West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!

  • India
  • April 20, 2026
  • 0 Comments

West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી બીજેપી સમર્થક મતદારો બંગાળમાં બોલાવવામાં આવી રહયા છે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સુરતથી 5000 બંગાળી મતદારોને બંગાળ લઈ જઈ ભાજપ તરફી મતદાન કરાવવા માટે સ્પેશ્યલ ટ્રેનો મૂકી છે જે બિલકુલ મફત મુસાફરી રહેવાની છે.

રવિવારે રાત્રે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર બંગાળ જવા મતદારો ઉમટ્યા હતા પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં મતદાન કરવા માટે 1800 જેટલા મતદારો ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેન મારફતે બંગાળ જવા રવાના થયા હતા. આ મુસાફરોના હાથમાં તિરંગા હતા અને તેઓએ સ્ટેશન પર ‘વંદે માતરમ’ તથા ‘જય શ્રીરામ’ના નારાઓ લગાવ્યા હતા સુરતમાં વસતા બંગાળીઓ ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને ‘સુરત બંગાળી સમાજ’ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે.

રવિવારે પ્રથમ ટ્રેન રવાના થયા બાદ હવે બીજી ટ્રેન 24 એપ્રિલના રોજ સુરતથી ઉપડશે. આ તમામ ટ્રેનો સીધી કોલકાતા જશે જ્યાંથી તેઓ પોતાના વિસ્તારમાં પહોંચશે સુરત બંગાળી સમાજના નેતાઓનું કહેવું છે કે ખાસ કરીને શ્રમિક વર્ગ, જેઓ આર્થિક સંકડામણ કે રિઝર્વેશન ન મળવાને કારણે પોતાના વતન બંગાળમાં મતદાન કરવા જઈ શકતા નથી, તેઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

આમ,ભાજપ દ્વારા આ રીતે બંગાળમાં પોતાની પક્કડ મજબૂત કરવા આ રીતનું આયોજન કરાયુ છે સુરતથી વતન જનારા કારીગરો પોતાના પરિવારના સભ્યોને પણ ભાજપ તરફી વોટિંગ કરવા જણાવી શકે તેથી ભાજપને વધુ મતો મળે તે પ્રકારની વ્યૂહરચના હોવાનું અગ્રણીઓનું માનવું છે.

ઉલ્લેખનીય છે કે પ.બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલ 2026 ના રોજ અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલ 2026 ના રોજ થવાનું છેઅહીં TMC સુપ્રીમો મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પર સૌની નજર છે, જ્યાં મમતા બેનર્જી, ભાજપના સુવેન્દુ અધિકારી અને કોંગ્રેસના પ્રદીપ પ્રસાદ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!
  • July 21, 2026

Modi NEET farmers protest statement: નવી દિલ્હીના રાજકીય અને સામાજિક પરિદ્રશ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હલચલ મચી ગઈ છે. તાજેતરમાં જંતર-મંતર પર થયેલા પ્રોટેસ્ટ, લાઠીચાર્જ અને અરાજકતાના માહોલ વચ્ચે વડાપ્રધાન…

Continue reading
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!
  • July 21, 2026

Jantar Mantar police crackdown: સાંજ થતા-થતા ૨૦ જુલાઈનો આખો સવાલ જ બદલાઈ ગયો કે દિલ્હીમાં આંદોલન દરમિયાન હિંસા કેટલી થઈ અને કેટલા લોકો ઘાયલ થયા? આ ગંભીર સવાલે એ વાતને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 3 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 4 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

Sikkim Tunnel Collapse: સિક્કિમમાં ટનલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના, ૮ મજૂરોના મોત, ૧૯ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા!

  • July 21, 2026
  • 8 views
Sikkim Tunnel Collapse: સિક્કિમમાં ટનલ ધરાશાયી થવાની મોટી દુર્ઘટના, ૮ મજૂરોના મોત, ૧૯ હજુ પણ ફસાયેલા હોવાની આશંકા!

Madhya Pradesh UCC bill: મધ્ય પ્રદેશમાં UCC બિલનો ડ્રાફ્ટ મંજૂર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નહીં કરાવવા પર થશે જેલ અને દંડ!

  • July 21, 2026
  • 3 views
Madhya Pradesh UCC bill: મધ્ય પ્રદેશમાં UCC બિલનો ડ્રાફ્ટ મંજૂર, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નહીં કરાવવા પર થશે જેલ અને દંડ!

Jantar Mantar protest: સત્યાગ્રહ સામે આ સરકાર કેમ ઝૂકતી નથી? જંતર-મંતરથી ઉઠ્યો મોટો સવાલ

  • July 21, 2026
  • 5 views
Jantar Mantar protest: સત્યાગ્રહ સામે આ સરકાર કેમ ઝૂકતી નથી? જંતર-મંતરથી ઉઠ્યો મોટો સવાલ

CJP Protest: જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ લાઠીચાર્જ પર દેશભરમાં રાજકારણ ગરમાયું

  • July 21, 2026
  • 13 views
CJP Protest: જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ લાઠીચાર્જ પર દેશભરમાં રાજકારણ ગરમાયું