BZ Scam: અરલલ્લી જીલ્લાની શાળાનો શિક્ષક સસ્પેન્ડ, 70 કરોડનું કરાવ્યું હતુ રોકાણ

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

BZ scam: BZ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરાઈ છે. કૌભાંડ એજન્ટ બનેલા મેઘરજના શિક્ષક વી.ડી પટેલને સસ્પેન્ડ કરી દેવાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર-2માં ફરજ બજાવતો શિક્ષક વી.ડી પટેલ ભુપેન્દ્રસિંહ ઝાલાના કથિત કૌભાંડમાં એજન્ટ હતો. CID ક્રાઈમની પૂછપરછમાં વી.ડી પટેલે એજન્ટ તરીકે 1300 લોકો પાસેથી 70 કરોડનું રોકાણ કરાવ્યું હોવાનું કબૂલ્યું છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ કુમાર દવેએ શિક્ષક વી.ડી પટેલને ફરજ મોકૂફ કરી દીધો છે.

શિક્ષકને CID ક્રાઈમની ટીમ ગાંધીનગર લઈ ગઈ હતી

ગઈ 22 જાન્યુઆરીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષક વી.ડી પટેલની CID ક્રાઈમ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શિક્ષક વી.ડી પટેલને પૂછપરછ અર્થે પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ જવાયો હતો. BZ ગ્રુપમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે.

વી.ડી પટેલે લાખોની મિલકત વસાવી

અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો. BZ ગ્રુપમાંથી તગડું વળતર કમાઈને એજન્ટ શિક્ષક વી.ડી પટેલે લાખોની મિલકત અને મર્સીડીઝ ગાડી પણ ખરીદી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા.

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

  • March 4, 2026
  • 2 views
Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

  • March 4, 2026
  • 4 views
Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

  • March 4, 2026
  • 5 views
BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

  • March 4, 2026
  • 5 views
Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

  • March 4, 2026
  • 8 views
Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો

  • March 4, 2026
  • 7 views
Stock Market Crash 2026:  મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો