Viramgam: મહિલા સાથે મૈત્રી કરારથી રહેતાં શિક્ષકની હત્યા, પતિ અને મળતિયાઓએ ખેલ્યો ખૂની ખેલ, પોલીસે શું કહ્યું?

  • Gujarat
  • January 30, 2025
  • 0 Comments

Teacher Murdered  Viramgam: અમદાવાદ જીલ્લાના વિરમગામમાં(Viramgam) શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો  છે.

મળતી વિગત પ્રમાણે મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા સાથે મૈત્રી કરારથી વિરમગામની મહાલક્ષ્મી પોળમાં રહેતા હતા. જેને લઈને મહિલાના પતિ અને તેના પરિવારજનોએ શિક્ષક નરેશ ચાવડા પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

વિરમગામ હાઈવે પરથી 41 વર્ષિય શિક્ષકની લાશ મળી આવતા આસપાસનાં લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં કેટલાક શખ્શો દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપી કલાભાઇ હીરાભાઈ ગોહિલ,અજીતભાઈ ખેંગારભાઇ ગોહિલ તેમજ જેસંગભાઇ ઉર્ફે ગોકાભાઇ રામાભાઇ કટારીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાંભળો આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસ.પી,ઓમ પ્રકાશ જાટએ શું કહ્યું?

આ પણ વાંચોઃ Kumbh Mela: મહાકુંભમાં મહેસાણાના શ્રધ્ધાળુનું મોત, મૃતદેહને વતન લવાશે

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત