Sugarcane Farming Issues: મીઠી શેરડીનું સૌરાષ્ટ્રમાં કાળુ રાજકારણ

મીઠી શેરડીનો કાળો કારોબાર, કોડીનારમાં અમિત શાહે કહ્યું તે ન થયું

દિલીપ પટેલ

અમદાવાદ, 6 મે 2026

Sugarcane Farming Issues: ગઈકાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શેરડીના ટેકાના ભાવો જાહેર કર્યા અને 5 કરોડ ખેડૂતોને ફાયદો થશે એવું જાહેર કર્યું પણ ગુજરાતના શેરડી પકવતાં ખેડૂતો ભાવ અને ખરીદી ન થવાથી પરેશાન છે.

ગુજરાતની પહેલી ખાંડ ફેક્રી કોડીનારમાં બની હતી તેને રાજકીય કાવાદાવાથી બંધ કરી દેવામાં આવી હતી. 12 વર્ષથી બંધ પડેલી ફેક્ટરી શરૂ તો થઈ પણ 5 હજાર ખેડૂતો ઓછા ભાવના કારણે પરેશાન છે.
5 મે 2026માં મોદીના પ્રધાન મંડળે લીધેલા નિર્ણય અંગે અમિત શાહે કહ્યું કે, 2026-27 માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ (FRP) પ્રતિ ક્વિન્ટલ 365 નક્કી કરવામાં આવ્યો છે. મોદી સરકાર ખેડૂો માટે મૈત્રીપૂર્ણ છે.
પણ ગુજરાતમાં સ્થિતી ખરાબ છે. કોડીનાર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરેશાન છે. આર્થિક રીતે ફટકા વડ્યા છે.

અમિત શાહે કહ્યું કે, દેશભરના 5 કરોડ ખેડૂતો અને 5 લાખ કામદારોને લાભ થશે. ખાંડના રિકવરી દર પર ભાવ મળશે. શેરડીનો ઉત્પાદન ખર્ચ પ્રતિ ક્વિન્ટલ રૂ. 182 છે. શેરડીના ઉત્પાદન ખર્ચ કરતા 100.5 ટકા વધારે દરો આપ્યા છે.

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં ધમધમતા ખાંડ ઉદ્યોગો છેલ્લા એકાદ બે દાયકામાં બંધ થય ચુક્યા છે. સૌરાષ્ટ્રની ખાડ મિલો શરૂ કરવા માટે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા તેને વર્ષો પછી પુરા કર્યા પણ ખેડૂતોનું કોઈ કલ્યાણ થયું નથી.

રાજકીય કાવાદાવા કરીને બિલેશ્વર ખાંડ મિલ ભાજપના નેતાએ બંધ કરાવી દીધી હતી. પહેલા બે મેનેજમેન્ટ સારું હતું. ભારે ઉત્પાદન થતું.
31 મે 1999માં સાંસદ દીનુ બોઘા સોલંકીએ ખેડૂતો સાથે છેતરપિંડી કરીને બહુમતી બોર્ડને ગેરમાર્ગે દોરીને પોતે ચડી બેઠા હતા.
22 કરોડ રૂપિયા 1999માં દીનુ સોલંકી પર વિશ્વાસ મૂકીને ખેડૂતોએ કોડીનારમાં થાપણ મૂકી હતી.
બેંકમાં વ્યાજના દર 9 ટકા હતા ખેડૂતોને 22 કરોડ પર 15 ટકા આપવાનું શરૂ કર્યું હતું.

Sugarcane Farming Issues

તેનું વ્યાજ 2001થી આપવાનું બંધ થઈ ગયું છે. 22 કરોડની મુદલ આપવાનું બંધ કરી દીધું હતું.

સભાસદો કાચી શેરડી આપતા હોવાથી ખેડની રિકવરી ઓછી આવી રહી હોવાનું જણાવીને ખોટ જાહેર કરવામાં આવી હતી. હકીકતમાં એવું કંઈ ન હતું.
આવું કરવાથી ખેડૂતો પાસેથી શેરડી લેવાનું ધીમે ધીમે બંધ કરવામાં આવ્યું હતું. આવા તુક્કા કરીને 2015માં મીલ બંધ કરી દેવામાં આવી.

સંસ્થાના સભાસદો સુપ્રિમ કોર્ટ સુધી લડ્યા અને મિલે કહ્યું કે તમારા નાણાં ત્રણ વર્ષે પરત કરીશું.

પછી 2024માં આઈપીએલ સાથે સમજૂતી કરી હતી.
બેંકનું કરજ આ કંપનીએ ભરવાનું કહ્યું છે. સભાસદોને નાણાં ચૂકવવાનું કબુલ કર્યું હતું.

આઈપીએલ કંપની ફેક્ટરી શરૂ કરવા માંગતી હતી પણ તેમાં મશીનરીના બદલે ખોખુ રહ્યું હતું. આઈપીએલએ ફેક્ટરીનો સર્વે કરીને તેની ખરીદીનો અંદાજ પણ બનાવ્યો ન હતો. તેથી તેના રીપેરીંગનો ગાળો હતો કે 8થી 10 મહિનામાં મીલ શરૂ થઈ જશે. નવેમ્બર 2025 સુધીમાં ફેક્ટરી શરૂ કરી શક્યા નહીં.

2026માં

2026માં ફેક્ટરી શરૂ તો થઈ પણ ખેડૂતોની શેરડી થોડી જ લીધી છે. 11869 ખેડૂતો મીલમાં સભાસદ છે. શેરડીનું વાવેતર કર્યું હોય એવા 4600 ખેડૂતો છે. જેમાંથી અંદાજે 400 ખેડૂતોની શેરડી આઈપીએલ માંડ લઈ શક્યું છે.
બાકીની કોલા, રસ, પશુના ઘાસચારામાં આપી દેવી પડી હતી.
જાન્યુઆરીમાં ખેડૂતોએ શેરડી કાપવાનું શરૂ કર્યું પણ મજૂરોની તંગી હતી. રોજના 700-800 ટન શેરડી ફેક્ટરી માંડ લેતી હતી.
2026માં 40થી 50 હજાર ટન શેરડી કોડીનારની હતી. તે પૂરી લઈ શક્યા નહીં.
પછી ખેડૂતોએ સસ્તામાં શેરડી આપી દેવાનું શરૂ કર્યું હતું. રાબડા-ગોળના એકમમાં સસ્તા ભાવે આપવી પડી હતી. તેઓએ ઓછા ભાવે શેરડી આપી દેવી પડી હતી. જેમાં 48 ખેડૂતોની શેરડી ખેતરમાં આજે પણ ખરેબ થઈને ઊભી છે.
જે ખેડૂતોની ઉદ્યોગપતિ મનોજ મોરીએ નાણાં આપવાની જાહેરાત કરી હતી. મનોજ મોરી દાન કરવા જાણીતા છે. જે દીનુ બોઘાને પડકાર હતો. 48 ખેડૂતોનો સરવે બે દિવસમાં થઈ ગયો છે અને નાણાં આપવાનું શરૂ બે દિવસમાં થઈ જશે.
ખેડૂતોએ સેવા સહકારી મંડળીમાં પોતાની પડી રહેલી શેરડીની નોંધ કરાવવા આવેલા હતા. જેનો સરવે થઈ ગયો છે. દેવડી, પીપળી, આલીધ્રા ગામો કોડીનારના છે.
ખેડૂતોએ કહ્યું કે તમે જે પૈસા આપે તે સ્વિકાર્ય છે.

Sugarcane Farming Issues

લડાઈ

ખેડૂતોની વાત સરકાર સાંભળતા નથી. ખેડૂત પોતાનું માંડ પુરૂ કરી શકે ત્યાં વિરોધ કરવા જઈ ન શકે.
આંદોલન
સપ્ટેમ્બર 2020માં બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરીથી શરૂ કરવા માટે ખેડુતોએ શેરડીના સાંઠા સાથે રેલી યોજી હતી. 700 કર્મચારી, 500 મોસમી ર્મચારી, 5 હજાર મજૂર રોજગારી મેળવતા હતા. 5 લાખ ટન શેરડીનું પીલાણ થતું હતું. આર્થિક કટોકટીના કારણે 2015માં બંધ પડેલો.

ગુજરાતની પહેલી ખાંડ મિલ

ખેડૂતો માટે ખેડૂત મંડળ 1955-56માં કામ કરે છે.
2009થી ઘણા ખેડૂતો ફેક્ટરી સામે લડી રહ્યા છે.
દેદાની દેવડી ગામના ભગવાન બાપા કોડિનારના મસિહા છે. 1951માં ધારાસભ્ય ભગવાનબાપા હતા. મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાના નજીકના સાથી તેઓ હતા અને તે વખતે  અહીં તેઓ જીવરાજ મહેતાને દેવડી ગામે લાવ્યા હતા. ત્યારે શેરડીમાંથી ગોળ બનાવવાનું કામ ચાલતું હતું. ખેડૂતોની ખરાબ હાલત છે તેથી અહીં ખાંડ બનાવવાની ફેક્ટરી બનાવવાની મંજૂરી આપો. 1956માં ગુજરાતની પ્રથમ ખાંડ ફેક્ટરી કોડીનારમાં અને બારડોલીમાં બની હતી.

સિંચાઈ

જામવાળા બંધમાંથી પાણી આવે છે તેમાંથી 25થી 30 ટકા શેરડીને પાણી મળે છે. 70થી 75 ટકા શેરડી બોર અને કુવાની સિંચાઈથી ખેડૂતો પકવે છે.

Sugarcane Farming Issues

ફેક્ટરી બંધ કરવા ષડયંત્રો

26 વાર્ષિક અહેવાલોમાં ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યા છે. ફેક્ટરી બંધ કરવાનો ઈરાદો હોવાથી અંબુજા સિમેન્ટ અને સાપુરજી પાલનજીની ફેક્ટરી ખેડૂતોની જમીન મળે એ માટે ઘણા લોકોએ ષડયંત્રો રચેલા હતા.
શોરડીમાં આવક વધારે હતી જ્યારે બીજા પાકો ખેડૂતો વાવે તો તેને ભાવ ન મળે અને જમીન વેચી દે. તેથી ફેક્ટરી જેની જમીન લઈ લે.
ઉદ્યોગપિતને ફાયદો ન થયો અને 12 વર્ષથી બંધ કોડીનાર સુગર મિલ ફરી શરૂ તો થઈ પણ ખેડૂતો પરેશાન છે.
ટન દીઠ વિકાસ અને વિસ્તાર વિકાસ ફંડ 2 ટકા ખેડૂતો પાસેથી લેવામાં આવતું હતું જે તેના ચૂકવણામાંથી કાપી દેવામાં આવ્યું હતું.

ખેડૂતો આર્થિક પાયમાલ

ગીર સોમનાથના કોડીનારમાં શેરડી પકવતા ખેડૂતો પર આફત આવી પડી છે. 12 વર્ષ બાદ શરૂ થયેલી IPL સુગર ફેક્ટરી ટેકનિકલ કારણોસર અચાનક બંધ થતા ખેડૂતોની 2500 ટન શેરડી લીધી ન હતી. જે ખરાબ થઈ રહી છે.
16 મહિને શેરડી પાકે છે.
ખેતરો ખાલી ન થતા આગામી ચોમાસુ વાવેતર પણ અટકી પડ્યું છે.
રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
2024માં ગીર પંથકના ખેડૂતો માટે ટન દીઠ શેરડીનો ભાવ રૂપિયા 2500થી 3500 સુધીનો ભાવ હતો.
ગુજરાતમાં શેરડીનો ભાવ એક ટન ના 630 નક્કી કરાયો હતો.

Sugarcane Farming Issues

અન્ય મિલોના ભાવ

ચાલથાણ 2736થી 2936 ભાવ
બારડોલી 2832થી 3132 ભાવ
મઢી2611થી 2761 ભાવ
મહુવા 2451 ભાવ

બંધ

2012થી તાલાલા અને 2015થી કોડીનારની સુગર ફેક્ટરી બંધ થઈ હતી. 200 કરોડનો વેપાર હતો.કોડીનાર અને તાલાલા તાલુકાના 80 ગામોની જમીનમાં શેરડી.ગોળના રાબડામાં અથવા તો ચારા માટે આપવી પડતી. યોગ્ય ભાવ મળતા નહીં. 2016થી બંધ હતી. 70 કરોડવું દેવું છે.બાકી પગાર પગાર ચૂકવશે.

શરૂ

10 વર્ષથી બંધ પડેલી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ કરવા સાધારણ સભા મળી. ઇન્ડિયન પોટાશ લી. ન્યુદિલ્હીને 30 વર્ષ માટે ભાડાથી આપી છે. 14 હજાર ખેડૂતો હતા સભાસદો હતા.5 હજાર ખેડૂતોએ શેરડી વાવી હતી. ચેરમેન પી.એસ.ડોડીયા હતા. આર્થિક ચક્ર થંભી ગયું હતું. શેરડી લેવાનું બંધ કરાતાં ચેરમેન કે કોઈપણ ડિરેક્ટર વ્યવસ્થિત જવાબ નથી દેતા. અગાઉ આવુ બનતું તો ઊભા શેરડી ના પાક નું વળતર મળતું હતું

Sugarcane Farming Issues

વચન

ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદી, અમિત શાહએ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વચનો અપ્યા હતા.
10 વર્ષ વચનનું પાલન કર્યું ન હતું. 2017માં અમિત શાહ વચન આપ્યું હતું. અમિત શાહ, દિલીપ સંઘાણી અજય પટેલ અને માજી સાંસદ દીનુ સોલંકીએ શરૂ કરીને જશ લીધો હતો.

ભૂંડ

કોડીનાર પંથકમાં લાંબા સમયથી ખેડૂતોના દરેક પાકોમા જંગલી ભૂંડ ભારે મોટું નુકસાન કરે છે. રાની પશુઓ પણ ખેતરોમાં આવી જાય છે. સિંહ કુટુંબો શેરડીના ખેતરમાં આવી જાય છે.

શેરડી સંશોધન

જુનાગઢમાંથી મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, કોડીનાર લઈ જવાયું છે. ઉત્પાદન વધારવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું કોડીનાર કેન્દ્ર ગુજરાતમાં મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર છે.

આ પણ વાંચો: 

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ – thegujaratreport.com

Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ – thegujaratreport.com

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ – thegujaratreport.com

Related Posts

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!
  • June 12, 2026

Gujarat Farmers Protest: ગુજરાતમાં હાલ ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈને ૧૫ જૂનના રોજ અમદાવાદથી ગાંધીનગર સુધીની વિશાળ રેલી યોજવાના છે. આ…

Continue reading
Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં
  • June 11, 2026

Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂન 2026 રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 3 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 5 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 7 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

  • June 12, 2026
  • 5 views
UP University Anti-Conversion Cell: યુપીની યુનિવર્સિટીઓમાં ધર્માંતરણ-વિરોધી સેલનો વિવાદ!

Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

  • June 12, 2026
  • 16 views
Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!

Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી

  • June 12, 2026
  • 10 views
Exam System Reform: પેપર લીક, ગડબડીઓ અને રાજકારણ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને બચાવવાની કસોટી