
Deepseek AI અને ChatGPT પર પ્રશ્નો ઉભા થયા છે. આ ટુલ્સ પર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની પ્રાઈવસી જોખમાય તેવા આરોપ લાગ્યા છે. બંને ટુલ્સ ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે ભારત સરકાર દ્વારા ChatGPT અને Deepseek જેવા AIનો ઉપયોગ કરવા અંગે કર્મચારીઓને ચેતવ્યા છે. નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓને AI ટૂલ્સનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.
સરકારી દસ્તાવેજોને જોખમ
સરકારી દસ્તાવેજો અને ડેટા ગોપનીયતા માટેના જોખમોને ટાંકીને, સરકારે કહ્યું કે તમામ સરકારી વિભાગોએ ઓફિસ સંબંધિત કામ માટે ChatGPT અને DeepSeek સહિત અન્ય AI સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સરકારનું કહેવું છે કે તેમના ઉપયોગથી સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે ખતરો ઉભો થઈ શકે છે.
આટલા દેશોમાં પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા અને ઇટાલી જેવા દેશોએ ડેટા ગોપનીયતા જોખમોનું કારણ આગળ ધરી ડીપસીક એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચોઃ Mahakumbh: દિલ્હીમાં મતદાન, બીજી બાજુ યોગી સાથે મોદીનું ગંગા સ્નાન, જુઓ
આ પણ વાંચોઃ Delhi Elections LIVE: 9 વાગ્યા સુધીમાં 8.1 ટકા મતદાન, રાષ્ટ્રપતિ અને આતિશીએ કર્યું મતદાન, કોણ જીતશે?