
- પાટણ: વડાવલી ગામે મુસ્લિમ સમાજના ચાર બાળક સહિત એક મહિલાનું તળાવમાં ડૂબવાથી મોત
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં એક દુ:ખદ દૂર્ઘટના ઘટી છે. તળાવમાં ડૂબી જવાથી મુસ્લિમ સમાજના ચાર બાળકો સહિત એક વ્યક્તિનું મોત નિપજતા તમામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 2 બાળકો અને તેમની માતાનું પણ મોત નીપજ્યું છે. આ એક સાથે પાંચ જણના ડૂબવાની ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
મળી રહેલી માહિતી અનુસાર, એક વ્યક્તિને બચાવવા માટે અન્ય ચારનો ભોગ લેવાઈ ગયો હતો. એક બાળકને બચાવવા જતાં એક મહિલા અને અન્ય ત્રણ બાળકોના મોત થઈ ગયા છે. ગામ લોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
ડૂબવાથી મોતને ભેટેલા કમનસીબ
- અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10)
- મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8)
- સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ. 14)
- સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12
- ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32)
સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારની માતા અને 2 બાળકો તેમજ ગ્રામ પંચાયતમાં ફરજ નિભાવતા પટાવાળાના પુત્રનું પણ મૃત્યું પામ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.
તલાટીએ જણાવ્યું હતું કે, સાજે સાડા પાંચ વાગ્યા આસપાસ મુસ્લિમ સમાજના બાળકો વડાવલી ગામ તળાવ પાસે બકરા ચરાવી રહ્યાં હતા. તે દરમિયાન એક બાળક તળાવમાં ડૂબ્યો હતો. એક બાળક ડૂબતાં બીજા બાળકો તેને બચાવવા જતા તમામ પાંચ લોકો તળાવમાં ડૂબી ગયા હતા.
આ પણ વાંચો- VIDEO: યુવતી પોતાની બહેનના લગ્નના સ્ટેજ પર કરી રહી હતી ડાન્સ; અચાનક આવ્યું મોત








