સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ જાહેર કર્યો પત્ર, ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને બહાર ન કાઢી શકાય

  • Gujarat
  • January 23, 2025
  • 1 Comments

સુરત(surat)ના ગોડાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થિની(student)એ આપઘાત(Suicide) કરી લેતાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

ત્યારે હવે અમદાવાદનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. શાળાઓ માટે સૂચનો તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા કે અન્ય શૈક્ષણિક સંકુલોમાં બાળકોને હેરાન ન કરવા સૂચનો અપાયા છે. બાળકોના હિતમાં જિલ્લા શાસનાધિકારી દ્વારા જાહેર કરેલ સૂચના અને જાહેરનામું પાલન કરવા કહેવાયું છે.

આ પણ વાંચોઃ BREAKING: ભાજપને ઝટકો, 100 જેટલા કાર્યકરોએ કમળ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

ફી બાકી હોય તો પણ પરિક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવા 

પત્રમાં જણાવ્યું છે કે બાળકના સર્વાંગી વિકાસનું કાર્ય શાળાઓ દ્વારા થતું હોય છે, આવા ઉમદા કાર્યના ભાગીદાર થવું તે દરેક શાળાનો ધ્યેય હોવો જોઈએ. શિક્ષક દ્વારા બાળકને સૌમ્યભરા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલી શાળાઓ દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાને કારણે વિદ્યાર્થીને પરિક્ષામાં ન બેસાડવા, હોલ ટીકીટ ન આપવા, રીઝલ્ટ ન આપવા જેવી ફરિયાદ અત્રે આવતી હોય છે. તેમજ શાળા દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવે છે. જેથી બાળકના કુમળા માનસ પર વિપરિત અસર થાય છે. જેથી તમામ શાળાઓને ફી બાકી અંગે વાલી જોડે જ રજૂઆત કરવાની રહેશે. તેમજ વિદ્યાર્થીની ફી બાકી હોય તો પણ વિદ્યાર્થીને પરિક્ષામાં બેસાડવા, હોલ ટીકીટ આપવા, રીઝલ્ટ આપવા કડક સૂચન કરાયું છે.

બાળકો સાથે ખોટું વર્તન કરશે પગલાં લેવાશે

બાળકો માટે શાળા અને શિક્ષક  આદર્શ હોય છે જો કે શિક્ષકો દ્વારા જ અઘટિત કાર્ય કરવામાં આવે તો બાળકોના માનસપટલ પર વિપરિત અસર કરે છે. જેના લીધે બાળક માનસિક રોગનાભોગી પણ બની શકે છે. જો કોઈપણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું માલૂમ પડશે અથવા તએ અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ મળશે અને તેમા તથ્ય જણાશે તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ શું કહ્યું?

આ પણ વાંચોઃ AHMEDABAD COLDPLAY CONCERT: મુંબઈથી અમદાવાદ બે દિવસ સ્પેશિયલ ટ્રેનો દોડશે, લોકોની સુવિધામાં વધારો

આ પણ વાંચોઃ Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા

Related Posts

Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
  • May 15, 2026

Khedbrahma Chikhla water crisis: એક તરફ રાજ્ય સરકાર ‘નળ સે જલ’ અને ‘હર ઘર જલ’ જેવી યોજનાઓ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે પીવાનું પાણી પહોંચાડવાના ગજગજાવતા દાવાઓ કરી રહી છે, ત્યારે…

Continue reading
Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”
  • May 15, 2026

Amreli fertilizer shortage: રાજ્યમાં ચોમાસાની સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો ખાતરની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. ખેતી માટે જમીન તૈયાર કરવાના આ નિર્ણાયક સમયે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

  • May 15, 2026
  • 6 views
Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

  • May 15, 2026
  • 2 views
Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

  • May 15, 2026
  • 4 views
Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

  • May 15, 2026
  • 9 views
Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

Farooq Abdullah: RSS નેતા દત્તાત્રેય હોસબોલેના પાકિસ્તાન સાથે સંવાદના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો કટાક્ષ, કહ્યું- મને તો આતંકી કહેવામાં આવ્યો હતો

  • May 15, 2026
  • 9 views
Farooq Abdullah: RSS નેતા દત્તાત્રેય હોસબોલેના પાકિસ્તાન સાથે સંવાદના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો કટાક્ષ, કહ્યું- મને તો આતંકી કહેવામાં આવ્યો હતો

Congress On PM Modi: પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં મોટો વધારો, કોંગ્રેસે મોદી સરકારને ‘મોંઘવારી મેન’ કહી ઘેરી

  • May 15, 2026
  • 9 views
Congress On PM Modi: પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં મોટો વધારો, કોંગ્રેસે મોદી સરકારને ‘મોંઘવારી મેન’ કહી ઘેરી