Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!

  • India
  • April 18, 2026
  • 0 Comments

Narendra Modi: હાલમાં દેશમાં આવી રહેલી ચુંટણીઓ દરમિયાન ભાજપ મહિલા અનામતનો મુદ્દો છેડીને વિપક્ષને વિલન ચિતરી તેનો ફાયદો મેળવી શકે છે,મતલબ જો બિલ પાસ થઈ જાય તો પણ ફાયદો અને બિલ પાસ ન થાય તો પણ ફાયદો, આમ બન્ને તરફ ભાજપ તેનો રાજકીય ફાયદો મેળવી શકે છે,જાણો કેવી રીતે? આપ સૌને ખબર છે કે ગતરોજ તા.૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ લોકસભામાં મહિલા અનામત બિલ (131st Amendment Bill, 2026) જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું ન હતું. જોકે આ બિલ પસાર ન થવાથી પણ ભાજપને રાજકીય રીતે કેટલાક ફાયદા થઈ શકે છે:

વિપક્ષ પર નિશાન

ભાજપ આ બિલ નિષ્ફળ જવા માટે વિપક્ષી દળોની એકતા અને તેમના વિરોધને જવાબદાર ઠેરવી શકે છે. ભાજપ કહી શકે છે કે પોતે ‘નારી શક્તિ’ના પક્ષમાં હોવા છતાં વિપક્ષે બિલનો વિરોધ કર્યો.

■ મહિલા અનામતનો મુદ્દો જીવંત રાખવો

બિલ પસાર ન થવાથી, ભાજપ ૨૦૨૯ની ચૂંટણી સુધી મહિલા અનામતને એક મોટો મુદ્દો બનાવી તેનો વારંવાર પ્રચાર પ્રસાર કરી શકે છે. તે મતદારોને જણાવી શકે છે કે તેઓ મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ વિપક્ષ અવરોધ પેદા કરી રહ્યો છે.

સીમાંકન અને રાજકીય સમીકરણો

બિલ સાથે જોડાયેલ સીમાંકન (Delimitation) પ્રક્રિયા, જે ઉત્તર ભારતના રાજ્યો (જ્યાં ભાજપ મજબૂત છે) માં બેઠકો વધારી શકે છે, તે મુદ્દો ચર્ચામાં રહેશે. આનાથી ભવિષ્યમાં ભાજપને ફાયદો થઈ શકે છે.

■પ્રતિબદ્ધતાનું પ્રદર્શન

વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ બિલના સમર્થનમાં જે ભાષણો આપ્યા છે, તેનાથી તેઓ પોતાને મહિલાઓના અધિકારોના સૌથી મોટા સમર્થક તરીકે રજૂ કરી શકે છે.

આંતરિક મતભેદથી બચાવ

જો બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે, તો પક્ષની અંદર જ ટિકિટ વહેંચણીમાં મુશ્કેલીઓ પડી શકે છે,બિલ મોડું થવાથી પક્ષને પોતાની આંતરિક રણનીતિ તૈયાર કરવા માટે વધુ સમય મળી શકે છે સરકાર બિલને સીમાંકન (Delimitation) અને પરિસીમન બિલ સાથે જોડીને લાવી હતી. વિપક્ષે આ લિંકેજનો વિરોધ કર્યો, જે ભાજપ માટે એક અલગ રાજકીય વાર્તાલાપ (Narrative) બનાવવાની તક બની શકે છે કે વિપક્ષ દક્ષિણના રાજ્યોના મુદ્દાઓને આગળ ધરીને મહિલા સશક્તિકરણને રોકી રહ્યું છે.

સપ્ટેમ્બર 2023 માં પાસ થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (જે 2034 થી લાગુ થવાનું હતું) ની સરખામણીમાં 2026 નું આ નવું બિલ 2029 થી જ અમલમાં લાવવાનું હતું. બિલ ફેલ થવાથી ભાજપ મતદારોને એવું કહી શકે છે કે તેઓ વહેલી તકે મહિલાઓને સત્તામાં હિસ્સો આપવા માંગતા હતા, પણ વિપક્ષે અવરોધ ઉભો કર્યો એટલે તે શક્ય ન બન્યું આમ,ભાજપની રણનીતિ સ્પષ્ટ છે અને હવે આ મુદ્દો ચુંટણીઓમાં ગુંજતો રહેશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે
  • September 4, 2026

Swatantra Bhardwaj Arrest: દિલ્હીના જંતર-મંતર પર 20 જુલાઈ 2026ના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી કાર્યકર નિશુ આઝાદના પિતા સંજય કુમાર સાથે થયેલી કથિત મારપીટનો મામલો ફરી…

Continue reading
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી
  • September 4, 2026

Rajasthan Gvt demolishes School: રાજસ્થાનના જયપુર જિલ્લાના રામપુરા કનવરપુરા ગામમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી સરકારી પ્રાથમિક શાળાની જૂની ઇમારતને બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ તોડી પાડવામાં આવી છે. આ જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

  • September 4, 2026
  • 3 views
Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

  • September 4, 2026
  • 6 views
Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

  • September 4, 2026
  • 6 views
Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

  • September 4, 2026
  • 9 views
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

  • September 4, 2026
  • 9 views
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

  • September 4, 2026
  • 12 views
SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર