New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

  • India
  • April 14, 2026
  • 0 Comments

New Chief Minister of Bihar: બિહારના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ ઉપર મહોર વાગી ચૂકી છે સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે આવતીકાલે 15 એપ્રિલે લોકભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે આજે નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું. તેઓ સમ્રાટ ચૌધરી અને વિજય ચૌધરી સાથે એક જ ગાડીમાં રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું રાજીનામા બાદ તેમણે X પર લખ્યું – ‘હવે નવી સરકાર અહીંનું કામ જોશે. નવી સરકારને મારો પૂરો સહયોગ રહેશે. આગળ પણ ખૂબ સારું કામ થશે, બિહાર ખૂબ આગળ વધશે.

નીતિશના રાજીનામા પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન નીતિશ કુમારને મળવા પહોંચ્યા. તેમની સાથે સમ્રાટ ચૌધરી અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હતા ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા બાદ સમ્રાટ ચૌધરીએ કહ્યું, ભાજપે મને કામ કરવાની તક આપી, હું એમ કહી શકું છું કે રાજકીય રીતે હું લગભગ 30 વર્ષથી કામ કરી રહ્યો છું.

પહેલા કોઈ વિચારધારા નહોતી, પરંતુ જ્યારે હું પીએમ મોદીના વિચારોથી પ્રભાવિત થઈને આ પાર્ટી સાથે જોડાયો, ત્યારથી 2015ની ચૂંટણીથી હું સતત ભાજપ માટે કામ કરી રહ્યો છું. જે રીતે પાર્ટીએ મને પ્રદેશ હોદ્દેદાર તરીકે, વિધાનમંડળ દળમાં, વિધાન પરિષદના નેતા તરીકે અને સંગઠનના સર્વોચ્ચ પદ એવા પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરવાની તક આપી છે.

■ બિહારમાં આજનો ઘટનાક્રમ આ મુજબ રહ્યો

સવારે 9 કલાકે : નીતિશ કુમારને મળવા માટે JDUના ટોચના નેતાઓ સંજય ઝા, લલન સિંહ, વિજય ચૌધરી CM આવાસ પહોંચ્યા.

સવારે 11 કલાકે: નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક મળી, કેબિનેટમાં CMના આભાર પ્રસ્તાવને મંજૂરી મળી.

2.30 કલાકે : નીતિશ કુમારના રાજીનામા પહેલા નીતિન નબીન સહિત ભાજપના તમામ મોટા નેતાઓ CM હાઉસ પહોંચ્યા.

3.15 કલાકે : CM નીતિશ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

3:24 કલાકે : નીતિશે સોશ્યલ મિડિયા ઉપર પોસ્ટ કર્યું – મેં રાજીનામું આપી દીધું છે. હવે નવી સરકાર બિહારનું કામ સંભાળશે. મારું માર્ગદર્શન રહેશે.

3:30 કલાકે : નીતિશ કુમારના રાજીનામા પછી સમ્રાટ ચૌધરી, શિવરાજ સિંહ કાર્યાલય પહોંચ્યા અને ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી.

4:00 વાગ્યે: બેઠકમાં સમ્રાટને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!
  • May 30, 2026

Delhi Gymkhana Club: દિલ્હીના પ્રભાવશાળી અને વીઆઈપી સેન્ટ્રલ વિસ્તારમાં ૨૭ એકરની કિંમતી જમીન પર ફેલાયેલી ૧૧૩ વર્ષ જૂની દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરાવવાની નરેન્દ્ર મોદી સરકારની અચાનક આવેલી નોટિસ પાછળ…

Continue reading
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ
  • May 30, 2026

Kuno Cheetah Tranquilization Report: કેન્દ્ર સરકાર જે ‘પ્રોજેક્ટ ચીતા’ ને વૈશ્વિક સ્તરે પોતાની સિંહ ફાળ અને પ્રજાતિ પુનર્જીવનની સૌથી મોટી સફળતા તરીકે પ્રમોટ કરીને પીઆર (PR) સ્ટંટ કરી રહી છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 4 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 6 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 7 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 9 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

  • May 30, 2026
  • 6 views
India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

  • May 30, 2026
  • 7 views
Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!