IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • World
  • April 21, 2026
  • 0 Comments

IRGC: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સંપૂર્ણપણે કબજો કરી લીધો છે, કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી રહ્યા છે મધ્ય પૂર્વના સંઘર્ષ પછી ઈરાનમાં સત્તામાં આ એક મોટો ફેરફાર હોય તેવું લાગે છે. અહમદ વાહિદી ઈરાનના ઘણા નિર્ણયો લઈ રહ્યા છે અને કહેવાતા સુપ્રીમ લીડર મોજતબા ખામેની અંગે સસ્પેન્સ રહ્યું છે.

મેજર વાહિદી ઈરાનમાં સત્તા ધરાવે છે

ન્યૂ યોર્ક પોસ્ટ અને અમેરિકન થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ વાહિદી હવે માત્ર IRGC જ નહીં પરંતુ ઈરાનના નિર્ણયો પણ તેઓજ લે છે ઈરાનમાં સત્તા પરિવર્તનની અસર હોર્મુઝ સ્ટ્રેટ અંગેના નિર્ણયમાં જોવા મળી રહી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવા માટે સંમતિ આપી હતી, પરંતુ મેજર વાહિદીએ અરાઘચીના નિર્ણયને ફગાવી દઈ હોર્મુઝ સ્ટ્રેટને બંધ જ રાખ્યો.

અહમદ વાહિદીના આદેશ પર, હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે અવરોધિત કરવામાં આવ્યો છે. ઈરાને છેલ્લા 48 કલાકમાં જળમાર્ગ પસાર કરતા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા છે, જેનાથી ફરી એકવાર તણાવ વધ્યો છે IRGC કમાન્ડરના નિર્ણયને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં સેંકડો જહાજો ફસાયેલા છે. મેરીટાઇમ ટ્રેકિંગ ડેટાના અહેવાલો અનુસાર, શિપિંગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.

શું પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા ફરી શરૂ થશે?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ આજે મંગળવાર, 21 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. દરમિયાન, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા યોજાવાની વાતો ચાલી રહી છે પણ હજુ તે સ્પષ્ટ નથી.
કારણકે ઈરાનમાં નેતૃત્વ મુદ્દે સસ્પેન્સ યથાવત રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે ઈરાન સાથે ફરી એકવાર પાકિસ્તાનમાં વાટાઘાટો થઈ શકે છે, પરંતુ હાલ ઈરાનમાં જેની પાસે નેતૃત્વ હોવાનું માનવામાં આવી રહ્યુ છે તે IRGC હજુ સુધી ફરીથી બેઠક માટે સંમત થયું નથી.

ઈરાની મીડિયામાં એવી પણ ચર્ચા છે કે ઈરાને અમેરિકા સાથે નવેસરથી વાટાઘાટોના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, કારણ કે ઈરાનમાં સત્તા પરિવર્તનથી હવે IRGCનું નેતૃત્વ સોંપાઈ ગયું છે પરિણામે ફરી જંગ શરૂ થવાના અણસાર મળી રહયા છે સર્વનાશ નોતરશે અને “બે અખલાની લડાઈમાં ઝાડનો ખો નીકળે” તેમ વિશ્વના અન્ય દેશો કે જેઓને કઈ લેવાદેવા જ નથી તે સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટ સર્જાવાનું નક્કી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 3 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 3 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 7 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા