KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

  • Gujarat
  • February 12, 2025
  • 3 Comments

Kheda  News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં  દારુ પીધા બાદ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે. પોલીસનું કહેવું છે કે સોડા પીવાથી મોત થયા. જ્યારે પરિવારનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ ત્રણેય લોકોના મોત થયા છે. ત્યારે સચ્ચાઈ શું છે તે હજું સુધી બહાર આવી નથી. જેથી ખેડા પોલીસ શંકાના દાયરામાં આવી છે.

બે દિવસ અગાઉ નડિયાદ શહેરમાં આવેલા જવાહરનગર વિસ્તારમાં  ત્રણ લોકોના મોત થયા હતા. મોતના બે દિવસ બાદ પણ પોલીસ મોતનું કારણ છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે હવે પીએમ અને વિસેરાના રિપોર્ટને આગળ ધરી લઠ્ઠાકાંડ પરથી પડદો પાડવાની કોશિશ કરી રહી છે. જો કે સવાલો થઈ રહ્યા છે આ ત્રણ લોકોએ એવું તે કયું કેમિકલ પીધું કે તેમના મોત થયા? તેનું ચોક્કસ કારણ પોલીસ પણ જણાવી શકી નથી.  પોલીસ કહે છે સોડા પીધા બાદ મોત થયા. જ્યારે પરિવારના લોકોનો આક્ષેપ છે કે દારુ પીધા બાદ મોત થયા છે. જેથી ખેડા જીલ્લા પોલીસ સામે શંકાની સોય ઉભી થઈ છે.

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતાં કનુ ચૌહાણ, રવિન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાહાના દેશી દારુ પીધા બાદ રહસમ્ય સંજોગોમાં મોત થયા છે. પોલીસ વડા રાજેશ ગઠિયાએ કાર્ડિયો રેસ્પીરેટરી એરેસ્ટ( હ્રદય અને ફેફસા બંધ થવા)થી ત્રણેય લોકોના મોત થયાનું રટણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું વિસેરાના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ વધુ સ્પષ્ટ થસે. જો કે પોલીસ ગોળગોળ જવાબથી પોલીસ શંકાના ઘેરામાં આવી છે. હાલ આ મામલાની તપાસ એલસીબી શાખાના પોલીસ ઈસ્પેક્ટર કરી રહ્યા છે.

પોલીસે કહ્યું છે કે નડિયાદ સિવિલ હોસ્પિટલ મારફતે બ્લડ સેમ્પલ મેળવી ચકાસણી કરાવી હતી. જેમાં દારુ પીવાથી મોત થયું નથી. તેવું તારણ બહાર આવ્યું નથી. બ્લડ રિપોર્ટમાં જણવા મળ્યું હતુ કે મિથેનોલ મળી આવ્યુ નથી. ત્યારે સવાલ થાય છે કે દારુ પીધાની જ ચકાસણી કેમ થઈ? બીજા કયા કેમિકલના તત્વો છે, તેની તપાસ કરાઈ નથી.

ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરના અનેક ઠેકાણે દારુના અડ્ડાઓ ધમધમે છે. છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ થયા છે. જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે પોલીસ જાગે છે. આ અગાઉ પણ સિરપ કાંડમાં પણ 6થી વધુ લોકોના મોત થયા હતા.

લઠ્ઠો બનાવવાની પ્રક્રિયાને ઝડપથી બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ કરાય છે

લઠ્ઠો મુખ્યત્વે દેશી દારૂ બનાવવા માટે ગોળ અને ફળોને પાણીમાં સડાવીને બનાવવામાં આવતો હોય છે. ગોળ અને ફળોને સડાવવા માટે પાણી સાથે માટલામાં ભરી રાખવામાં આવે છે. ઘણી વખત ફર્મેન્ટેશનની પ્રોસસ ઝડપી બનાવવા માટે માટલાને જમીનની અંદર રાખવામાં આવે છે. નિષ્ણાંતોના અનુસાર ફર્મેન્ટેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે બુટલેગરો તેમાં મિથેનોલનો ઉપયોગ કરતાં હોય છે.

આ પણ વાંચોઃ Mahakumbh 2025: માઘી પૂર્ણિમાના અમૃત સ્નાન માટે ભારે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું

આ પણ વાંચોઃ Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

  • Related Posts

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
    • October 29, 2025

    Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 8 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 12 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 12 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    • October 29, 2025
    • 28 views
    Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

    • October 29, 2025
    • 13 views
    ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump