Politics: ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક! સાચુ કે ખોટું?

  • Gujarat
  • January 23, 2025
  • 0 Comments

ગુજરાત ભાજપના સંગઠનની સંરચના ચાલી રહી છે. મંડળ પ્રમુખોની નિમણૂકો બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણૂકનું કોકડું ગૂંચવાયુ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવતા સંગઠન માટે ઓછો સમય ફાળવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર થતાં સંગઠનની જવાબદારી વધી ગઈ છે. તેવામાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલની કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

 ભાજપ પ્રદેશ પવક્તાએ કર્યો ખુલાસો

ભાજપના જ પ્રદેશ પવક્તા યજ્ઞેશ દવેએ  સમગ્ર મામલે એક પોસ્ટ વાઈરલ કરી હતી અને સમગ્ર મામલે ખુલાસો પણ કર્યો હતો.  દવે દ્વારા પોસ્ટ મૂકી ખુલાસો કર્યો હતો કે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે   સી આર પાટીલ  કાર્યરત છે હાલ કોઈ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ Surendranagar: ગેસ ગળતરની ઘટનામાં ચીફ ઓફિસર અને એસ.આઈ. ફરાર!

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેમ છતાં પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક બાકી છે. હાલના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીની જવાબદારી હોવાથી ચૂંટણીમાં સમય ફાળવી શકે તેમ નથી. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બાદ થાય તેમ છે. તેથી સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપર વિશેષ જવાબદારી આવી ગઈ છે.

નવું માળખું અધૂરું કેમ રહ્યું?

હાલમાં નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. મંડળ પ્રમુખોની નિમણૂક બાદ જિલ્લા અને મહાનગરોના પ્રમુખની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે 1300 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ, કેટલાંક કારણોને લઈ નવા સંગઠનની પ્રક્રિયા ઘોંચમાં પડતાં નવું માળખું અધૂરું રહ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

   પોસ્ટ વાઈરલ થતાં અભિનંદન પણ પઠવાઈ ગયા

કાર્યકારી પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે રજની પટેલની નિમણૂક કરાયાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વોટ્સએપ ગૃપોમાં કાર્યકરોએ રજની પટેલને અભિનંદન આપવાનું શરૂ કર્યુ હતુ. આ બાબતે પ્રદેશ મહામંત્રી રજની પટેલનો બેનિફિટ ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂકની બાબત અફવા છે. ભાજપમાં કાર્યકારી પ્રમુખ જેવું કંઈ હોતુ નથી. કેટલાક મીડિયા દ્વારા ઉપજાવી કાઢેલી વાત છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક રાષ્ટ્રીય કક્ષાએથી થતી હોય છે. તેથી હાલમાં આ સમાચારમાં કોઈ દમ નથી.

ભાજપના મીડિયા કન્વિનર ડૉ. યજ્ઞેશ દવેએ આ બાબતે જણાવ્યું હતું કે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ કાર્યરત છે, હાલ કોઈ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કે જવાબદારી અપાયેલ નથી.

આ પણ વાંચોઃ BZ કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી

આ પણ વાંચોઃ Surendranagar: ગેસ ગળતરની ઘટનામાં ચીફ ઓફિસર અને એસ.આઈ. ફરાર!

Related Posts

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ
  • May 4, 2026

NEET Exam Kanthi Controversy: સુરતમાં તાજેતરમાં યોજાયેલી NEET-UG પરીક્ષા દરમિયાન એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારની ગૌતમ સ્કૂલમાં જ્યારે પરીક્ષા આપવા આવેલી એક દીકરીની ગળામાંથી…

Continue reading
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો
  • May 4, 2026

Surat Molestation Case: સુરત શહેર જે પોતાની આધુનિકતા અને સલામતી માટે જાણીતું છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિંગણપોર વિસ્તારમાં માત્ર ૧૫ દિવસના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 3 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 5 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 10 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 9 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 10 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 13 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો