કેમ શંકરસિંહે કહ્યું- ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ

  • Gujarat
  • December 16, 2024
  • 1 Comments

પાલનપુર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી માટે પાલનપુરમાં બેઠક યોજાઇ હતી, જેમાં જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ નવીન પાર્ટીના કાર્યકરો જોડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આગામી ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શક્યતા છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રચેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની નિયુક્તિ કરાઈ હોવાની જાહેરાત કરી હતી.

આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ, કારણ કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય. ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી. લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લોકો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટી વાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ. દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિધાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક વીડિયો અવારનવાર વાયરલ થતા રહ્યા છે. તેથી સ્વભાવિક રીતે જોઈએ તો, શંકરસિંહ ક્યાંકને ક્યાંક સત્ય બોલી રહ્યા છે કે, ગુજરાતમાં ગામે ગામ અને દરેક શહેરોમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. વેપલા પાછળ બુટલેગર અને પોલીસ બંનેની સરખી ભૂમિકા જોવા મળતી હોય છે. કેમ કે પોલીસની પરવાનગીથી જ મોટા ભાગના બે નંબરના ધંધા ફૂલતા ફેલતા હોય છે. તો સરકારે કડક પગલા ભરીને દારૂબંધીને વધારે કડક કરવી જોઈએ, ન કે દારૂબંધી હટાવી દેવી જોઈએ.

જણાવી દઇએ કે, પાલનપુર પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ તેમની નવીન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે. અહીં ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 3 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 4 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 10 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 8 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 6 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 10 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”