પતિને 10 લાખમાં કિડની વેચાવીને પત્ની પ્રેમી સાથે થઈ ફરાર

  • India
  • February 3, 2025
  • 0 Comments
  • પતિને 10 લાખમાં કિડની વેચાવીને પત્ની પ્રેમી સાથે થઇ ફરાર

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાની એક મહિલા પર આરોપ છે કે, તેણે દીકરીના શિક્ષણ માટે તેના પતિને 10 લાખ રૂપિયામાં તેની કિડની વેચવા માટે મનાવી લીધો હતો. એ પછી તે પૈસા લઈને તેના ‘પ્રેમી’ સાથે ભાગી ગઈ હતી. પતિ અને તેના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ‘પ્રેમી’ એ છૂટાછેડાનો કેસ દાખલ કરવાની પણ વાત કરી હતી.

મહિલાનો પતિ હાવડાના સંકરેલ શહેરનો રહેવાસી છે. આ મામલે પોલીસમાં તેણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે છેલ્લા એક વર્ષથી મહિલા તેના પતિને કિડની વેચીને પૈસા કમાવવા માટે દબાણ કરી રહી હતી. જેથી ઘરનો ખર્ચ સારી રીતે ચાલી શકે અને તેમની 12 વર્ષની દિકરીનો સ્કૂલમાં અભ્યાસ પણ બરોબર થઈ શકે.

જેથી મહિલાએ કિડની ખરીદનારને શોધ્યો અને તેની સાથે 10 લાખ રૂપિયામાં કિડની વેચવા નક્કી કર્યું હતું. જેથી તેનો પતિ કિડની વેચવા માટે સંમત થયો હતો. ફરિયાદમાં જણાવ્યું છે કે ગયા મહિને જ તેમની સર્જરી કરવામાં આવી હતી. એ પછી તે ઘરે પરત આવી ગયો હતો. તેમની પત્નીએ તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે આરામ કરવાની અને બહાર ન જવાની સલાહ આપી.

ભોગ બનેલ પતિ

આ પણ વાંચો- ઈસરોનું ‘NavIC મિશન’ નિષ્ફળ! 100માં રોકેટ મિશનને મોટો ઝાટકો

પતિએ આગળ કહ્યું કે, પછી એક દિવસ તે ઘરેથી ભાગી ગઈ અને પાછી ન આવી. પછી મને ખબર પડી કે કબાટમાંથી 10 લાખ રૂપિયા રોકડા અને થોડા બીજા પૈસા લઈને ગાયબ થઈ ગઈ હતી. ફરિયાદમાં પતિએ જણાવ્યું હતું કે, તેણે તેના પરિવાર સાથે મળીને તેની પત્નીને શોધવા માટે મિત્રો અને પરિચિતો પાસેથી મદદ લીધી હતી. પછી હાવડાથી દૂર કોલકાતાના બેરકપુર પાસેથી મળી આવી હતી. અને જે વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી તેની સાથે રહેતી હતી.

ફરિયાદ પ્રમાણે, ‘આ વ્યક્તિ સાથે મારી પત્નિનો પરિચય ફેસબુક દ્વારા થયો હતો. અને છેલ્લા એક વર્ષથી તેના પ્રેમી સાથે સંબંધમાં હતી. પતિએ કહ્યું કે, જ્યારે હું અને મારી દિકરી બેરકપોર ખાતે તે પુરુષના ઘરે ગયા ત્યારે તેણે બહાર આવવાની ના પાડી દીધી. અને ‘પ્રેમી’ એ મારા પર આરોપ લગાવ્યો હતો કે તમે 16 વર્ષના લગ્ન જીવનમાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. તેથી હવે તે તમારી સાથે છૂટાછેડાનો કેસ દાખલ કરશે.’

આ ઉપરાંત તેના પ્રેમીએ એ વાતનો ઇનકાર કર્યો કે મહિલાએ સંકરૈલ તેના સાસરિયાના ઘરમાંથી કોઈ રોકડ રકમ લઈને આવી છે. તેણે કહ્યું કે, તે માત્ર તેની પોતાની બચત જ સાથે લઈને આવી છે.

મહિલા અને તેના કથિત પ્રેમીની પૂછપરછ કરવામાં આવશે

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ફરિયાદના આધારે અને પતિના પરિવાર સાથે ‘પ્રેમી’ની વાતચીતના વીડિયો ફૂટેજની તપાસ કર્યા પછી જ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તેઓ મહિલા અને તેના કથિત પ્રેમીની પૂછપરછ કરશે.

આ પણ વાંચો- નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ઘમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!

Related Posts

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત
  • August 4, 2026

Bankipur-Datia byelection Result: ભારતીય જનતા પાર્ટી (BJP) માટે બિહાર અને મધ્ય પ્રદેશમાં યોજાયેલી બે મહત્વપૂર્ણ વિધાનસભા પેટાચૂંટણીઓના પરિણામો રાજકીય રીતે ચર્ચાનો વિષય બન્યા છે. બિહારની બાંકીપુર બેઠક પર જન સુરાજ…

Continue reading
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 1 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 6 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 15 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 14 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો