Iran War: ઈરાન હવે અમેરિકા સાથે કોઈપણ શાંતિ વાર્તામાં ભાગ નહિ લે! યુદ્ધ ફરી શરૂ થવાના અણસાર! મહા વિનાશ સર્જાશે

  • World
  • April 20, 2026
  • 0 Comments

Iran War: ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ઘટવાના બદલે વધે તેવો માહોલ બની રહ્યો છે અમેરિકા-ઈરાન વચ્ચેની ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ હવે બીજા તબક્કામાં પાકિસ્તાનમાં યોજાનાર બેઠક અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર છે અને વાટાઘાટો માટે પાકિસ્તાનમાં અમેરિકન પ્રતિનિધિમંડળ મોકલવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને મંત્રણામાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા હવે આ શાંતિ મંત્રણા માટેની બેઠક મળશે નહીં, ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, તેહરાને તમામ શાંતિ કરારો રદ જાહેર કરી દીધા હોવાની જાહેરાત કરી છે પરિણામે ટ્રમ્પ નારાજ થઈ ગયા છે અને ફરી ધમકી ઉપર ઉતરી આવ્યા છે,ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન ડીલ નહીં કરે તો આખુ ઈરાન ફૂંકી મારીશુ.

ટ્રમ્પે ઈરાનને આખરી વોર્નિંગ આપતાં જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત વાટાઘાટો માટે ઈરાન પાસે આ છેલ્લી તક છે. ટ્રમ્પે કહ્યું કે, જો ઈરાન આ ડીલ પર સહી નહીં કરે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ સહિત બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવશે બીજી તરફ ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA મુજબ, અમેરિકાની અવાસ્તવિક માંગણીઓ અને તરંગી સ્વભાવના ટ્રમ્પ વારંવાર નિવેદન કરી ફરી જતા હોય તેમના વલણ અને નેવલ બ્લોકેડને કારણે ઇરાને હવે મંત્રણા ન કરવાનો નિર્ણય લીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા સાથેની તમામ વાટાઘાટો હવે રદ કરવામાં આવે છે અને હવેથી કોઈપણ પ્રકારનો શાંતિ સોદો અસ્તિત્વમાં નથી ઈરાને હોર્મુઝને સંપૂર્ણપણે ફરી બંધ કરી તેનો જવાબ અમેરિકાને આપી દીધો છે,હવે કોઈ મંત્રણા કરવાની રહેતી નથી.

જોકે,ઇરાને ટ્રમ્પને આ રીતે જવાબ આપતા હવે યુદ્ધ ફરી શરૂ થવાની સંભાવના વચ્ચે પણ પાકિસ્તાન બંને દેશોના સતત સંપર્કમાં છે અને તણાવ ઘટાડવા માટે શાંતિ વાર્તા ઉપર ભાર મૂકી રહ્યું છે. જોકે, બે સપ્તાહના યુદ્ધવિરામનો સમયગાળો ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે ફરી હવે યુદ્ધના મંડાણ શરૂ થશે અને તે માટે ઈરાને તૈયારી કરી લીધી છે.

■યુરેનિયમ મામલે ટ્રમ્પનો દાવો ઈરાને ફગાવ્યો કહ્યું ટ્રમ્પ જુઠાણું ચલાવી રહયા છે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક મોટો દાવો કર્યો છે કે ઈરાન પોતાનો સંવર્ધિત (Enriched) યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપી દેવા તૈયાર છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન લગભગ 440 કિલોગ્રામ યુરેનિયમ સોંપવા માટે સંમત થયું છે. તેમણે આ સંભવિત સમજૂતીને એક મોટી સફળતા (“બ્રેકથ્રુ”) ગણાવી છે.

ઈરાને ટ્રમ્પના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાનું યુરેનિયમ કોઈને પણ આપશે નહીં અને તેને પોતાની માતૃભૂમિ જેટલું જ પવિત્ર ગણાવ્યું છે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ કોઈ પણ બીજા દેશને હસ્તાંતરિત કરશે નહીં આમ,ઈરાન-અમેરિકા વચ્ચે કોઈ સહમતિ નહિ બનતા ફરી યુદ્ધ શરૂ થશે અને તેની સમગ્ર વિશ્વ ઉપર વ્યાપક અસરો પડી શકે છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 4 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 4 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 5 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 4 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!