BJP: ચૈતર વસાવાનો “લાફાકાંડ” હવે રાજકીય મુદ્દો બન્યો! ભાજપના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા!

BJP: હમણાં હમણાં આમ આદમી પાર્ટીની જાણે દશા બેઠી હોય તેવી ખબરો સામે આવી રહી છે,રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાથી લઈ ગુજરાતમાં રાજુ કરપડા,સાગર રબારી સુધીની વિકેટ પડવાનો સિલસિલો ચાલુ છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું લાફા પ્રકરણ ફરી ચર્ચામાં છે, ભરૂચના ઝઘડિયામાં એક પીડિત પરિવારને મદદ કરવા પહોંચેલા ચૈતર વસાવાને પીડિત પરિવારના સભ્ય વચ્ચે થયેલી માથાકૂટ અને ‘લાફાકાંડ’ નો વિવાદ ભારે ચર્ચામાં આવ્યો છે અને હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે.

મૃતકના પરિવારને વળતર અપાવવા માટે ચૈતર વસાવા મધ્યસ્થી કરવા ગયા અને ભેરવાઈ પડ્યા જેવો ઘાટ સર્જાયો છે, વળતર મુદ્દે ચૈતર વસાવા અને મૃતકના ભાઈ રોશન વસાવા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ચૈતર વસાવાએ પિત્તો ગુમાવીને યુવકને લાફો મારી દીધો હતો, જેના જવાબમાં યુવકે પણ ધારાસભ્યને વળતો લાફો માર્યો હતો.આ ઘટના બાદ પીડિત રોશન વસાવાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પીડિત પરિવારનો આક્ષેપ છે કે ધારાસભ્ય માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા હતા.

ચૈતર વસાવાએ આ આરોપોને ફગાવી દીધા છે અને આ ઘટના પાછળ પોલીસ કે અન્ય તત્વોનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે.આ મુદૂ હવે રાજકીય બની ગયો છે અને ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધવલ પટેલે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય તરીકે આવું વર્તન યોગ્ય નથી તેમ કહી ચૈતર વસાવાની ઘેરાબંધી શરૂ કરી છે.

■ શુ હતો સમગ્ર મામલો

ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં 23 એપ્રિલે આગ લાગતા આ ગંભીર ઘટનામાં 2 કામદારોના મોત થયા હતા, જ્યારે 13 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.આ ઘટનાની જાણ થતાં પીડિતો અને અન્ય લોકો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ ઉપર દોડી ગયા હતા જ્યાં કંપની પાસે વળતરની માગ ચાલતી હતી તે સમયે મૃતકના એક કહેવાતા રોશન વસાવા નામના સંબંધીએ ચૈતર વસાવાનો વિરોધ કરતા થયેલી રકઝક દરમિયાન ધારાસભ્યએ તેને લાફો ઝીંકી દીધો હતો,સામે તેણે પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો અને લાકડી અને જૂતું માર્યુ હતું.અપશબ્દોનો મારો ચલાવ્યો હતો આ ઘટના બની ત્યારે પીઆઈની હાજર હતા. આ માથાકૂટ બાદ કંપની પરિસરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.હવે સમગ્ર મામલે રાજકીય રંગ પકડવાનું ચાલુ થયું છે અને ચૈતર વસાવાની ફરી એકવાર મુશ્કેલીઓ વધી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ
  • July 29, 2026

AAP Surat Payal Sakariya: સુરતમાં ગુરુપૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટી (AAP)ની મહિલા ટીમ દ્વારા ધાર્મિક પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન પોલીસ કાર્યવાહી થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. પાર્ટીના નેતા પાયલ સાકરિયા અને…

Continue reading
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ
  • July 29, 2026

Patan Municipality Controversy: પાટણ શહેરમાં નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા એક અરજદાર અને મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) વચ્ચે થયેલા વિવાદે ચર્ચા જગાવી છે. ગટરની સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવા આવેલા નાગરિકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

  • July 29, 2026
  • 2 views
NEET Paper Leak CBI Chargesheet: NEET UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં CBIની પ્રથમ ચાર્જશીટ, 13 આરોપીઓ સામે ગંભીર આરોપો

AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

  • July 29, 2026
  • 4 views
AAP Surat Payal Sakariya: ગુરુપૂર્ણિમાએ મંદિર પહોંચેલી AAP મહિલા ટીમને પોલીસે રોકી, પાયલ સાકરિયાના સરકાર પર ગંભીર આક્ષેપ

Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

  • July 29, 2026
  • 4 views
Patan Municipality Controversy: પાટણ નગરપાલિકામાં રજૂઆત દરમિયાન વિવાદ, ચીફ ઓફિસર સામે ધમકી, મારામારી અને મોબાઇલ તોડવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

  • July 29, 2026
  • 11 views
Tamil Nadu Illegal Sand Mining: તમિલનાડુમાં ગેરકાયદેસર રેતી ખનનનો મોટો ખુલાસો, પર્યાવરણ, અર્થતંત્ર અને લોકોના જીવન પર પડતી અસર

UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

  • July 29, 2026
  • 11 views
UGC Ragging Cases: રેગિંગના કેસોમાં સતત વધારો, 2026માં ઉત્તર પ્રદેશ સૌથી આગળ, UGCએ 107 કોલેજોને નોટિસ ફટકારી

Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો

  • July 29, 2026
  • 5 views
Akhilesh Yadav: ‘રામ મંદિરમાં ચોરી ન રોકી શકનારા પેપર લીક શું રોકશે?’ મોદી સરકાર પર અખિલેશ યાદવનો હુમલો