Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!

  • India
  • April 13, 2026
  • 0 Comments

Bengal Elections:  પ.બંગાળમાં હાલમાં ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને અહીં TMC-BJP વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે અને બન્ને એકબીજા ઉપર જોરદાર પલટવાર કરી રહયા છે મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે,આ બેઠક ઉપર ભાજપે તેમની સામે સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે આ વખતે અમિત શાહ પોતે બંગાળમાં મોનિટરીંગ કરી રહયા છે અને ખાસ સુરતમાં વસતા બંગાળી મતદારોને વતન જઈને મતદાન કરવા માટે ભાજપે ૪ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા પણ કરી છે.

આ બધા વચ્ચે નવી ખબર આવી રહી છે કે સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને પૂર્વ ભાજપ નેતા ચંદ્ર કુમાર બોઝ રવિવારે ટીએમસીમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે રાજ્ય મંત્રી બ્રાત્ય બસુ અને ટીએમસી સાંસદ કીર્તિ આઝાદની હાજરીમાં ટીએમસીમાં જોડાયા બાદ ચંદ્ર કુમારે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ભાજપ ભાગલાવાદી રાજનીતિ કરે છે અને સાંપ્રદાયિક નફરત ફેલાવે છે. હવે આપણે ભારતને બચાવવા અને ભાગલાવાદી રાજનીતિનો વિરોધ કરવા માટે એક થઈને લડવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્ર બોઝ 2016માં ભાજપમાં જોડાયા હતા અને ભવાનીપુરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા ત્યારબાદ તેમણે 2019ની લોકસભા ચૂંટણી કોલકાતા દક્ષિણથી લડી હતી પરંતુ ત્યારે પણ ફરીથી તેઓ હારી ગયા હતા ત્યાર પછી 2023માં તેમણે ભાજપ છોડી દીધુ હતું આમ,ભાજપમાં નિષ્ફળ જતાં હવે તેઓ TMCમાં નસીબ અજમાવી રહયા છે.

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલના રોજ ૧૫૨ બેઠકો પર અને બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલના રોજ ૧૪૨ બેઠકો પર થશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી
  • September 10, 2026

AICC Secretary Appointment: કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફારોની દિશામાં આગળ વધતા નવા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સચિવોની નિમણૂકની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી…

Continue reading
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો
  • September 10, 2026

Red Fort Blast NIA Chargesheet: ગયા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચાર્જશીટમાં ગંભીર આરોપો મૂક્યા છે. NIAના જણાવ્યા અનુસાર, કેસના બે મુખ્ય આરોપીઓએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 2 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 9 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?