Dahod News:  દાહોદ પોલીસની કામગીરીઃ અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવી, દુકાન સહિત CCTV લગાવ્યા, સરકાર શું કરે છે?

  • Gujarat
  • February 5, 2025
  • 2 Comments

Dahod News:  દાહોદના સંજેલી તાલુકામાં ઢાલસીમળ ગામે તાજેતરમાં એક 35 વર્ષિય મહિલા સાથે ક્રૂર અત્યાચાર ગુજારાયો હતો. મહિલાના પોતાના ઘરના જ પરિવારના સભ્યોએ અર્ધનગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવી હતી. આ ઘટના અંગે ખુદ હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી છે. ત્યારે મહિલા સન્માનભેર જીવી શકે તે માટે પોલીસે  મદદ કરી છે. પોલીસે મહિલાને શાકભાજી અને ફળની દુકાન શરૂ કરી આપી છે.

‘આત્મ ગૌરવ’ નામની દુકાન શરૂ કરાવી

પીડિત મહિલાને ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક ‘આત્મ ગૌરવ’ નામની શાકભાજી અને ફળની દુકાન શરૂ કરાવી છે. દુકાન માટે 11 માસનો કરાર કરવામાં આવ્યો છે. દુકાનનું ભાડું દાહોદ પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 માસ માટે એડવાન્સમાં ચૂકવી દીધું છે. મહિલાને એક મહિના માટે પૂરતું શાકભાજીનું માલસામાન પણ પૂરો પાડવામાં આવ્યો  છે. દાહોદના જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી ડી.આર.પટેલે આ દુકાનનું ઉદ્યાટન કર્યું હતું. પોલીસની આ કામગીરીની ચર્ચા થઈ રહી છે.

પોલીસ ટીમ મહિલાને મળતી રહેશે

મહિલાની સુરક્ષા માટે  શાકભાજીની દુકાનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાની ફતેપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દુકાનની મુલાકાત લેતી રહેશે. દર અઠવાડિયે મુલાકાત લઈને મહિલાની પુછપરછ કરશે. કોઈ સતામણી ન થાય એ માટે CCTV કેમેરા પણ નાખી આપવામાં આવ્યા છે.

હાઈકોર્ટમાં થશે સુનાવણી

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચ દ્વારા આ અરજી રિફર કરાઈ  છે. 12 ફેબ્રુઆરીએ આ વિશે વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં એક્શન ટેકન રિપોર્ટમાં રાજ્ય સરકાર જવાબ આપશે.   આ સમગ્ર ઘટના અંગે કોઈ નેતા બોલ્યા નથી. સાથે જ સરકાર પર સવલો ઉભા થયા છે. સરકારને હાઈકોર્ટમાં જવાબો આપવા પડી શકે છે.

 

આ પણ વાંચોઃ નાણામંત્રીને પ્રશ્ન; અમેરિકા ટેરિફ લગાવશે તો શું કરશો? જાણો શું જવાબ મળ્યો

શું હતી ઘટના?

મહિલાને ગામના જ ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમસબંધ હતો. જેથી 28 જાન્યુઆરીના રોજ  પરિણીતાના સાસરિયાઓએ  ગોવિંદના ઘરમાંથી મહિલાને કાઢી માનવતાને પણ લજવે તે રીતે માર માર્યો હતો.   સાસરી પક્ષના જ 15 જેટલાં લોકોએ ઘરમાંથી ખેંચીને બહાર કાઢી હતી. મહિલાને માર મરાયો હતો. ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી સાંકળથી બાઈક સાથે બાંધવામાં આવી હતી. અને પછી એ જ અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી હતી. મહિલા આજીજી કરતી રહી પણ કોઈએ છોડી ન હતી.

 

 

આ પણ વાંચોઃ Delhi Elections: રાહુલ ગાંધીએ મતદાન કર્યું, મનીષ સિસોદિયાએ કાલકાજી મંદિરમાં પૂજા કરી

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

  • November 3, 2026
  • 3 views
Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

  • November 3, 2026
  • 5 views
US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

  • November 3, 2026
  • 4 views
Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર

  • November 3, 2026
  • 6 views
Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર

Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

  • November 3, 2026
  • 11 views
Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

  • November 3, 2026
  • 12 views
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર