Big political changes in Bihar: નીતિશ કુમાર પોતાની છેલ્લી કેબિનેટ બેઠકમાં થયા ભાવુક : મંત્રીઓ રડી પડ્યા!

  • India
  • April 14, 2026
  • 0 Comments

Big political changes in Bihar: બિહારના રાજકારણમાં આજે મોટા બદલાવ થઈ રહયા છે, નીતિશ કુમાર આજે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે, નીતીશ કુમારે રાજીનામું આપતા પહેલા પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી,તેમણે પોતાના મંત્રીઓ સાથે લગભગ 20 મિનિટ વાત કરી હતી બેઠક દરમિયાન ઘણા મંત્રીઓ ભાવુક થઈ ગયા હતા. તેમને જોઈને નીતિશ પણ ભાવુક થઈ ગયા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે, 14 એપ્રિલ 2026 ના રોજ, પટનામાં તેમની છેલ્લી કેબિનેટ બેઠક યોજી હતી બેઠક દરમિયાન નીતિશ કુમારે તેમના મંત્રીઓ અને સહયોગીઓ સાથે લગભગ 20 મિનિટ વાતચીત કરી હતી. આ દરમિયાન વાતાવરણ ઘણું ગંભીર અને ભાવુક બની ગયું હતું. મંત્રી મોહમ્મદ ઝમા ખાને જણાવ્યું કે નીતિશ કુમાર તેમના માટે ‘વાલી’ (guardian) સમાન હતા અને તેમને વિદાય આપતી વખતે ઘણા મંત્રીઓની આંખો ભીની થઈ ગઈ હતી.

નીતિશ કુમારે વિધિવત રીતે કેબિનેટના વિસર્જનની ભલામણ કરી હતી. હવે તેઓ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સુપરત કરશે નીતીશ કુમારે નવી બનનાર સરકારને પણ શુભેચ્છાઓ પાઠવી અને ખાતરી આપી કે નવી સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેમનું માર્ગદર્શન મળતું રહેશે નીતિશ કુમાર હવે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થશે, કારણ કે તેઓ તાજેતરમાં જ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે.

નીતીશ કુમારના રાજીનામાં બાદ બિહારમાં પ્રથમ વખત ભાજપના નેતૃત્વવાળી સરકાર બનવાની શક્યતા છે નીતિશ કુમારે બેઠકમાં જણાવ્યું હતું કે તેમણે 2005થી અત્યાર સુધી બિહારના વિકાસ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે અને તેઓ ભવિષ્યમાં પણ રાજ્યને માર્ગદર્શન આપતા રહેશે.

વિગતો મુજબ બપોરે 3 વાગ્યે નીતિશ કુમાર રાજભવન પહોંચીને રાજ્યપાલ સૈયદ અતા હસનૈનને પોતાનું રાજીનામું સોંપશે આ સાથે જ વર્તમાન સરકાર ઔપચારિક રીતે સમાપ્ત થઈ જશે ત્યારબાદ સાંજે 4 વાગ્યે NDA ધારાસભ્ય દળની સંયુક્ત બેઠક યોજાશે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. તેની દેખરેખ માટે BJP તરફથી કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેમની હાજરીમાં જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે તેમ સૂત્રો જણાવી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
  • September 12, 2026

India JCR Credit Rating: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ ગયા અઠવાડિયે ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થા માટે સ્થિર આઉટલુક પણ જાળવી…

Continue reading
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
  • September 12, 2026

Dera Sacha Sauda Advertisement: ડેરા સચ્ચા સૌદા અને તેના વિવાદિત પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ ડેરા તરફથી બે અખબારોમાં પ્રકાશિત કરાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 5 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 5 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 8 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 10 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 8 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા