
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહોના વારંવાર આટાફેરા વધી રહ્યા છે. ત્યારે એક સિંહના બચ્ચાનો રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. જૂનાગઢમાં એક કૂવામાં પડી ગયેલા સિંહના બચ્ચાને વન વિભાગની ટીમ સહીસલામત રીતે બહાર કાઢ્યુ હતુ.
જૂનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના એક ખેતરમાં આ સિંહનું બચ્ચું કૂવામાં સરી પડ્યું હતુ. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેમને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી અને કૂવામાંથી એક વર્ષના સિંહ બાળને સુરક્ષિત બહાર કાઢ્યુ હતુ. એક વર્ષના બચ્ચાનું રેસ્ક્યૂ કર્યા બાદ તેને બાદમાં સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યુ હતુ. બચ્ચાની સારવાર બાદ જંગલમાં છોડી દેવા કામગીરી કરાઈ હતી.