Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

દિલીપ પટેલ
અમદાવાદ, 8 મે 2026
Mundra fishermen Adani protest: મુંદરા બંદર બનાવવા માટે માછીમારોને 4 વખત ખસેડી દીધા બાદ હવે પાંચમી વખત ગરીબ કુટુંબોને ખસેડવા માટે અદાણીએ અત્યાચારો શરૂ કર્યા છે.
કુતળી બંદર પર રહેતાં માઢીમારોને પરાણે ખસેડવા માટે તેમના રસ્તા બંધ કરી દેવા, પોલીસ ફરિયાદો કરવી, ચોરીના આરોપો મૂકવા, પીવાનું પાણી અને આરોગ્યની સગવડ આપવાનું વચન આપવા છતાં આપ્યું નથી. શાળા ન બને તે માટે દબાણ જેવા કાળા કામો અદાણી બંદર દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યાં છે.
રુવાંટા ઉભા કરી દે એવા અહીં ઝુલમ થયા છે.

કોટડી કે કૂટડી કૂતડી બંદર નામે ઓળખાય છે. જે મુંદરા બંદર પાસે આવેલાં સૂર્ય ઉર્જા પ્રોજેક્ટ પાસે 20 વર્ષ પહેલાં વસાવવામાં આવ્યું હતું. જેમાં ગરાબ માછીમારો ઝુંપડામાં રહે છે. 3 વખત સ્થળાંતર અદાણીએ કરાવ્યું હવે ચોથી વખત તેને સ્થળાંતર કરવા અત્યાચાર, અન્યાય, માર્ગો તોડી પાડ્યા, ચોરી, અસામાજિક પ્રવૃત્તિ માટે આરોપો મૂકીને પરેશાન કરવામાં આવે છે.

દરીયાના રાજા માછીમાર છે.
અદાણી પોર્ટ અને એસઈઝેડ દ્વારા સોલા પ્રોજેક્ટ માટે વધારાની જમીન મેળવવા કોટડી કે કૂટડી બંદર પર માછીમારી કરતાં અને ટુંડા વાંઢની પાછળ વસાહત ધરાવતાં 650 લોકોને પરેશાન કરવામાં આવે છે.

ત્રીજી પેઢીથી માછીમારી કરે છે.
કલેક્ટરે કામ કરવાનું હોય તે અદાણી કરે છે.

પીવાના પાણી આપવામાં આવતું નથી.

મોઢાવાંઢ 100 વર્ષથી વ્યવસાય કરે છે.
650 પરિવાર છે.
આસલેન્ડથી હઠાવીને સ્થળાંતર કરાવવામાં આવ્યા ત્યાંથી ફૂદડી બંદર પર સ્થળાંતર ટુડા વાંઢ ગામે આવેલું છે.

માછીમારો પર અત્યાચાર થઈ રહ્યો છે. માછીમારો ડરી ગયા છે. પોલીસ સાથે અદાણીના અધિકારીઓ મળીને ગામ લોકોને પરેશાન કરીને બંદર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.

દબાણ કર્યું હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા.
2025માં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

વાંઢમાં રહેણાંક વિસ્તાર કાયમી છે.

નશીલી દવા, અસામાજિક પ્રવૃત્તિના આરોપો મૂકવામાં આવ્યા હતા.

કાયદાકીય રીતે બદનામ કરવામાં આવે છે.
મત્યનિયામક સમક્ષ રજૂઆત કરી હતી.

હેરાન પરેશાન કરવામાં આવે છે.

સરકારે સરકારે માન્ય બંદર જાહેર કરેલું છે. અહીં આઉટ પોલીસ સ્ટેશન છે.
એક સંસ્થાની શાળા છે.

વર્ષોથી અહીં માછીમારી કરી રહેલાં લોકોને બંદર ખાલી કરી દેવા માટે અત્યાચાર કરવામાં આવી રહ્યાં છે.
આસપાસના ગામના લોકો મુસ્લિમ માછીમારોના સમર્થનમાં આવ્યા છે.
આ અમારુ બંદર છે, અદાણીનું નથી એ તેમના નારા લગાવી આંદોલન કરી રહ્યાં છે.

અગાઉ ત્રણ બંદરો પરથી માછીમારોને વિસ્થાપીત કરી દીધા બાદ હવે ચોથું માઢીમારી બંદર ખાલી કરાવવા અદાણી કંપની દ્વારા કારસો રચવામાં આવી રહ્યો છે.
ભવિષ્યમાં બીજા બંદરો પરના માછીમારોને ખસેડવા માટે પ્રયાસો થઈ શકે છે.

40 પરિવારોને ઉઠાવીને કોટડી બંદર પરથી ઉઠાવીને બીજે ખસેડી દેવાયા છે. હવે બીજા પરિવારોને મૂળથી ઉખેડીને બીજે જતા રહેવા માટે સરકારી તંત્રનો ગેર ઉપયોગ અદાણી કંપની દ્વારા થઈ રહ્યો છે.

તેના વિરોધમાં આસપાસના ગામના લોકો આવ્યા છે અને બંદર પરના લોકોને સમર્થન આપવા માટે પોલીસ સ્ટેશન પર ધરણાનો કાર્યક્રમ નક્કી કરી રહ્યાં છે.

દરિયામાં જઈને અહીંના માછીમારો માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે.
નવીનાળ ગામ પાસેના કોટડી બંદર પર માછીમારો ચોમાસાને બાદ કરતાં 8થી 9 મહિના વસવાટ કરે છે. ચોમાસામાં માછીમારી બંધ થાય એટલે બીજે રોજગારી અને મજૂરી કરવા જાય છે.

કોટડી બંદર ખાલી કરવા માટે અદાણી દ્વારા તંત્રની મદદથી કનડગત કરે છે.

લાઈટ હાઉસ
અદાણી પોર્ટના લાઈટ હાઉસ પાસે માછીમારી પહેલાં કરતાં હતા. તેમને દબાવી ઉઠાડી તેને બીજી જગ્યાએ નવી નાળ મુખ્ય બંદર પાસે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નવીનાળના બીજા માછીમારો માછલી પકડતા હતા.

ઈન્ટેક ચેનલ
નવીનાળ સહિતના અને બીજા ગામના મળીને —- કુલ —- બધા માછીમારોને અદાણી પાવરની ઈન્ટેક ચેનલ બનતી હતી તેથી ત્યાંથી કોટડી બંદર ખાતે 2011માં ખસેડવામાં આવ્યા હતા. થોડું વળતર —- આપવામાં આવ્યું હતું.

સોલાર પ્રોજેક્ટ
ગામના માર્ગ પર અને નજીક સોલાર પ્રોજેક્ટ અદાણીનો આવ્યો ત્યારે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે માછીમારોએ વિરોધ કર્યો હતો. ત્યારે અદાણીએ સમાધાન કર્યું અને એક પત્ર આપ્યો કે વૈકલ્પીક માર્ગ અને પીવાનું પાણી જેવી સુવિધાઓ આપવામાં આવશે. સોલાર પ્રોજેક્ટનું કામ પૂરું થયું અને સોલાર પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તેથી વધારાની જમીનની અદાણીને જરૂર ઊભી થઈ છે.

માછીમારો પરેશાન
બે વર્ષથી ગામના લોકોને સતત પરેશાન કરવામાં આવી રહ્યાં છે. વરસાદ પડ્યો ત્યારે અદાણીએ તમામ માર્ગો બંધ કરી દીધા હતા. એક મહિલા ગર્ભવતી હતા, તેમને હોસ્પિટલ લઈ જવા માટે અદાણી સોલાર પ્રોજેક્ટ વચ્ચેથી નિકળતા માર્ગ વાપરવા આપ્યો ન હતો. એટલી હદ સુધી માછીમારોને પરેશાન કરવામાં આવે છે.

પોલીસ અત્યાચાર
એમપીએલ પ્રોજેક્ટ બાજુમાં છે. ત્યાં કોઈક દ્વારા ચોરી કરવામાં આવી હશે. તેના આરોપીઓ તરીકે માછીમારોને ગણવામાં આવ્યા હતા. 7 દિવસ સુધી પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવે છે.
પહેલી વખત પોલીસ સ્ટેશન બોલાવીને 48 કલાક સુધી રાખવામાં આવે છે. માર મારવામાં આવે છે. તેમની પાસેથી રૂ. 1 લાખ 90 હજાર પોલીસે લીધા હોવાનો આરોપ છે. તેમને સતત દબાણ કરવામાં આવે છે કે માછીમારી બંદર છોડીને જતા રહો. ગામના મહત્વના 15 લોકોના નામ આપવા દબાણ કરવામાં આવે છે. જેથી બંદર ખાલી કરાવી શકાય.
બીજા દિવસે પોલીસ ફરીથી આરોપીઓને બોલાવ્યા હતા. કેસ બનાવવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લઈને ફરીથી બે દિવસ સતત માર મારવામાં આવ્યો હતો. ફરીથી રૂ. 40 હજાર પોલીસે લીધા હોવાનો આરોપ હતો. બીજાના નામ આપવા માટે કહેવામાં આવ્યું હતું. બંદર છોડીને જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

ફરીથી ત્રીજી વખત પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. ફરી દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

ચોથી વખત પોલીસ મથક પર ગામના લોકોને હાજર થવા 6 મે 2026ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો.

ત્યારે અદાણી સામે લડતાં ગજેન્દ્રસિંહને વાત કરી હતી. તેઓ લડત લડી રહ્યાં છે.
આ વિગતો ગજેન્દ્રસિંહ જાડેજાએ જાહેર કરી હતી.

અમદાવાદમાં સાયકલ પર કપડા વેચવા જતાં ગૌતમ અદાણી પોતાના સંઘર્ષના દિવસો ભૂલીને હવે લોકોને સંઘર્ષ કરવા માટે મજબૂર કરી રહ્યાં છે.
વિકાસશીલ દેશ જાતે એક જ વ્યક્તિની છત્રછાયા તરફ વલણ દર્શાવે છે, રાજનેતા અને ઉદ્યોગપતિ એકબીજાના તાલમેલથી કામ કરે છે. આ જ રીતે, અદાણી પણ પ્રગતિના પંથે પડ્યા. પહેલાંના સમયમાં બિરલાએ આ પ્રકારની પ્રગતિ કરી હતી. પણ અદાણી કંપનીની જેમ જુલમ કર્યા ન હતા.

સરકારની બેદરકારી
અત્યાર સુધી જેટલાં માછીમારોને ખસેડવામાં આવ્યા હતા તેમને સરકારે કે કંપનીઓએ કોઈ જમીન આપી નથી.
સૌરાષ્ટ્રના માછીમારો મોટાભાગના હિંદુ છે. કચ્છના તમામ મુસ્લિમ છે. કચ્છના જખૌ બંદરથી તૂણા બંદર અને સામખિયાળી સુધી મુસ્લિમ માછીમારો છે.

માથાભારે લોકો
દરિયા કાંઠાના માછીમારોને ખસેડવા માટે માથાભારે લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેઓ સામાન્ય માછીમારોને પરેશાન કરે છે. જેથી જતાં રહે.
અગાઉના વર્ષોમાં માછીમારો પર ફાયરીંગ કરવામાં આવું હતું.

જરપરા બંદર
જરપરાના બંદર હતું. તેઓને મુંદરામાં અંગ્રેજોએ બનાવેલાં જુના લાઈટ હાઉસ પાસે ખસેડવામાં આવ્યા હતા. તે લાઈટ હાઉસ તોડીને કાંઠાથી 5 કિલો મીટર દૂર નવું લાઈટ બનાવ્યું હતું. નજનું લાઈટ હાઉસ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બનાવેલું હતું. હવે તેઓ કોટડી ક્રીક પર તેઓ રહે છે.
કોટડી ક્રીક બંદર પર તુણા, જરપરા, તઘડી, નવાનાળ ગામના માછીમારો રહે છે. કોટડી બંદરની ક્રીક સાબરમતી નદી જેટલી પહોળી ક્રીક છે. ક્રીકનો હોડીના માર્ગ તરીકે ઉપયોગ કરે છે. ત્યાંથી દરિયામાં જાય અને ક્રીકમાં જ હોડીઓ રાખે છે.

2012માં માછીમારોનો પ્રશ્ન ઉપાડેલો
જયંરી નટરાજને પ્રશ્ન ઉપાડી

19 ગામની જમીન અને જંગલની જમીન આપી દીધી હવે ગામ ઉજ્જડ કરે છે.
સમિતિ 5 સભ્યોની સુનિતા નારાયણ

ભદ્રેશ્વરમાં માછીમારી બંદર બનાવવા માટે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે

200 કરોડની પેનલ્ટી માફ કરી દીધી. કેન્દ્ર સરકારના દેખરેખ હેઠળ વાપરવાના હતા. વધારે પણ પેનલ્ટી કરવાના હતા.
મોદી સરકારે અહેવાલને રદ કરી દીધો હતો.

અસ્થાઈ ઘર બનાવે પછી બાઈક પર માછલીઓ લાવે. મહિલાઓ માછલી વેચવા જાય છે.

2 હજાર માછીમારોને ભગાડી દીધા છે.

2 હજાર લોકો કોટડી બંદર પર રહે છે.

અત્યંત પછાત લોકો છે.
ટાટા 4 હજાર અદાણી 4020 પો પાવર પ્રોજેક્ટ છે. તેના ટાવર નીચે કોટડી બંદરમાં રહે છે. જેમને વિજળી નથી. દેશને વિજળી આપે છે પણ ગરીબોને નથી મળતી.
તેઓ 20મી સદીનું જીવન જીવી રહ્યાં છે. દરિયાકાંઠે જ્યાં ક્રિક હોય ત્યાં હંગામી “દંગો” ઘર બનાવે. ત્યાં જ હોડી રાખે અને માછલી ઉતારે છે.
સરકાર દ્વારા કોઈ શિક્ષણ કે આરોગ્યની કોઈ સુવિધા પણ નથી. અદાણી ક્યારેક પીવાનું પાણી આપે છે.

સીઆરઝેડ માછીમારો માટે સેટલમેન્ટ વસાહતો બનાવવાની છે.

સેઝમાં સરકારી જમીન પર માછીમારો રહે છે.
રેકર્ડ પર
કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઝોન બન્યા તેના નકશામાં માઢીમારોની વસાહતોનો કોઈ ઉલ્લેખ નથી.

તગડી, મોઢવા કે કોટડી બંદર પર તેને સીઆરઝેડ નકસામાં બતાવેલા નથી. બીજી માછીમારી વસાહતોનો પણ ઉલ્લેખ નથી. કારણ કે દરિયા કાંઠામાં

વસાહત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેને બતાવવા માંગણી કરી હતી. જીપીસીબીએ તેને નોંધમાં લીધી નથી.

2011માં સીઆરઝેડ ડ્રાફ્ટ અહેવાલમાં
150 પરિવારો હતા. હવે 100 પરિવારો છે.
ટેન્ટમાં રહે છે.

ભૂકંપ બાદ માનવસર્જીત પરિસ્થિતિને પગલે સંઘર્ષ ઊભો થયો છે. ફાયદા કરતાં અભિશાપ વધુ છે. ભૂકંપ બાદ આવેલા ઉદ્યોગગૃહો વેરાનો લાભ લેવા આવ્યા.
રણ-સમુદ્ર અને જમીનની લાલચે આવ્યા. સંસ્કૃત્તિની ઓળખ અને મનુષ્યના અસ્તિત્વ સામે પડકારરૂપ બની ગયા છે.
તેઓ જીવનને યોદ્ધાની જેમ જીવે છે.
પગડીયા માછીમારો અને હોડીના માછીમારો પર સૌથી વધારે જોખમ ઉભા થયા છે.
પગડિયા માછીમારો કચ્છમાં કાંઠાળ પટ્ટીમાં વસે છે.

મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરના દરિયાકિનારે ભરતીના પાણીમાં ડૂબી જાય છે. 20 કિલોમીટર પહોળો અને 4 કિલો મીટર જમીનની અંદર 15 ફૂટ સુધી પાણી આવી જાય છે.
ભદ્રેશ્વર અને લુણી ગામમાં 1000 માછીમાર પરિવારો હતા અજે 500 છે. 400 વર્ષથી બે ઠેડા પર લાકડીમાં જાળ બીછાવે છે અને માછલી ફસાવીને પકડે છે.
સાઈકલ પર બજારમાં માછલી વેચે છે.

ઉદ્યોગગૃહોએ દરિયામાં મોટા પાળા ઊભા કરતા હવે પાણી આવતાં નથી.
નાનાં વહેણ અને દરિયાઇ ખાડી કે ક્રીકમાં પાણી આવતા બંધ થયા છે.

ભદ્રેશ્વર, લુણી, સુરજબારી, મેરાવાડી, નવીનાળ, ઝરપરા, શેખડિયા, વોઢી, લખપત, જખૌ સુધીમાં હજારો માછીમારોની આ હાલત છે.

લાંબા સમયથી જીવવા સંઘર્ષ કરી રહ્યાં છે.
લુણી અને ભદ્રેશ્વર વચ્ચે રંધ બંદર, ગરૂડિયા બંદર, બાવડી બંદર અને મેડી બંદર નજીકમાં ખાનગી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે દરિયા અંદર સુધી પ્રવાસન કેન્દ્ર ઊભું કર્યું હોવાથી પાણી આવતાં નથી.
ન્યાય માટે તેઓ કંપની સામે અવાજ ઉઠાવે તો કંપની પોલીસ કસ્ટડીમાં પુરાવે છે.
તેમાંથી ઘણાં હવે માછીમારની હોડી પર મજૂરી કરીને માછલી પકડવાનો ધંધો કરવા લાગ્યા છે.

આ પણ વાંચો:

Sugarcane Farming Issues: મીઠી શેરડીનું સૌરાષ્ટ્રમાં કાળુ રાજકારણ – thegujaratreport.com

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ – thegujaratreport.com

Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી – thegujaratreport.com

Related Posts

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading
Prashant Kishor Bihar: શું પ્રશાંત કિશોર બિહારના મધુ કોડા બનવા માંગે છે?
  • August 7, 2026

Prashant Kishor Bihar: બિહારની રાજનીતિમાં બાંકીપુર વિધાનસભા બેઠકના પરિણામ બાદ નવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. એક ઓનલાઈન ચર્ચા દરમિયાન રાજકીય વિશ્લેષક અને રાજકીય કાર્યકર તરીકે ઓળખાતા અંગેશે બિહારના બદલાતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન