
આજે રાજકોટમાં ડોક્ટરે પોતાના ઘરે જ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટે આત્મહત્યા કરી છે. કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા જય પટેલનું એનેસ્થેસિયાના ઈન્જેક્શન લઈ ઓવરડોઝ લીધા બાદ મોત થયું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
માતાપિતા વિશે સ્યુસાઈડ નોટમાં શું કહ્યું?
પ્રાથમિક તપાસમાં ઘરકંકાસથી કંટાળી ડોક્ટરે આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે. ડો. જય પટેલનાં માતા-પિતા તીર્થયાત્રામાં ગયાં છે અને જય પટેલ આજે સવારથી ઘરે હતા. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આ બનાવની પહેલી જાણ માતા-પિતાને નહીં, પણ જીજાજીને કરજો. હાલ પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એનેસ્થેસિયા શું છે?
એનેસ્થેસિયાનું દવા ઈન્જેક્શન દ્વારા દર્દીને આપવમાં આવે છે. દર્દીના પૂરેપૂરા શરીરને કે જરૂરી નાના-મોટા ભાગને કે અવયવને આ દવાથી પીડારહિત-બહેરું કરી શકાય છે. સામાન્ય વાતચીતની ભાષામાં આપણે બેભાન કરવાવાળા ડોક્ટરને શીશીવાળા ડોક્ટર કહીએ છીએ.
આ જ દવાના ઓવર ડોઝ લઈ લેતાં ડો. જયેશ પટેલનું મોત થઈ ગયું છે.
આ પણ વાંચોઃ Rajkot Murder Case: પતિએ પત્નીની કરી કરપીણ હત્યા, બે સંતાનો બન્યા નોંધારા