
- વ્હેલ માછલી વ્યક્તિને જીવતો ગળી ગઈ, 30 સેકન્ડ પછી કાઢ્યો બહાર; જૂઓ વીડિયો
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, માઇકલ પેકાર્ડ લગભગ 30 સેકન્ડ સુધી વ્હેલના મોઢામાં રહ્યા પરંતુ તે છતાં તેઓ બચી ગયા. માઇકલે ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું, ‘હું વ્હેલના મોંમાં ગયો અને તેણે મને બહાર કાઢ્યો.’ હું લગભગ 30 સેકન્ડ સુધી માછલીના મોંમાં રહ્યો, પણ મને ખબર નથી કે વ્હેલના મનમાં શું આવ્યું અને તેણે મને તેના મોંમાંથી બહાર કાઢીને દરિયા કિનારે ફેંકી દીધો.
માઈકલ પેકાર્ડે કહ્યું, ‘વ્હેલ મને ખાવાનો પ્રયાસ કરી રહી હતી અને મારા પર તેના દાંત પણ દબાવી રહી હતી, પરંતુ આ છતાં મને ખબર નથી કે હું વ્હેલના મોંમાંથી કેવી રીતે છટકી શક્યો.’ માઇકલે કહ્યું કે તેનું એક પણ હાડકું તૂટ્યું નથી, પણ હા જો હું તેના દાંત વચ્ચે આવી ગયો હોત તો તેના માટે બચવું મુશ્કેલ થયું હોત.
वो पल जब व्हेल ने ज़िंदा शख़्स
को निगला और फिर उगल भी दिया pic.twitter.com/QBWPqCvpeB— BBC News Hindi (@BBCHindi) February 14, 2025
ભયાનક અનુભવ શેર કરતા માઈકલ પેકાર્ડે કહ્યું, ‘હું સંપૂર્ણપણે વ્હેલના મોંમાં હતો, જ્યાં સંપૂર્ણપણે અંધારું હતું.’ મેં મનમાં વિચાર્યું કે મારા માટે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી અને મારા માટે બચવું મુશ્કેલ છે. તે સમય દરમિયાન હું ફક્ત મારા 12 અને 15 વર્ષના દીકરાઓ વિશે જ વિચારી રહ્યો હતો.
માઈકલ પેકાર્ડે કહ્યું, ‘હું મેસેચ્યુસેટ્સના ઉત્તરપૂર્વીય કિનારા પર ઝીંગા પકડવા માટે સમુદ્રમાં ડૂબકી લગાવી રહ્યો હતો અને તે સમયે હું લગભગ 35 ફૂટ નીચે હતો.’ અચાનક મને એક મોટો આંચકો લાગ્યો અને મને ખ્યાલ આવ્યો કે મારી સામે સંપૂર્ણ અંધારું હતું. મને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે. પછી મને લાગ્યું કે હું કોઈના મોંમાં છું.