મેઘા ઓપરેશન; સેનાએ 31 નક્સલવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ; બે જવાન શહીદ

  • India
  • February 9, 2025
  • 0 Comments
  • મેઘા ઓપરેશન; સેનાએ 31 નક્સલવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ; બે જવાન શહીદ

છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર મેઘા ઓપરેશન: નક્સલવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર રવિવારે (9 ફેબ્રુઆરી) 1000થી વધારે સેનાના જવાનોએ 31 નક્સલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અથડામણમાં DRG અને STFના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે જવાન ઘાયલ થયા છે.

બીજાપુર-નારાયણપુર સરહદ પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે. આ તમામ નક્સલવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ સિવાય ઘટના સ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

બસ્તર રેન્જ IG સુંદરરાજના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. બીજાપુર ઈન્દ્રાવર્તી નેશનલ પાર્ક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ શરૂ છે. વળી બીજાપુર SP જીતેન્દ્ર યાદવે કહ્યું કે, ઓપરેશનમાં ઠાર કરવામાં આવેલાં નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. આ ઓપરેશન મોટું છે અને હજુ ચાલુ છે.

નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં થઈ હતી. રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે.

બસ્તર IG સુંદરરાજે જણાવ્યું કે, માઓવાદીઓની હાજરીની સૂચના મળતાં જ ફોર્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બીજાપુર DRG, STF અને બસ્તર ફાઇટર્સના જવાનો દ્વારા નક્સલવાદીઓનો ઘેરાવ કરવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલાં પણ છત્તીસગઢ, ઓડીશા સરહદ પર થયેલી અથડામણમાં 16 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં 90 લાખ રૂપિયાનો ઈનામી ચલપતિ પણ સામેલ હતો. ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધી દેશના નક્સલવાદને સંપૂર્ણ રીતે ખત્મ કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો- અમેરિકાથી હાથકડી-સાંકળોમાં બાંધીને પોતાના લોકોને પરત મોકલવાને લઈને ભારત હવે શું કહી રહ્યું છે?

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત