માંડવીમાં એક પરપ્રાંતીય (નેપાળી) યુવાનને જાહેરમાં બેરહેમીથી માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.હિન્દૂ સંગઠનો દ્વારા બની રહેલી આવી ઘટનાઓ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વધુ વિગતો માટે પત્રકાર જયેશ શાહ સાથે ચર્ચા કરતા તેઓએ આ આ ઘટના અંગે જણાવ્યું હતું કે માંડવીના આઝાદ ચોક વિસ્તારમાં આ ઘટના બની હતી.જેમાં કેટલાક શખ્સો એક યુવકને લાકડી વડે નિર્દયતાથી મારી રહ્યા છે લાકડી તૂટી જાય છે તો બીજી લાકડીથી માર મારે છે, હુમલાખોરો તેને ગાળો આપે છે,માર ખાનાર યુવાન એક પરપ્રાંતીય મજૂર હોવાનું કહેવાય છે.આ ઘટના સમયે ત્યાં GRD (ગ્રામ રક્ષક દળ) ના જવાનો હાજર હોવા છતાં તેઓએ કોઈ દરમિયાનગીરી કરી નહોતી તે અંગે પત્રકાર જયેશ શાહે સવાલો ઉઠાવ્યા હતા અને કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નહિ હોવાનું જણાવી આખી ઘટના ઉપર વિસ્તુત વર્ણન કર્યું હતું તેઓએ કેટલાક નામો અને હિન્દૂ સંગઠન ઉપર ટિપ્પણી કરી હતી જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









