મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી

  • Gujarat
  • February 8, 2025
  • 0 Comments
  • મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભના કારણે ભારતીય રેલવેને અઢળક કમાણી થઈ છે. તો ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજના કુંભમેળામાં ગંગા સ્નાન કરવા પહોંચ્યા હોવાથી જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ વિભાગને 186.45 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ જાન્યુઆરીમાં અમદાવાદ ડિવિઝને પ્રતિદિવસ સરેરાશ 6 કરોડ રૂપિયાથી વધુની આવક રળી હતી.

ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે.

આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં કુલ 24,753 લોકોને ઝડપી તેમની પાસેથી 1.78 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.

25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા 9126 લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે 64.25 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં ભાજપનો ઘોડો દોડ્યો; આપ ધીમે પડી તો કોંગ્રેસે ખાતુંં ખોલાવા તરફ

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

  • March 4, 2026
  • 3 views
Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત

US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • March 3, 2026
  • 5 views
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 3, 2026
  • 9 views
Tribal: ભાજપ સામે આંદોલન કરનારા નેતાઓ કેમ ભાજપમાં જોડાયા? આદિવાસી પટ્ટો કબ્જે કરવાનો શુ છે પ્લાન?જુઓ ખાસ વિશ્લેષણ

Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

  • March 3, 2026
  • 14 views
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?

Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

  • March 3, 2026
  • 11 views
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

  • March 3, 2026
  • 9 views
Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો