Gujarat Weather: અમરેલી, બનાસકાંઠા જીલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોને નુકસાનની ભીતિ

  • Gujarat
  • February 3, 2025
  • 0 Comments

Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તાજેતરમાં જ હવામાન નિષ્ણાંતોએ 2થી 5 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરતી દેખાઈ રહી છે. અમરેલી જીલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારથી કાળા ડિબ્બાગ વાદળો છવાઈ ગયા છે. જેથી ખેડૂતો ચિંતમાં મૂકાયા છે. સાથે જ પાક ન બગડે તે માટે આયોજન કરી રહ્યા છે.

ખેડૂતોમાં ચિંતાનું મોજું  

અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા, લીલીયા, ખામ્ભા, જાફરાબાદ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બનાસકાંઠા જીલ્લાનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી જ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદ થાય તો બટાકા, જીરૂ, ઈસબગુલ, એરંડા, રાયડો, ઘઉ, રાજગરો સહિતનાં પાકોને  મોટુ નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

કયા જીલ્લાઓમાં માવઠાંની શક્યતાઓ

અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભાંવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 2 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 6 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 5 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 10 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 11 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 12 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ