ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિક સહિત 7 ઘૂસણખોરોને કર્યા ઠાર

  • India
  • February 7, 2025
  • 0 Comments
  • ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિક સહિત 7 ઘૂસણખોરોને કર્યા ઠાર

ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી જ્યારે નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દૈનિક ભાસ્કરે પોતાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. ભારતીય સેનાને આ અંગે માહિતી મળી અને તેમણે પહેલા જ હુમલો કરી કાવતરું નિષ્ફળ બનાવ્યું.

ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) ના 3-4 સભ્યો પણ માર્યા ગયા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે.

જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

આતંકવાદીઓ અલ બદ્ર જૂથના હોઈ શકે છે

સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલ બદ્ર જૂથના સભ્યો હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પહેલાથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલીશું.

પાકિસ્તાની પીએમએ કહ્યું- વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ આવશે

ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલીશું.

PoKમાં થઈ જૈશ-લશ્કરની મીટિંગ; સરકારે આપી મંજૂરી

પાકિસ્તાની પીએમના નિવેદન પછી સરકારે POKના રાવલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને એક રેલીની મંજૂરી આપી હતી. તેમાં બંદૂકો અને AK-47 લહેરાવવામાં આવી હતી. આ રેલીમાં એન્ટી ઈન્ડિયન નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના લીડર્સ પણ હાજર હતા.

આ પણ વાંચો- હાથ-પગ બાંધીને પરત લવાયેલા ભારતીયો વિશે અમેરિકન મીડિયામાં શું વાત થઈ રહી છે?

Related Posts

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર
  • May 11, 2026

INDIA bloc controversy: પશ્ચિમ બંગાળના રાજકારણમાં દોઢ દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટી સામે સત્તા ગુમાવતા જ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીના સૂર બદલાયા છે.…

Continue reading
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 2 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?