Waqf Bill: વિપક્ષના હોબાળા વચ્ચે JPCએ વકફ સુધારા Billને આપી મંજૂરી, 14 ફેરફારો કરાશે

  • India
  • January 27, 2025
  • 0 Comments

Waqf Amendment Bill Approves: આજે સોમવારે વક્ફ(સુધારા) બિલની તપાસ કરી રહેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી( JPC)એ શાસક ભાજપની આગેવાની હેઠળના એનડીએ સભ્યો દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓને સ્વીકારી લીધા છે. જ્યારે વિપક્ષી સભ્યોએ હોબાળો કરી રજૂ કરેલા દરેક સુધારાને નકારી કાઢ્યા છે. JPC એ જાહેરાત કરી કે ડ્રાફ્ટ રિપોર્ટ 28 જાન્યુઆરી સુધીમાં પ્રસારિત કરવામાં આવશે અને પછી 29 જાન્યુઆરીએ ઔપચારિક રીતે અપનાવવામાં આવશે.

લોકશાહી પ્રક્રિયાનો નાશ કરવાનો આરોપ

જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા સુધારા કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જોકે, વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની ટીકા કરી અને જગદંબિકા પાલ પર લોકશાહી પ્રક્રિયાનો ‘નાશ’ કરવાનો આરોપ લગાવ્યો.

‘પાલે સરમુખત્યારશાહી રીતે કામ કર્યું’

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે તેમણે તે બધું કર્યું જે તેમણે પહેલા નક્કી કર્યું હતું. તેમણે કહ્યું  અમને કંઈ કહેવા ન દીધુ, કોઈ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી. અમે સુધારાઓની દરેક કલમ ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ અમને બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી.”

લોકશાહી માટે ખરાબ દિવસ

બેનર્જીએ વધુમાં કહ્યું કે JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે સુધારા રજૂ કર્યા અને પછી અમારા મંતવ્યો સાંભળ્યા વિના તેની જાહેરાત કરી. આ લોકશાહી માટે ખરાબ દિવસ છે. તે જ સમયે, પાલે આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે સમગ્ર પ્રક્રિયા લોકશાહી હતી અને બહુમતીના અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

NDAના બધા સુધારા સ્વીકારાયા, વિપક્ષના ન કર્યા

પાલે જણાવ્યું હતું કે બિલના 14 કલમોમાં NDA સભ્યો દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષી સભ્યોએ પણ અનેક સુધારા રજૂ કર્યા હતા. જોકે, તે બધાને નકારી કાઢવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વકફ (સુધારા) બિલ 8 ઓગસ્ટ 2024 ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા હતી પરંતુ વિગતવાર ચકાસણી માટે તેને JPC પાસે મોકલવામાં આવ્યું હતું.

આ પણ જુઓ:

Related Posts

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ
  • September 18, 2026

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડમાં 1,320 મેગાવોટની કોલસા આધારિત વીજળી ખરીદી પરિયોજનાને લઈને રાજકીય વિવાદ તેજ બન્યો છે. કોંગ્રેસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની BJP સરકાર પર આરોપ લગાવ્યો…

Continue reading
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો
  • September 18, 2026

Rice Production Decline India: ભારતમાં ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની આશંકા છે. ઓછા વરસાદ અને પાક તૈયાર થવાના મહત્વપૂર્ણ તબક્કામાં પૂરતી ભેજ ન મળવાને કારણે આ વર્ષે ચોખાનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 1 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 4 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 4 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી